બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો હાલ સુરતમાં દિવ્ય દરબાર યોજાયો છે. બાબાના દરબારમાં ભક્તો અને અનુયાયીઓ સહિત મોટી સંખ્યમાં નેતાઓ, જાણીતા વ્યક્તિઓ પહોંચ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના એક પ્રખ્યાત બિલ્ડરના ફાર્મમાં રોકાયા છે અને તેની માટે અત્યંત વૈભવી સુવિધા અને કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.











