Bageshwar dham sarkar dhirendra shastri darbar : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં યોજાશે 'દિવ્ય દરબાર', સ્થળ અને સમય શું રહેશે?

bageshwar dham sarkar dhirendra shastri in Rajkot : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાબા દિવ્ય દરબાર યોજશે. આ દરબારનો સમય સાંજે ચાર વાગ્યાથી લઇને રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે.

bageshwar dham sarkar dhirendra shastri in Rajkot : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાબા દિવ્ય દરબાર યોજશે. આ દરબારનો સમય સાંજે ચાર વાગ્યાથી લઇને રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bageshwar dham sarkar | dhirendra shastri | Rajkot visit

બાગેશ્વર બાબાનો રાજકોટમાં દરબાર

bageshwar dham sarkar dhirendra shastri in Rajkot : સુરત, અમદાવાદમાં દિવ્ય દરબાર લગાવ્યા બાદ હવે મધ્ય પ્રદેશમાં આવેલા બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ અને હિન્દુ ધર્મના સંચારક ધિરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ રાજકોટમાં છે. આજથી બે દિવસ એટલે કે 1 અને 2 જૂન ધીરેન્દ્ર શાસ્ત્રી રંગીલા રાજકોટના મહેમાન બન્યા છે. આજે ગુરુવારે સાંજે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે.

Advertisment

રાજકોટમાં દિવ્ય દરબારનો સ્થળ અને સમય

આજે ગુરુવારે સાંજે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાબા દિવ્ય દરબાર યોજશે. આ દરબારનો સમય સાંજે ચાર વાગ્યાથી લઇને રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદના વટવામાં આવેલા મેદાનમાં પોતાનો દિવ્ય દરબાર લગાવ્યો હતો. જ્યાં તેમણે લોકોને સંબોધ્યા પણ હતા.

રાજકોટ બાદ વડોદરામાં પણ 'દરબાર'નું આયોજન

રાજકોટમાં રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 1 જૂન, ગુરુવારના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી ‘દિવ્ય દરબાર’ લગાવશે અને 2 જૂન, શુક્રવારના રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં દિવ્ય દરબાર લગાવ્યા બાદ તેઓ 3 જૂન, શનિવારે વડોદરામાં નવલખી મેદાન ખાતે તેમના એક દિવસીય ‘દરબાર’નું આયોજન કરશે.

Advertisment

બાબાના આશિર્વાદ મેળવવા ભાજપના નેતાઓની પડાપડી

ધીરેન્દ્ર શાસ્ત્રીના વટવા ખાતે યોજાયેલા દરબારમાં ભાજપના ઘણા મોટા નેતાઓએ હાજરી લગાવી બાબાના આર્શીવાદ મેળવ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, વટવાના હાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, ઠક્કરબાપાના ધારાસભ્ય કંચનબેન રાદડિયા હાજર થયા હતા. ઉપરાંત કરણી સેનાના સભ્યો પણ આ દરબારમાં આવ્યા હતા.

2024માં ગુજરાત આવીશ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવચનમાં કહ્યુ કે, ના માન, ના સમ્માન મેળવવા આવ્યો છે, હું તો ભારતીયોના દિલમાં હનુમાન વસાવવા આવ્યો છું. હવે હિન્દુ માત્ર જાગી રહ્યો નથી, તે ભાગી રહ્યો પણ નથી. તેમણે કહ્યું કે, તેઓ વર્ષ 2024માં ગુજરાત આવશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના મુખ્ય 3 સમાચાર
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દરબાર Live : ઘર-ઘરમાં રાવણ છે, આટલા બધા રામ ક્યાથી આવશે, આપણા હૃદયના રામને જગાડોબાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો વાયરલ – ‘મારું મન મોર બની થનગાટ કરે…’બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પરિચય : પરિવારમાં કોણ છે? કેવી રીતે બાબા બન્યા? ઉંમર કેટલી? જાણીએ બધુ જ

ભારતમાં રહેવુ હશે તો સીતારામ કહેવું પડશે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારની શરૂઆત કરતા પહેલા બુંદેલી ભાષામાં પ્રવચન આપતા કહ્યું કે, હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિન્દુઓને જગાડવા આવ્યો છું. હિન્દુ ધર્મના લોકોએ અન્યત્ર જવાની કોઇ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ. ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે. દિલ્હીમાં સાક્ષી સાથે જે થયું તેની નિંદા પણ કરી હતી.

bageshwar dham sarkar ટ્રેન્ડિંગ ન્યૂઝ રાજકોટ ગુજરાત