બાગેશ્વરધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત કાર્યક્રમ : ત્રણ દિવસ અંબાજીમાં કથા, પછી અમદાવાદમાં, નવરાત્રી સ્પેશ્યલ કથા દરબાર કરશે

bageshwar dham baba dhirendra shastri Gujarat : બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 15 થી 17 ઓક્ટોબર ગુજરાત (Gujarat) ના બનાસકાંઠાના અંબાજી (Ambaji) ખાતે કથા નવરાત્રી (Navratri) સ્પેશ્યલ કથા કરશે, જ્યારે અમદાવાદ (Ahmedabad) માં તારીખ 18 થી 20 ઓક્ટોબર નવરાત્રી સ્પેશ્યલ કથા કરશે.

Written by Kiran Mehta
Updated : October 15, 2023 18:53 IST
બાગેશ્વરધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત કાર્યક્રમ : ત્રણ દિવસ અંબાજીમાં કથા, પછી અમદાવાદમાં, નવરાત્રી સ્પેશ્યલ કથા દરબાર કરશે
બાગેશ્વર ધામ સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી અને અમદાવાદમાં કથા કરશે

Bageshwar Dham Baba Dhirendra Shastri Gujarat : બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના બનાસકાંઠા અંબાજી (Ambaji) ખાતે બે દિવસ નવરાત્રીના પહેલા નોરતે કથા કરવા જઈ રહ્યા છે. આ સિવાય તેઓ અમદાવાદ (Ahmedabad) માં પણ બે દિવસ નવરાત્રી સ્પેશ્યલ કથા દરબાર કરશે.

બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત કાર્યક્રમ

પ્રાપ્ત માહિતી અનુસાર, બાગેશ્વર ધામની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 15 થી 17 ઓક્ટોબર બનાસકાંઠાના અંબાજી ખાતે કથા નવરાત્રી સ્પેશ્યલ કથા કરશે, જ્યારે અમદાવાદમાં તારીખ 18 થી 20 ઓક્ટોબર નવરાત્રી સ્પેશ્યલ કથા કરશે.

બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રીના યુટ્યુબ પર લાખો ફોલોઅર્સ

તમને જણાવી દઈએ કે, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના યુટ્યુબ પર લાખો ફોલોઅર્સ છે. આ બંને કથા તમે સંસ્કાર ચેનલ તથા બાગેશ્વર ધામ યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકો છો.

અંબાજીમાં કથાને લઈ વહીવટીતંત્ર એક્શનમાં

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની અંબાજીમાં જીઆઈડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રી કથાને પગલે અંબાજી બનાસકાંઠા વહીવટી તંત્ર અને સુરક્ષા તંત્ર એક્શનમાં આવી ગયું છે. મોટી સંખ્યામાં કથામાં લોકો ઉમટશે, જેથી વ્યવસ્થા તથા સુરક્ષાને પગલે અનેક જગ્યાએ ચેકિંગ પોઈન્ટ સહિત પાર્કિંગ વ્યવસ્થા માટે તૈયારીઓ કરી દીધી છે. તથા કોઈ અરાજકતા ન સર્જાય તે માટે પોલીસ ખાસ નજર રાખશે.

કોણ છે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી?

ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક પ્રખ્યાત ધાર્મિક યાત્રાધામ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર છે. તે એક સાદા પરિવારમાંથી આવે છે. 14 જૂન 2022ના રોજ લંડનની સંસદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોબાગેશ્વર બાબાનો જાદુ : ચૂંટણીના વર્ષમાં કેમ તમામ રસ્તાઓ મધ્ય પ્રદેશના મંદિરોના શહેર તરફ જાય છે

ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આ પહેલા પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર યોજ્યો હતો તથા હનુમાન કથા કરી હતી.ત્યારબાદ તેઓ અમદાવાદમાં દરબાર યોજવાના હતા, પરંતુ ભારે વરસાદને પગલે કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. જોકે ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દરબાર કર્યો હતો. તેમણે સારંગપુર ખાતે હનુમાન પ્રતિમાને લઈ વિવાદ અંગે પણ નિવેદન આપી કહ્યું કે, ભગવાનનું અપમાન સહન નહી કરવામાં આવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ