Lok Sabha Election 2024 Bardoli : લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થઇ ગયા છે. બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનો કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી સામે 2,30,253 મતોથી વિજય થયો હતો. બારડોલી બેઠક પણ નવા 2008 ના સિમાંકન બાદ જ અસ્તિત્વમાં આવી હતી. જેથી અહીં પણ 2009, 2014 અને 2019 માં એક ત્રણ ટર્મ લોકસભાના થયા છે. જેમાં પ્રથમ 2009માં કોંગ્રેસના તુષાર ચૌધરીએ બાજી મારી હતી ત્યારબાદ 2014 અને 2019 માં ભાજપના પ્રભુ વસાવા અહીંથી સાંસદ છે. આ વખતે ભાજપે ત્રીજી વખત પણ પ્રભુ વસાવા પર ભરોસો બતાવ્યો છે. પ્રભુ વસાવાને 7,63,950 મતો મળ્યા હતા. જ્યારે તુષાર ચૌધરીને 5,33,697 મતો મળ્યા હતા.
બારડોલી લોકસભા બેઠક પર મતદાન ઈતિહાસ
બારડોલી લોકસભા બેઠક પર મતદાન વિશે વાત કરીએ તો, 2009 માં 57.80 ટકા, 2014માં 74.94 ટકા તો 2019 માં 73.89 ટકા મતદાન થયું હતું. જો 2024 ની વાત કરીએ તો, બારડોલી બેઠક પર આ વખતે 64.81 ટકા મતદાન થયું હતુ, એટલે કે ગત ચૂંટણી કરતા 9.8 ટકા ઓછુ મતદાન થયું. આ સિવાય આપણે બારડોલી લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોના મતદાનની વાત કરીએ તો, વ્યારામાં 73.68 ટકા, નિઝર 79.64 ટકા, માંગરોળ 68.88 ટકા, માંડવી 74.58 ટકા, મહુવા 68.58 ટકા, કામરેજ 46.50 ટકા અને બારડોલીમાં 63.89 ટકા મતદાન થયું.
2019 માં કોણ કેવી રીતે જીત્યું
બારડોલી લોકસભા બેઠકના 2019 ના પરિણામની વાત કરીએ તો, ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અને કોંગ્રેસના તુષાર ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો. જેમાં પ્રભુ વસાવાને 7,42,273 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીને 5,26,826 મત મળ્યા હતા. અને પ્રભુ વસાવા 2,15,447 ના માર્જિનથી જીત્યા હતા અને સાંસદ બન્યા હતા.
લોકસભા બેઠકનો ઈતિહાસ
બારડોલી લોકસભા બેઠકના અત્યાર સુધીના તમામ પરિણામ પર નજર કરીએ તો, 2008ના નવા સિમાંકન બાદથી અત્યાર સુધીમાં ત્રણ ટર્મ ચૂંટણી લડવામાં આવી જેમાં 2009 માં કોંગ્રસ ઉમેદવાર તુષાર ચૌધરી, તો 20014 અને 2019 માં ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ જીત મેળવી હતી.
પ પાર્ટી જીતનાર ઉમેદવાર 2009 કોંગ્રેસ તુષાર ચૌધરી 2014 ભાજપ પ્રભુ વસાવા 2019 ભાજપ પ્રભુ વસાવા
બારડોલી લોકસભા બેઠક 03 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસ 2 પ્રભુભાઈ વસાવા ભાજપા 3 રેખાબેન ચૌધરી બસપા
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પરિણામ 2024 : નવસારી બેઠક ભાજપના સી.આર. પાટીલનો ગઢ, શું કોંગ્રેસ ઈતિહાસ રચી શકશે?
બારડોલી અંતર્ગત સાત વિધાનસભા બેઠક
તમને જણાવી દઈએ કે, બારડોલી લોકસભા બેઠક અંતર્ગત સાત વિધાનસભા બેઠકો આવે છે. જેમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિજરનો સમાવેશ થાય છે. જેમાં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવાર, માંગરોળમાં ગણપત વસાવા, કામરેજમાં પ્રફૂલ પાનસેરિયા, બારડોલીમાં ઈશ્વરભાઈ પરમાર અને મહુવામાં મોહનભાઈ ડોડિયા ની જીત હતી, તો કોંગ્રેસના ધારાસભ્ય ઉમેદવારો માંડવી આનંદભાઈ ચૌધરી, વ્યારા પૂનાભાઈ ગામિત અને નિઝરમાં સુનિલભાઈ ગામિતની જીત થઈ હતી.