bageshwar dham dhirendra shastri darbar : બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાત મુલાકાતે છે. તેમણે 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર યોજ્યો તથા હનુમાન કથા કરી. મીડિયા અહેવાલ અનુસાર, હવે બાબા આજે અમદાવાદમાં દરબાર યોજવાના હતા, પરંતુ ગઈ રાત્રીએ ભારે વરસાદને પગલે કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં આંગણજ વિસ્તારમાં જે જગ્યાએ બીએપીએસ શતાબ્ધી મહોત્સવ યોજવામાં આવ્યો હતો એજ જગ્યાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજવાનો હતો. પરંતુ પાણી ભરાઈ જવાના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ જેને પગલે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાદ કેમ રદ કરવો પડ્યો?
બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં દરબાર યોજવાના હતા, આયોજકો દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. મોટા-મોટા ડોમ બનાવી દેવામાં આવ્યા હતા, અને સોમવારે કાર્યક્રમ યોજાય તે પહેલા જ રવિવાર સાંજે ધોધમાર વરસાદને પગલે કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ ગયા છે. રોડની બંને સાઈડોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેને પગલે આટલી મોટી સંખ્યામાં લોકોની વ્યવસ્થા સાચવી શક્ય ન હોવાથી કાર્યક્રમ રદ્ કરવાની ફરજ પડી છે.
પહેલા ચાણક્યપુરી યોજવાનો હતો કાર્યક્રમ
પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું કાર્યક્રમ સ્થળ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં હતુ પરંતુ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવશે જેથી વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના ભાગરૂપે કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું છે હવે ધીરેનેદ્ર શાસ્ત્રીનો દરબાર આંગણજમાં યોજવામાં આવશે. આયોજકો અને પોલીસ વચ્ચે ચર્ચા બાદ વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું.
બાબાનો દરબાર રદ થતા ભક્તો નિરાશ
તમને જણાવી દઈએ કે, આ પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં યોજાવાનો હતો. જેનું સ્થળ બદલી આંગણજ વિસ્તારમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં કોઈ અરાજકતા ન ફેલાય તે માટે વ્યવસ્થાના ભાગરૂપે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો પાસ લેવા ઉમટી પડ્યા હતા. પાસ માટે લાંબી લાઈનો લાગી હતી. બાગેશ્વરધામ વ્યવસ્થા તંત્ર અનુસાર ભક્તોને નિ:શુલ્ક પાસ આપવામાં આવ્યા હતા. પરંતુ વરસાદના કારણે દરબાર રદ થતા લાખોની સંખ્યામાં ભક્તો નિરાશ થયા હતા.
રાજકોટમાં 1 અને 2 જૂને દરબાર અને હનુમાન કથા થશે
ધીરેન્દ્ર શાસ્ત્રી હવે રાજકોટમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.





