scorecardresearch

ગુજરાતના ઉદ્યોગપતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી ચેલેન્જ, કહ્યું- ‘મારા પ્રશ્નોના જવાબ આપે તો હું કરોડોના હીરા આપીશ’

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat : બાગેશ્વર ધામ પંડિત ધિરેન્દ્ર ક્રિષ્ણા શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવે તે પહેલા સુરત (Surat) ના એક હીરા વેપારી (Diamond merchant) એ તેમને પડકાર ફેંક્યો છે. વેપારી (businessman) એ કહ્યું, ‘મારા પ્રશ્નનો જવાબ આપી દેશો તો બે કરોડના હીરા તેમના ચરણોમાં મુકી દઈશ’

Bageshwar Dham Dhirendra Shastri
બાગેશ્વરધામ પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી (ફોટો સોર્સ – @Bageswardham)

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat :  બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે આવવાના છે, જે પોતાના દિવ્ય દરબાર અને નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, તેમને હવે વધુ એક પડકાર મળ્યો છે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કથા કરવા ગુજરાત પહોંચવાના છે, ત્યારે તેઓ 26-27 મેના રોજ સુરતમાં રહી શકે છે. સુરતના એક વેપારીએ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે.

હીરાના વેપારીનું નામ જનક બાબરીયા છે, તેમણે કહ્યું છે કે, હું સીલબંધ પેકેટમાં 500-700 કેરેટ પોલિશ્ડ હીરા લઈને આવીશ, જો બાબા મને હીરાની સંખ્યા જણાવી દે તો હું તેમનો ચમત્કાર સ્વીકારીશ અને પેકેટ બાબાના ચરણોમાં રાખી દઈશ. તેમણે કહ્યું કે, અહીં યોજાનાર દરબારમાં તેઓ અંધશ્રદ્ધાનો વિરોધ કરશે અને કલેકટરને આ કાર્યક્રમ રદ કરવા વિનંતી પણ કરશે.

તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામની સભા હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. મહારાષ્ટ્રના એક ડૉક્ટરે પણ અગાઉ બાગેશ્વર ધામને પડકાર ફેંક્યો હતો અને દાવો કર્યો હતો કે, આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો કાર્યક્રમ છોડી વહેલા જતા રહ્યા હતા. આ પછી જ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી મીડિયામાં છવાઈ ગયા અને સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ.

13 થી 17 મે દરમિયાન આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમંત કથા માટે બિહારના પટના પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની કથામાં ભક્તોની સંખ્યા 30 લાખને પાર થઈ ગઈ હતી. મોટી ભીડ જોઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને ઘરે બેસીને ટીવી પર તેમને સાંભળવાની અપીલ કરી હતી, ખૂબ જ ગરમી છે અને ભીડ મોટી છે, તેથી બધાએ પંડાલ સુધી પહોંચવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

આ પણ વાંચોકોણ છે બાગેશ્વર ધામ પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી? ગુજરાતમાં દરબાર યોજવા પર શું છે વિવાદ અને વિરોધ? કેમ થઈ રહી આટલી ચર્ચા?

ધિરેન્દ્ર શાસ્ત્રી ભલે રાજનીતિ વિષયો પર ટીપ્પણી ન કરે, પરંતુ તેમને લઈ ખુબ રાજનીતિ થઈ રહી છે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં જાય છે ત્યાં રાજકારણમાં ગરમાવો વધી જાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને બિહારમાં ઘણો હંગામો થયો હતો, આરજેડી નેતાઓએ વિરોધ કરવા માટે તેમની સેના પણ તૈયાર કરી દીધી હતી.

Web Title: Bageshwar dham dhirendra krishna shastri gujarat visit businessman from surat challenged

Best of Express