ગુજરાતના વિકાસ માટે મળેલા 25 ટકા પૈસા ખર્ચ ન કરી શક્યા ધારાસભ્યો, પડ્યા રહ્યા 272 કરોડ રૂપિયા

MLA LAD funds Gujarat polls 2022: ધારાસભ્ય સ્થાનિક ક્ષેત્રના વિકાસ ગ્રાન્ટના 272 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા પડ્યા રહ્યા છે. આ રકમ ધારાસભ્યો પોતાના સંબંધિત પરિયોજનાઓ ઉપર ખર્ચ કરવાની હતી જે હજી સુધી ખર્ચ થઈ નથી.

Updated : December 03, 2022 11:22 IST
ગુજરાતના વિકાસ માટે મળેલા 25 ટકા પૈસા ખર્ચ ન કરી શક્યા ધારાસભ્યો, પડ્યા રહ્યા 272 કરોડ રૂપિયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

અવિનાસ નાયરઃ એક તરફ ગુજરાતમાં 14મી વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જોકે, ધારાસભ્ય સ્થાનિક ક્ષેત્રના વિકાસ ગ્રાન્ટના 272 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા પડ્યા રહ્યા છે. આ રકમ ધારાસભ્યો પોતાના સંબંધિત પરિયોજનાઓ ઉપર ખર્ચ કરવાની હતી જે હજી સુધી ખર્ચ થઈ નથી.. જેના પગલે 272 કરોડ રૂપિયા પડ્યા રહ્યા હતા.

મળતાં આંકડા પ્રમાણે પાંચ વર્ષમાં ફાળવાયેલા 1,076 કરોડ રૂપિયાની ગ્રાન્ટના એક ચોથાઈ છે. જે ધારાસભ્યોના ફંડની ધનરાશિ વાપરવાની હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજકોટ પશ્વિમના ધારાસભ્ય આ વખે ચૂંટણી લડા નથી. બંને શહેરી વિસ્તાર છે.

રાજ્ય સરકારે સામાન્ય પ્રશાસન વિભાગના ઓનલાઈન આંકડા અનુસાર 2017-18થી 2022-23 વચ્ચે ફાળવેલા કુલ એમએએલ એલએડી ફંડમાંથી માત્ર 803.98 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આંકડા જણાવી રહ્યા છે કે ગુજરાતમાં એમએલએ એલએડી ફંડનો ઉપયોગ 46,068 કાર્ય પુરા કરવામાં આવ્યા હતા. 9815 કાર્ય હજી શરૂ થવાના બાકી છે. 6688 અધૂરા છે. આ સમય દરમિયાન 5212 કામો રદ કરવામાં આવ્યા છે.

MLA MAD યોજના અંતર્ગત પ્રત્યેક ધારાસભ્ય પોતાના સંબંધિત મત વિસ્તારમાં દર વર્ષે 1.5 કરોડ રૂપિયના કાર્યોની ભલાવણ કરે સુચનાઓ આપી શકે છે. પ્રત્યેક જિલ્લામાં નિયોજન કાર્યાલય આ કાર્યો માટે પ્રશાસનિક સ્વીકૃત્તિ આપે છે અને ધનનો હિસાબ પણ રાખે છે.

આ પણ વાંચોઃ- ગુજરતા વિધાનસભા ચૂંટણીઃ બીજેપીને રેકોર્ડ જીતની રાહ, અરવિંદ કેજરીવાલને સરકાર વિરોધી લહેરથી આશા

એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની રાજ્ય સમન્વયક પંક્તિ જોગ કહે છે કે “આટલી વધારે પડેલી રહેલી રકમ નિશ્ચિત રૂપથી ચિંતાનું કારણ છે કારણ કે ગુજરાતમાં અનેક ગામો અને વિસ્તારો જ્યાં પંચાયતોની પાસે સ્થાનિક પરિયોજનાઓ માટે પૈસા નથી. કાર્યકાળ સમાપ્ત થતાં જ શેષરાશિ પણ સમાપ્ત થઈ જશે. શ્રેય અથવા દોષ સંબંધિત ધારાસભ્યના ફાળે જાય છે. કારણે આ કોઈ વિશેષ કાર્ય માટે ભલામણપત્ર રજૂ કરે છે. એટલું જ નહીં એમએલએ એલએડી ફંડ દ્વારા ગઠિત એક નાની બેચમાં પણ ધારાસભ્યનું નામ હોય છે.”

મુખ્યમંત્રી પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં છેલ્લા પાંચ વર્ષના અંતમાં એમએલએ એલએડી ફંડના લગભગ 27 ટકા રકમ પડી રહી છે. રાજકોટ પશ્વિમની વિજય રૂપાણીની સીટની સ્થિતિ વધારે ખરાબ છે. આ બેઠકમાં 42 ટકા ધનરાશિ ખર્ચ ન કરી શકાઈ. જ્યારે મતવિસ્તારમાં પરિયોજનાઓ માટે 2017-20માં ફાળવેલા ધનના 92.-100 ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો. 2021 બાદથી જ્યારે રૂપાણીને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દીધા હતા. મત વિસ્તારમાં એકપણ રૂપિયો ખર્ચ ન થઈ શક્યો. આ સમયગાળામાં 22 કામો હજી શરૂ થવાના હતા.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી: અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- આજે પૂરી દુનિયાની નજર ભારતના સામર્થ્ય પર છે

કોંગ્રેસના નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને પૂર્વ એલઓપી પરેશ ધાનાણીએ પોતાના પ્રતિનિધિત્વવાળા ચૂંટણી વિસ્તારમાં થોડું સારું કામ કર્યું છે. ધાનાણીના અમરેલીનો આંકડો 26 ટકા છે. જ્યારે છોટાઉદેપુરમાં રાઠવાના જેતપુર મત વિસ્તારમાં ફાળેવાલી એમએલએ એલએડી ફંડની માત્ર 8.31 ટકા જ રકમ પડી રહી છે. એવું માલુમ થાય છે કે 2020ની શરુઆતમાં મહામારી શરુ થયા બાદ ખર્ચ ધીમો થયો હતો. 2017થી 2020 સુધી લગભગ 85 -98 ટકા રકમ ખર્ચાઈ હતી. 2021-22 અને 2022માં અત્યા સુધીમાં માત્ર 64 ટકા અને 14 ટકા ગ્રાન્ટ ખર્ચાઈ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ