Himanta Biswa Sarma On Riots: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ત્યારે સ્ટાર પ્રચારકો બીજા તબક્કાના મતવિસ્તારોમાં મેદાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં છે. તો બીજી તરફ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે હિન્દુઓ તોફાનોમાં સામેલ નથી થતા અને જેહાદમાં વિશ્વાસ નથી રાખતા. તેમણે કહ્યું કે હિન્દુઓને તોફાનો ફેલાવનારા કહેનારા લોકો ખોટા છે. એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે “જે લોકો તોફાનોમાં સામેલ છે હું તેમના વિરુદ્ધમાં છું અને સરેરાશ હિન્દુ સામાન્ય રીતે હિન્દુ તોફાનોમાં સામેલ નથી થતાં, એક સમુદાના રૂપમાં હિન્દુ જેહાદમાં પણ વિશ્વાસ રાખતા નથી.”
ગોધરા પર શાહની ટિપ્પણીને ગણાવ્યું 'તથ્યાત્મક'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 2002માં હિંસાખોરોને સબક શિખવાડનાવી ટિપ્પણી ઉપર તેમણે કહ્યું કે 2002ના તોફાનો પર શાહનું નિવેદન તથ્યાત્મક છે. અમિત શાહની ટિપ્પણી ઉપર તેમણે કહ્યું કે 2002 બાદ ગુજરાત સરકારે રાજ્યમાં શાંતિ બનાવી રાખવા માટે અનેક કાર્યવાહી કરી છે. ગુજરાતમાં સ્થાયી શાંતિ છે. હવે કોઈ કર્ફ્યૂ લાગાત નથી. મુખ્યંમંત્રીએ કહ્યું કે ગુજરાતે 2002 ગોધરા કાંડ બાદ અભૂતપૂર્વ વિકાસ જોયો છે. કારણ કે ગુજરાત સરકારે સાંપ્રદાયિક તત્વોને કડકાઈથી સંભાળ્યા છે.
મુખ્યમંત્રી બોલ્યાઃ ગોધરાનો નિર્ણય કોર્ટનું કામ
આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, “ગુજરાતના ગોધરામાં જે પણ થયું એનો નિર્ણય કોર્ટ કરશે, મારે કંઈ નથી કરવાનું, હું હિન્દુ સમુદાય અંગે વાત કરી રહ્યો છું. હિન્દુ સમુદાય અત્યં શાંતિપ્રિય છે. કોઈ પણ હિન્દુ જેહાદમાં ભરોસો નથી રાખતો.” લવ જેહાદમાં તેમણે કહ્યું કે આ કેટલાક લોકો માટે તુષ્ટિકરણની રાજનીતિ છે. અમને મહિલાઓની સુરક્ષાની ચિંતા છે.
કહ્યું- લવ જેહાદ એક વાસ્તવિકતા છે
શ્રદ્ધા વોકર કેસના પ્રશ્ન પર તેમણે કહ્યું, “લવ જેહાદ એક વાસ્તવિકતા છે. જ્યારે તમે પોલીગ્રાફી ટેસ્ટ કરો છો ત્યારે આફતાબ કહે છે કે મેં એવું કામ કર્યું છે જે આપણને સ્વર્ગમાં લઈ જશે. તેઓએ કહ્યું કે આવા ઘણા કિસ્સાઓ છે જેમાં આ સાબિત થાય છે. ભારત સરકારે લોકો પાસેથી આદેશ લઈને આ અંગે કાયદો બનાવવો જોઈએ.
આ પણ વાંચોઃ- મોદીને ગાળો આપવાની કોંગ્રેસમાં ચાલી રહી હરીફાઈ, જેટલો કાદવ ઉછાળશે એટલું કમળ ખીલશે: મોદી
અગાઉ સરમાએ કહ્યું હતું કે જો દેશમાં મજબૂત નેતા (નરેન્દ્ર મોદી) નહીં હોય તો દરેક શહેરમાં આદરને મારનાર આફતાબ ઉભો થશે અને સમાજનું રક્ષણ નહીં થાય. આસામના સીએમએ શ્રદ્ધાના મામલાને લવ જેહાદ સાથે જોડીને કહ્યું કે આફતાબ શ્રદ્ધાને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા અને તેના મૃતદેહને ફ્રીજમાં રાખ્યો. તેમણે કહ્યું કે આવી સ્થિતિથી બચવા માટે નરેન્દ્ર મોદીને 2024માં ત્રીજી વખત ફરીથી પીએમ બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.