scorecardresearch

ભારતમાં વિદેશી યુનિવર્સિટીનું પ્રથમ કેમ્પસ ગુજરાતમાં ખુલશે, ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી સાથે ચાલી રહી છે વાત

Australia Deakin University : 8 માર્ચે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝની અમદાવાદની યાત્રા દરમિયાન આ જાહેરાત થવાની સંભાવના છે

ભારતમાં વિદેશી યુનિવર્સિટીનું પ્રથમ કેમ્પસ ગુજરાતમાં ખુલશે, ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી સાથે ચાલી રહી છે વાત
ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ ડીકિન યુનિવર્સિટી ગાંધીનગરમાં ગિફ્ટી સિટીમાં એક સ્વતંત્ર કેમ્પસના માધ્યમથી ભારતમાં પ્રવેશ કરનાર પ્રથમ વિદેશી વિશ્વવિદ્યાલય બનવા માટે તૈયાર છે (Graphics by Abhishek Mitra/Express photo)

Ritu Sharma , Vidheesha Kuntamalla : ભારતમાં પ્રથમ વખત કોઇ વિદેશી યુનિવર્સિટીનું કેમ્પસ ખુલવા જઇ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ ડીકિન યુનિવર્સિટી ગાંધીનગરમાં ગિફ્ટી સિટીમાં એક સ્વતંત્ર કેમ્પસના માધ્યમથી ભારતમાં પ્રવેશ કરનાર પ્રથમ વિદેશી વિશ્વવિદ્યાલય બનવા માટે તૈયાર છે. 8 માર્ચે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝની અમદાવાદની યાત્રા દરમિયાન આ જાહેરાત થવાની સંભાવના છે.

ડીકિન ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 266માં સ્થાને છે અને દુનિયાની ટોપ 50 યુવા વિશ્વવિદ્યાલયોમાં સામેલ છે. આ સિવાય યુનિવર્સિટીને ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ રેન્કિંગમાં 250-300 બેન્ડમાં રાખવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસે રવિવારે સૌથી પહેલા રિપોર્ટ આપ્યો હતો કે ઓછામાં ઓછી બે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ ભારતમાં સ્વતંત્ર પરિસર સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીકિને કેમ્પસ સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) – ગિફ્ટ સિટી રેગ્યુલેટરને પહેલેથી જ અરજી કરી છે અને આગામી વર્ષથી કામગીરી શરૂ કરવાની અપેક્ષા છે. તે પહેલા વિદ્યાર્થીઓને અનુસ્નાતક કાર્યક્રમોમાં પ્રવેશ આપવાની યોજના બનાવી રહ્યું છે.

જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસે શનિવારે ડીકિન યુનિવર્સિટીના સીઇઓ (સાઉથ એશિયા) રવનીત પાહાને આ મામલા પર ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો હતો તો તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો – બાજરીને પ્રોત્સાહન આપવા માટે ભારતની વૈશ્વિક પહેલ MIIRA શું છે? શું છે તેનો હેતુ?

ડીકિન યુનિવર્સિટીના ઓસ્ટ્રેલિયામાં ચાર પરિસર છે. મેલબોર્ન (બરવુડ), જિલોંગ (વોર્ન પોન્ડ્સ એન્ડ વોટરફ્રન્ટ) અને વારનમબૂલ. આ 132 દેશોના વિદ્યાર્થીઓની યજમાની કરે છે, જેમાં ભારતીય વિદ્યાર્થી સમુદાયનો 27% ભાગ છે. આ પછી ચીનનો (22%) નંબર છે. લગભગ 60,000 કુલ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સૌથી વધારે સંખ્યા મેલબોર્ન બરવુડ પરિસરમાં છે, જ્યાં 26000થી વધારે વિદ્યાર્થી નામાંકિત છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રથમ વખત ફેબ્રુઆરી 2022માં પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ગિફ્ટ સિટીમાં વિશ્વ સ્તરીય યુનિવર્સિટી અને સંસ્થાનોને વિત્તીય પ્રબંધનમાં પાઠ્યક્રમની ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પછી એક વર્ષ પછી યુનિવર્સિટીએ આ નિર્ણય કર્યો છે.

IFSCAએ ઔપચારિક રીતથી ગત ગુરુવારે વિદેશી યુનિવર્સિટીઓ પાસેથી અરજી મંગાવવાની શરુ કર્યું હતું. એક સરકારી અધિકારીના મતે ડીકિન સિવાય અન્ય વિદેશી યુનિવર્સિટીઓ પણ છે જે ગિફ્ટ સિટી નિયામક સાથે વાતચીત કરી રહી છે.

Web Title: Australia deakin university to become the first foreign varsity to set up campus in gift city gujarat india

Best of Express