Bageshwar dham sarkar, dhirendra shastri in Ahmedabad : બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ અને સનાતન હિન્દુ ધર્મના પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના મહેમાન બન્યા છે. પહેલા સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજ્યા બાદ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા હતા. ભારે વરસાદના કારણે 29 મે 2023ના રોજ આયોજીત દિવ્ય દરબાર રદ્દ કરવો પડ્યો હતો. જોકે, ધીરેન્દ્ર શાસ્ત્રી હવે આજે 30 મે 2023ના રોજ સાંજે અમદાવાદના વટવામાં પોતાનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે.
અમદાવાદ ક્યાં અને કેટલા વાગે દરબાર યોજાશે
ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં દિવ્ય દરબાર યોજના અંગે એક મોટા અહેવાલ આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 30 મે, 2023ના રોજ દિવ્ય દરબાર યોજાશે. સંન્યાસી બાબાનો આ દરબાર અમદાવાદમાં વટવા ખાતે શ્રીરામ મેદાન ખાતે યોજાશે. આ એ જ સ્થળ છે જ્યાં તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહૂતિ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 30 મે મંગળવારના રોજ સાંજે 5 થી 7 વાગે સુધી યોજાશે.

આ પણ વાંચોઃ- બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો વાયરલ – ‘મારું મન મોર બની થનગાટ કરે…’વરસાદના લીધે અમદાવાદમાં 29 મેનો દરબાર રદ કરવો પડ્યો
અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં આંગણજ વિસ્તારમાં જે જગ્યાએ બીએપીએસ શતાબ્ધી મહોત્સવ યોજવામાં આવ્યો હતો એજ જગ્યાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજવાનો હતો. પરંતુ પાણી ભરાઈ જવાના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ જેને પગલે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે.
બાબાના રાજકોટના કાર્યક્રમની વિગતો
ધીરેન્દ્ર શાસ્ત્રી હવે રાજકોટમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.





