ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી ડ્યૂટી પર તૈનાત CRPFના જવાનો વચ્ચે ફાયરિંગ, બેના મોત, બે ઘાયલ

Two CRPF jawans killed: પોરબંદર જિલ્લામાં ચૂંટણી ડ્યૂટી પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ વચ્ચે શનિવારે ફાયરિંગ થયું હતું. જેમાં સીઆરપીએફના બે જવાનોના મોત થયા છે જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા હતા.

Written by Ankit Patel
November 26, 2022 22:59 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી ડ્યૂટી પર તૈનાત CRPFના જવાનો વચ્ચે ફાયરિંગ, બેના મોત, બે ઘાયલ
ફાયરિંગની પ્રતિકાત્મક તસવીર

Gujarat Two CRPF Jawans Killed: ગુજરાતના પોરબંદર જિલ્લામાં ચૂંટણી ડ્યૂટી પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ વચ્ચે શનિવારે ફાયરિંગ થયું હતું. જેમાં સીઆરપીએફના બે જવાનોના મોત થયા છે જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા હતા. ઘાયલોને પોરબંદરના ભવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના એક ચક્રવાત રાહત કેન્દ્રમાં થઈ હતી. જ્યાં સીઆરપીએફ જવાનો રોકાયા હતા.

ચક્રવાત રાહત કેન્દ્રમાં રોકાઈ હતી સીઆરપીએફની ટીમો

પોરબંદર જિલ્લાના ચૂંટણી અધિકારી એ એમ શર્માએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ફાયરિંગની ઘટનાની ઘટના સાંજે આશરે 7 વાગ્યે નવા બંદર પાસે આવેલા એક ચક્રવાત રાહત કેન્દ્રમાં થઈ હતી. જ્યાં સીઆરપીએફની ટીમો રોકાઈ હતી. સીઆરપીએફની ટીમોને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. અહીં આંતરીક ફાયરિંગ થયું હતું. જેમાં બે જવાનોના મોત થયા હતા જ્યારે બે ઘાયલ થયો હતો.

શર્માએ કહ્યું હતું કે હું હોસ્પિટલમાં છું, જ્યાં ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે. બંને ખતરાની બહાર છે. ફાયરિંગના કારણે અંગે પૂછવા પર અધિકારીએ કહ્યું કે ઘટનાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

1 અને 5 ડિસેમ્બરે યોજાશે મતદાન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યો છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બર ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ