માતા-પિતા સાવધાન! બેટો બાઈક પર સ્ટંટ કરતા ઝડપાયો, પોલીસે પિતાની કરી ધરપકડ, લાયસન્સ પણ થશે રદ

Surat bike stunt video viral : સુરતમાં એક સગીર યુવકનો બાઈક-સ્કૂટર પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે (Police) એક્શનમાં આવી, સગીર દીકરાને વાહન ચલાવવા આપવા બદલ પિતાની ધરપકડ (Father Arrest) કરી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી.

Written by Kiran Mehta
Updated : July 25, 2023 15:10 IST
માતા-પિતા સાવધાન! બેટો બાઈક પર સ્ટંટ કરતા ઝડપાયો, પોલીસે પિતાની કરી ધરપકડ, લાયસન્સ પણ થશે રદ
સુરતમાં સગીર યુવકનો બાઈક પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ

Surat Bike Stunt : સુરતમાં તાપી નદી પરના જિલાની બ્રિજ પર એક 14 વર્ષીય લબરમૂછિયો બાઇક સ્ટંટ કરતો જોવા મળ્યા બાદ રવિવારે પોલીસે તેના પિતા સિવિલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી વિગતો મુજબ, ટુ-વ્હીલર પર ત્રણ કિશોરો પુલ પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સ્ટન્ટ્સ કેમેરામાં કેદ થતાં, દ્રશ્યો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી અને ક્લિપ રેકોર્ડ કરાયેલા ઘટના સ્થળે પહોંચી હતી.

સંબંધિત અધિકારીઓએ પુલના બંને છેડે લગાવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસ હરીપુરા વિસ્તારમાં વાહન માલિક ઝહીરુદ્દીન શેખના ઘરે પહોંચી હતી.

પૂછપરછ પર, તેમણે ખુલાસો કર્યો કે તેણે આ ટુ-વ્હીલર તેના 14 વર્ષના પુત્રને રિફ્યુઅલિંગ માટે આપ્યું હતું. રાંદેર પોલીસે શેખ સામે આઈપીસી કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), અને 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે છે) હેઠળ ગુનો નોંધ્યો હતો અને રવિવારે તેની ધરપકડ કરી હતી. બાદમાં તે જામીન મેળવવામાં સફળ રહ્યો હતો.

રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સોનારાએ જણાવ્યું હતું કે, “અમે તેના પુત્ર સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી છે અને બાદમાં તેને છોડી દીધો છે. અમે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે અને તેમના માટે સુરત આરટીઓને પત્ર લખ્યો છે.

વીડિયો ક્રેડિટ – Our Surat

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, રાંદેર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર બી.એસ. પરમારે જણાવ્યું હતું કે, “અમે સમગ્ર CCTV ફૂટેજ તપાસ્યા અને જાણવા મળ્યું કે, સગીર બેદરકારીથી મોપેડ ચલાવી રહ્યો હતો, તેની નજીક ડ્રાઈવિંગ કરતા લોકો ડરી ગયા હતા. જ્યારે વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો ત્યારે એક બસ પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. એટલા માટે વાહન આપવા માટે પણ એટલી જ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઅમદાવાદ ટ્રાફિક પોલીસની પોલ ખુલ્લી પડી: રસ્તાઓ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ગેરકાયદેસર પાર્કિંગ ધમધમે છે: GSLSA રિપોર્ટ

રવિવારે એક રક્તદાન કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “અમારી પોલીસ રસ્તાઓ પર બાઇક સ્ટંટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. અમે માત્ર તેમની સામે જ નહીં પરંતુ તેમના માતા-પિતા સામે પણ કાર્યવાહી કરીશું, કારણ કે તેઓ પણ એટલા જ જવાબદાર છે. તે માતાપિતા છે જેઓ તેમના બાળકોને બાઇક અથવા મોપેડ આપે છે જેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. એવા ઘણા લોકો છે જેમણે આવા સ્ટંટને કારણે માર્ગ અકસ્માતમાં પોતાના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ