Banaskantha Lok Sabha Election Result 2024: બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2024, કોંગ્રેસ ગેનીબેન ઠાકોર આગળ

Banaskantha Lok Sabha Election Result 2024 Live News updates in Gujarati: બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઇવ અપડેટ જોઇએ તો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર હરિફ ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી કરતાં આગળ ચાલી રહ્યા છે.

Banaskantha Lok Sabha Election Result 2024 Live News updates in Gujarati: બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઇવ અપડેટ જોઇએ તો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર હરિફ ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી કરતાં આગળ ચાલી રહ્યા છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Banaskantha Constituency Lok Sabha Election 2024 Results updates in Gujarati, બનાસકાંઠા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024 અને ઈતિહાસ વિશ્લેષણ

Banaskantha election Results 2024: બનાસકાંઠા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024

Banaskantha Lok Sabha Election Result 2024 Live update: બનાસકાંઠા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024 મત ગણતરી શરુ કરી દેવાઇ છે. બનાસકાંઠા બેઠક પર ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થવાનું છે. બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર 1962 બાદ ફરી એકવાર દેશને મહિલા સાંસદ આપશે. લોકસભા ચૂંટણી 2024 માં બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપ ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે રસાકસીનો ચૂંટણી જંગ છે. બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવારો એકબીજાને ભારે ટક્કર આપી રહ્યા છે. મત ગણતરીના પ્રારંભિક વલણમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે.

Advertisment

દેશમાં મોદી સરકાર ફરી એકવાર સરકાર બનાવવા માટે મક્કમ છે તો બીજી તરફ કોંગ્રેસ અને વિપક્ષ સત્તા પરિવર્તન ઇચ્છી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ખાસ બની છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર જીતની હેટ્રીક કરવા ભાજપ મક્કમ છે. જોકે બનાસકાંઠા બેઠક ભાજપ માટે ટક્કર આપનારી બની છે.

Banaskantha Lok Sabha Election Result 2024 : બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારપક્ષમળેલ મતહાર જીત
ગેનીબેન ઠાકોરકોંગ્રેસ243825આગળ
ડો રેખાબેન ચૌધરીભાજપ243065પાછળ
Advertisment

પાકિસ્તાન સરહદ અને રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર તાલુકા વિસ્તારને સમાવતી બનાસકાંઠા લોકસભા બેઠક મત વિસ્તારમાં આઝાદીથી લઇને 1984 સુધી કોંગ્રેસનો દબદબો હતો. જોકે ત્યાર બાદ ભાજપનો ઉદય થયો અને હાલમાં છેલ્લી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. આ બેઠક પર કોંગ્રેસ નવ વખત જ્યારે ભાજપ છ વખત જીત્યું છે. અગાઉ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું. હવે આ વખતે જોવાનું એ છે કે, ભાજપ ગઢ સાચવી શકે છે કે કોંગ્રેસ ગાબડું પાડી જાય છે.

પીએમ મોદીના માદરે વતન મહેસાણા બેઠક ભાજપ માટે છે ખાસ : આ પણ વાંચો

લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર આ વખતે મહિલાનો દબદબો છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય હરિફ પક્ષોએ મહિલા ઉમેદવાર પર ભરોસો મુક્યો છે. ભાજપ તરફથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે. બંને મહિલા ઉમેદવારો એકબીજાને ભારે ટક્કર આપી રહ્યા છે. ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે જ્યારે રેખાબેન ચૌધરી પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બીજી વખત મહિલા સાંસદ ચૂંટાશે. અગાઉ 1962 ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ઝોહરાબેન ચાવડા સાંસદ બન્યા હતા. એ પહેલીવાર એવું બનશે કે આ બેઠક પરથી કોઇ મહિલા ઉમેદવાર સાંસદ બને છે.

લોકસભા ચૂંટણી બનાસકાંઠા બેઠક પર ચૂંટાયેલા સાંસદ

  • 2024 ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ) કે રેખાબેન ચૌધરી (ભાજપ) કાંટાનો જંગ
  • 2019 પરબતભાઇ પટેલ (ભાજપ)
  • 2014 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)
  • 2013 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ, ઉપ ચૂંટણી)
  • 2009 મુકેશ ગઢવી (કોંગ્રેસ)
  • 2004 હરિસિંહ ચાવડા (કોંગ્રેસ)
  • 1999 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)
  • 1998 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)
  • 1996 બી કે ગઢવી (કોંગ્રેસ)
  • 1991 હરિસિંહ ચાવડા (ભાજપ)
  • 1989 જ્યંતિલાલ શાહ (જનતા દળ)
  • 1984 બી કે ગઢવી (કોંગ્રેસ)
  • 1980 બી કે ગઢવી (કોંગ્રેસ)
  • 1977 મોતીભાઇ ચૌધરી (જનતા પક્ષ)
  • 1971 પોપટલાલ જોશી (કોંગ્રેસ)
  • 1969 એસ કે પાટીલ (ઉપ ચૂંટણી)
  • 1967 મનુભાઇ અમરસી (સ્વતંત્ર પક્ષ)
  • 1962 ઝોહરાબેન ચાવડા (કોંગ્રેસ)
  • 1957 અકબરભાઇ ચાવડા (કોંગ્રેસ)
  • 1951 અકબરભાઇ ચાવડા (કોંગ્રેસ)

બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ ભાજપ કોંગ્રેસ વોટ શેર

વર્ષભાજપકોંગ્રેસ
201962.328.5
201458.435.2
200943.244.8
200445.846.9
19995247.6
199853.141.4
199642.144.6
199153.741.4

બનાસકાંઠા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2019

ઉમેદવારપાર્ટીમળેલ મતમત %હાર જીત
પરબતભાઇ પટેલભાજપ6,79,10861.62વિજેતા
પરથીભાઇ ગલબાભાઇ ભટોળકોંગ્રેસ3,10,81228.20
ઠાકોર સ્વરુપજી સરદારજીઅપક્ષ48,8344.41
નોટાનોટા12,7281.15
તેજાભાઇ નેથીભાઇ રબારીબસપા11,0881.01

બનાસકાંઠા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2014

ઉમેદવારપાર્ટીમળેલ મતમત %હાર જીત
હરિભાઇ પરથીભાઇ ચૌધરીભાજપ5,07,85657.23વિજેતા
જોઇતાભાઇ કસનાભાઇ પટેલકોંગ્રેસ3,05,52234.43
નોટાનોટા17,3971.96
પરસોત્તમગીરી તુરંતગીરી મહંતબસપા11,1751.26
બાબુજી ઠાકોરઅપક્ષ10,8971.23

બનાસકાંઠા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2009

ઉમેદવારપાર્ટીમળેલ મતમત %હાર જીત
મુકેશકુમાર ભૈરવદાનજી ગઢવીકોંગ્રેસ2,89,40944.78વિજેતા
હરિભાઇ પરથીભાઇ ચૌધરીભાજપ2,79,10843.19
અશોકભાઇ બાલચંદભાઇ શ્રીમાળીઅપક્ષ20,5243.18
અયૂબભાઇ ઈબ્રાહિમભાઇ સિપાઇઅપક્ષ15,8012.45
ચેતનભાઇ કાળાભાઇ સોલંકીબસપા11,8671.84

બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2004

ઉમેદવારપાર્ટીમળેલ મતમત %વિજેતા
હરિસિંહ ચાવડાકોંગ્રેસ3,01,14846.85વિજેતા
હરિભાઇ પરથીભાઇ ચૌધરીભાજપ2,94,22045.77
અશોકભાઇ બાલચંદભાઇ શ્રીમાળીઅપક્ષ23,9723.72
ભોપાજી માજીરાણાઅપક્ષ9,2701.28
બાબુલાલ વૈદ્યબસપા8,2581.08
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી પરિણામ 2024 બનાસકાંઠા લોકસભા ચૂંટણી 2024 congress ભાજપ