રાશિ મિશ્રા : 1 જાન્યુઆરીથી 30 ડિસેમ્બર વચ્ચે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ 1985 હેઠળ નોંધાયેલા 484 કેસ સાથે ગુજરાતમાં આ વર્ષે રૂ. 5,137 કરોડની કિંમતનું 31,000 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારથી શરૂ થતા નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની હેરાફેરીમાં વધારો થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસના NDPS સેલમાંથી જપ્ત કરાયેલા આ આંકડાઓ ખપતની પ્રવૃત્તિનો સંકેત દર્શાવતા નથી.
પોલીસે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ડ્રગ જપ્ત કરવાના 30 કેસ નોંધ્યા છે. તેમાંથી 22, ગાંજાના જપ્તીના કેસો છે જ્યારે ચરસના ત્રણ કેસ અને સિન્થેટીક અથવા અન્ય ડ્રગ્સના પાંચ કેસ પણ નોંધાયા છે, કુલ જપ્તી 2,984 કિલો ડ્રગ્સની છે, જેની કિંમત આશરે 3 કરોડ રૂપિયા થાય છે.
અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, અમદાવાદ શહેરમાં 34 કેસ નોંધાયા હતા, જેમાંથી નવ ડિસેમ્બરમાં નોંધાયા હતા. તેઓ મેફેડ્રોન, કફ સિરપ, હશીશ અને ગાંજાના જપ્તી સાથે સંબંધિત હતા.
રાજ્યમાં જપ્ત કરાયેલા કુલ ડ્રગ્સમાંથી 279 ગાંજા સાથે, જ્યારે 149 સિન્થેટિક અથવા અન્ય ડ્રગ્સ, 27 હશીશ, 10 અફીણ અને નવ હેરોઈન (બ્રાઉન સુગર) સાથે સંબંધિત હતા.
જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 17,977 કિલો સિન્થેટિક ડ્રગ્સ, ત્યારબાદ 12,230 કિલો ગાંજો અને 10 કિલોથી વધુ અફીણનો સમાવેશ થાય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર, 2021માં રાજ્યમાં 461 કેસ નોંધાયા હતા.
અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે બુધવારે સિંધુ ભવન રોડ ખાતે રૂ. 29.68 લાખની કિંમતના 296.78 ગ્રામ મેફેડ્રોનની દાણચોરી માટે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી, આ વિસ્તાર ખાસ કડક દેખરેખ હેઠળ રહેશે.
બે દિવસ પહેલા, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ દ્વારકાના દરિયાકાંઠેથી એક જહાજમાંથી 40 કિલો હેરોઈન, હથિયારો અને દારૂગોળા સાથે 10 પાકિસ્તાનીઓને પકડ્યા હતા.
પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ડ્રગ લોર્ડ હાજી સલીમ બલોચે મોકલ્યું હતું અને તેને ઓખા અને સલાયા બંદર વચ્ચે છોડવાનું હતું.
ગુજરાતમાં સૌથી મોટી સિંગલ જપ્તી અફઘાનિસ્તાનથી દાણચોરી કરાયેલ 2,988 કિલો હેરોઈન હતી અને તે 13 સપ્ટેમ્બર, 2021 ના રોજ મુન્દ્રા બંદર પર કાર્ગો કન્ટેનરમાંથી રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાત અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ માટે એનસીબીના ઝોનલ ડિરેક્ટર એસ.કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં જપ્તીની સંખ્યા તેના વપરાશની વૃત્તિનું સૂચક નથી. અમારી સામે આવતા મોટાભાગના કેસો મધ્યમ માર્ગી તપાસના છે, એટલે ડિલેવરી બીજા રાજ્યમાં થવાની હોય અને અહીં પકડાયા છે. બે વર્ષમાં થયેલી જપ્તી વચ્ચેની સરખામણી કરી શકાતી નથી કારણ કે તે ડ્રગની માત્રા, વ્યાપારી માત્રા અને તેની અસર પર આધાર રાખે છે.. મેફેડ્રોન જેવી દવાઓ નાની માત્રામાં પણ ભારે નુકસાન કરી શકે છે, અને ગંભીરરીતે આદત બનાવનારી હોય છે.
મિશ્રાએ કહ્યું, “ચાલુ વર્ષમાં, અમારી પાસે આવા 21 કેસ છે જેમાં અમે 3,000 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે, અને 60 લોકોની ધરપકડ કરી છે અને તેમની સાથે સંબંધિત મિલકતો જપ્ત કરી છે… આ કેસ NDPS એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે.” 2022માં જપ્ત કરાયેલી દવાઓમાં મેથેમ્ફેટામાઇન, 1,700 કિલો ગાંજો અને અંદાજે 70 કિલો મેફેડ્રોનનો સમાવેશ થાય છે.
2021 ના NCRB ડેટા મુજબ, રાજ્યમાં NDPS એક્ટના 461 કેસ નોંધાયા હતા.
સ્પેશિયલ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ, અજય ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ખાસ કરીને યુવાનોમાં ‘રોમાંચ’ અનુભવવા માટે ડ્રગ્સ એક માધ્યમ બની ગયું છે. આ માત્ર એક ઘટના નથી કે આપણે એક દિવસ માટે સતર્ક રહેવાની જરૂર છે. આ એક ક્રમિક છે, પૂરા વર્ષની પ્રક્રિયા છે. અમે યુવાનોમાં ડ્રગ્સના ઉપયોગને રોકવા અને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ છીએ.
બીજી તરફ જાન્યુઆરી 2023માં નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવશે
નવા વર્ષની પૂર્વસંધ્યા પહેલા, પોલીસે અમદાવાદમાં અને તેની આસપાસ SG હાઇવે, સિંધુ ભવન રોડ, રિવરફ્રન્ટ, એસપી રિંગ રોડ અને પ્રહલાદનગર, વસ્ત્રાપુર તળાવ પાસે અને યુનિવર્સિટી વિસ્તારમાં 200 ચેકપોઇન્ટ ગોઠવી છે.
આ પણ વાંચો – મહેસાણા : પઠાણ ફિલ્મ પર પોસ્ટ મામલે દલિત વિદ્યાર્થી પર હુમલો, 5 વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો
ચૌધરીએ કહ્યું, “નાર્કોટિક ડ્રગ ડિટેક્શન કીટ અને ડ્રગ ટેસ્ટિંગ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે. 31 ડિસેમ્બરે પીક-પોકેટીંગ, આવારાગર્દી, છેડતી, ડ્રગ્સ અથવા દારૂના ગેરકાયદેસર સેવનના કોઈપણ કેસની તપાસ કરવા માટે વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક જામ, રૅશ ડ્રાઇવિંગ વગેરેને રોકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.”
તેમણે કહ્યું કે, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હોટલ, ગેસ્ટહાઉસ, ક્લબ, ફાર્મ અને પાર્ટી પ્લોટ પણ પોલીસની ચાંપતી નજર રહેશે.