scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ બીજેપીને રેકોર્ડ જીતની રાહ, અરવિંદ કેજરીવાલને સરકાર વિરોધી લહેરથી આશા

Gujarat assembly election: ગુજરાત ચૂંટણી પ્રાચરના અંતિમ સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચાર કરી રહ્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે પણ અરવિંદ કેજરીવાલ સહિતાના આપના નેતાઓ ગુજરાતની ચૂંટણી પ્રચારમાં લાગેલા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ  બીજેપીને રેકોર્ડ જીતની રાહ, અરવિંદ કેજરીવાલને સરકાર વિરોધી લહેરથી આશા
વડાપ્રધાન મોદી અને અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા છે. ગુજરાત ચૂંટણી પ્રાચરના અંતિમ સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચાર કરી રહ્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે પણ અરવિંદ કેજરીવાલ સહિતાના આપના નેતાઓ ગુજરાતની ચૂંટણી પ્રચારમાં લાગેલા હતા. મોદીના જાદુના સહારે ભાજપને ફરીથી જીત મળવાની આશા છે. 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર કબજો જમાવનાર ભાજપ માટે ચૂંટણીમાં જીત મોટી ઉપલબ્ધી હશે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને જોરદાર ટક્કર આપી હતી.ભાજપના 100ના આંકડા નજીક 99 સીટો પર જ અટકી ગઈ હતી જ્યારે કોંગ્રેસ 77 સીટોના આંકડા સુધી જઈ પહોંચી હતી.

2017ના ચૂંટણીમાં કોંગ્રેસના મણિશંકર અય્યરનું એક નિવેદન કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે મુશ્કેલી ઊભી કરી ગયું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ કહી દીધું હતું. ભાજપ અને ખુદ પીએમ મોદીએ અય્યરની આ વાતને જાણી જોઈને ઉપાડી હતી. આ સમયે પણ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવેલા રાવણ જેવા અત્યાચરના મુદ્દાને પીએમમે ઉછાળી છે.

ઓછું મતદાન ભાજપ માટે ફાયદાકારક

2022 ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનની ટકાવારી ગત વખતની તુલનાએ ઓછી આવી છે. રાજકીય ગણિત કહે છે કે જો મતદાન પહેલાથી ઓછું કે નજીકની આસપાસ રહેતો સરકાર માટે વધારે ખતરો નથી. આનો સીધો મતલબ એ થાય છે કે લોકોને વોટિંગ તરફ કોઈ વલણ નથી. એટલે કે સરકાર બદલવાની ઇચ્છુક નથી. વોટિંગ વધારે થાય તો માનવામાં આવી શકે કે લોકો કોઈપણ બદલાવ માટે તત્પર છે.

આ પણ વાંચોઃ- આરજે સાયમાએ કર્યું એક ટ્વિટ, તો સુદર્શન ટીવીના એડિટરે પુછ્યું – ઈસ્લામ પ્રમાણે ગાંધીજીને જન્નત મળશે કે જહન્નુમ?

કોંગ્રેસે છેલ્લા 1990માં ગુજરાતમાં સત્તામાં આવી હતી

કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ છેલ્લીવાર 1990માં ગુજરાતમાં સત્તામાં આવી હતી. ત્યારબાદ થયેલા મંડળ આંદોલને તેમની સ્થિતિ ખરાબ કરી દીધી હતી. ઓબીસી વોટ બેન્કના વિભાજનથી ભાજપને સત્તામાં આવવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ ગોધરા હિંસા ફાટી નીકળી. ત્યારબાદ હિન્દુ એકઠાં થઈને નરેન્દ્ર મોદી પાછળ ઉભા રહ્યા હતા. ચૂંટણી હિન્દુ અને મુસ્લિમના મુદ્દા પર થઈ હતી. ત્યારે ભાજપ સરળતાથી જીત મળવી લીધી હતી.

ભાજપે ફરી ગોધરા કાંડનો મુદ્દો ઉઠાવ્યો

ગોધરા અને તેના પહેલા અથવા બાદમાં કંઈક થયું જેનાથી હિન્દુઓને મોદી પાછળ ઊભા કરી દીધા હતા. ત્યારબાદ મોદી વડાપ્રધાન બન્યા તો ગુજરાતીઓએ પોતાની શાન માની હતી. આ ચૂંટણીમાં પણ ભાજપે 2002 ગોધરા કાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાર્ટીના બીજા સૌથી કદ્દાવર માનવામાં આવતા નેતા અમિત શાહે કહ્યું હતું કે 2002માં જ્યારે અસામાજિક તત્વોને ભાજપે સબક શિખવાડ્યો ત્યારે ગુજરાતમાં અખંડ શાંતિ કાયમ થઈ હતી.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી: અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- આજે પૂરી દુનિયાની નજર ભારતના સામર્થ્ય પર છે

શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની 1996 અને 1998 વચ્ચેની સરકારના એક વર્ષ અને 192 દિવસ સિવાય, ભારતીય જનતા પાર્ટી 1995 થી સત્તામાં છે. શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખે ભાજપથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી. બાદમાં બંને કોંગ્રેસમાં જોડાયા હતા. 1996માં રાષ્ટ્રપતિ શાસન પણ 27 દિવસ માટે લાદવામાં આવ્યું હતું. કોંગ્રેસ 1995થી સત્તામાં આવી નથી.

ગુજરાત ચૂંટણીમાં AAPને લાઇમલાઇટમાં લાવવામાં કોઇ કસર છોડી નથી

પરંતુ આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત ચૂંટણીમાં AAPને લાઇમલાઇટમાં લાવવામાં કોઇ કસર છોડી નથી. ગુજરાતમાં 182 બેઠકોમાંથી 80 એવી છે જે શહેરી ગણાય છે. તેને આશા છે કે તે ગુજરાતમાં પણ પંજાબના કરિશ્માનું પુનરાવર્તન કરી શકશે. 2017ની ચૂંટણીમાં કેજરીવાલે પંજાબમાં માત્ર 22 સીટો જીતી હતી. પરંતુ 2022માં તેણે પંજાબમાં આખો પ્રાંત જીતી લીધો. અરવિંદ કેજરીવાલને આશા છે કે ગુજરાતની જનતા પણ પરિવર્તન ઈચ્છે છે. ખરેખર જનતા શું ઈચ્છે છે તે તો 8મી ડિસેમ્બરે ખબર પડશે.

Web Title: Gujarat assembly election prime minister narendra modi arvind kejarival bjp congress aap

Best of Express