scorecardresearch

સુરતમાં બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસીય દિવ્ય દરબાર યોજશે, કેવો છે કાર્યક્રમ અને વ્યવસ્થા?

Dhirendra Shastri in Surat : બાગેશ્વર ધામ (Bageshwar Dham) મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસના ગુજરાત (Gujarat0 પ્રવાસે આવી રહ્યા, તેઓ સુરતમાં દરબાર યોજશે. જેમાં ભાજપ (BJP) ના નેતાઓ સહિત વીવીઆઈપી (VVIP) લોકો હાજરી આપશે.

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat
બાગેશ્વરધામ સરકાર ધિરેન્દ્ર શાસ્ત્રી ફાઇલ તસવીર (photo- facebook)

Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat : ગુજરાતના સુરતમાં ભાજપના નેતાઓના જૂથ દ્વારા શહેરના લિંબાયત વિસ્તારમાં 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસીય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આ કાર્યક્રમમાં હાજરી આપશે, આયોજકોએ જણાવ્યું હતું કે, તેઓને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાની અપેક્ષા છે.

આ કાર્યક્રમ નીલગીરી મેદાન ખાતે યોજાશે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટી જાહેર સભાઓને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમ 26 મેના રોજ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈને 10 વાગ્યા સુધી ચાલશે.

ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે એપીએમસી માર્કેટમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, “અમે 7.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 20 બ્લોક બનાવ્યા છે જ્યાં 1.75 લાખથી વધુ લોકો બેસી શકે. અલગ-અલગ છ જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે. 100 ફૂટ x 40 ફૂટનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. 5,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લેતી એકથી વધુ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.”

સૂત્રોએ જણાવ્યું કે, લોકગાયકો કીર્તિદાન ગઢવી અને આશાબેન વૈષ્ણવને પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગ્રાઉન્ડના 10 એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર 1,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ અને 1,000 સ્વયંસેવકો તૈનાત કરવામાં આવશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના નેતા અમિત સિંહ રાજપૂતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું ks, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને અમને આશા છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ઘણા વધુ VIP અને VVIP હાજર રહેશે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરેના વિવિધ ભાગોમાંથી લોકો પણ જાહેર સભામાં હાજરી આપશે.”

આ પણ વાંચોકોણ છે બાગેશ્વર ધામ પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી? ગુજરાતમાં દરબાર યોજવા પર શું છે વિવાદ અને વિરોધ? કેમ થઈ રહી આટલી ચર્ચા?

એનજીઓ યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીજ્ઞેશ પાટીલ (સી.આર. પાટીલના પુત્ર), ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ (લિંબાયત), સંદીપ દેસાઈ (ચોર્યાસી), મનુ પટેલ (ઉધના), મુકેશ પટેલ (રાજ્યમંત્રી અને ઓલપાડ ધારાસભ્ય), રાજપૂત, નગરસેવક દિનેશ રાજપુરોહિત. અને કાર્યક્રમના આયોજકોમાં સોમનાથ મરાઠે, કાપડ ઉદ્યોગપતિ સાંવરમલ બુધિયા અને કૈલાશ હકીમનો સમાવેશ થાય છે.

Web Title: Bageshwar dham maharaj dhirendra shastri surat organize two day durbar whats program arrangement

Best of Express