Bavla-Bagodara Highway accident : બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 વાહનો ભટકાતા ભીષણ આગ, બેના મોત ત્રણ ઈજાગ્રસ્ત

Bavla-Bagodara National Highway accident : બાવળા બગોદરા હાઈવે ઉપર ભમાસરા ગામ પાસે ચાર ભારે વાહનો એકબીજા સાથે અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા છે .

Bavla-Bagodara National Highway accident : બાવળા બગોદરા હાઈવે ઉપર ભમાસરા ગામ પાસે ચાર ભારે વાહનો એકબીજા સાથે અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા છે .

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bavla-Bagodara National Highway accident

બાવળા બગોદરા હાઈવે અકસ્માત - photo - Social media

Bavla-Bagodara National Highway accident : અમદાવાદ- રાજકોટ હાઈવે અકસ્માતો માટે કુખ્યાત છે. હાઈવે ઉપર બાવળાથી બગોદરા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. બાવળા બગોદરા હાઈવે ઉપર ભમાસરા ગામ પાસે ચાર ભારે વાહનો એકબીજા સાથે અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાર વાહનો અથડાતા બ્લાસ્ટ થયો હતો અને ભીષણ આગ લાગતા ચારેય વાહનો બળીને ખાખ થયા હતા. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisment

બેકાબૂ આઈસર ડિવાઈડર કૂદી સામે આવતા વાહનો સાથે ભટકાઈ

બાવળા બગોદરા હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતી. આગમાં ચારેય વાહનો લપેટાયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે.

બાવળા તરફથી બગોદરા તરફ જતા આઈસર ટ્રકમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો.

વધુ મળતી માહિતી પ્રમાણે કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.

Advertisment
અકસ્માત અમદાવાદ ગુજરાત