ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ, અંબાજી, શામળાજી, દ્વારકા, સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

Bhadarvi Poonam Chandra Graham : આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ છે. જેથી રાજ્યના પ્રખ્યાત સોમનાથ, શામળાજી, અંબાજી અને દ્વારકાના મંદિરમાં દર્શનના સમયમમાં ફેરફાર કરાયો છે

Written by Ashish Goyal
September 05, 2025 19:10 IST
ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ, અંબાજી, શામળાજી, દ્વારકા, સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
ચંદ્રગ્રહણના કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે (તસવીર - (gujarattourism)

Bhadarvi Poonam Chandra Graham : ભાદરવી પૂનમને લઇને અંબાજી જતાં તમામ માર્ગો પદયાત્રિકોના જય અંબે ના નાદની ગુંજી ઉઠયા છે. પૂનમે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. જોકે આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ છે.જેથી ચંદ્રગ્રહણના કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના પ્રખ્યાત સોમનાથ, શામળાજી અને દ્વારકાના મંદિરમાં પણ ગ્રહણને કારણે દર્શનના સમયમમાં ફેરફાર કરાયો છે.

અંબાજી મંદિર

  • સવારની આરતી : 06:00 થી 06:30
  • દર્શન સમય : 06:00 થી 10:00
  • દર્શન બંધ : 10:00 થી 12:00
  • શયનકાળ આરતી : 12:00 થી 12:30
  • જાળીમાંથી દર્શન : 12:30 થી 05:00 (સાંજે)
  • મંદિર સંપૂર્ણ બંધ : 05:00 પછી

ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 વાગ્યા બાદ માઇભક્તો મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આ સમય પછી ધજા પણ ચઢાવી શકાશે નહીં. જોકે સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી દર્શન કરવાની પરવાનગી રહેશે. 8 સપ્ટેમ્બર 2025થી મંદિરની દર્શન અને આરતીના તમામ સમય રોજની જેમ રાબેતા મુજબ રહેશે.

સોમનાથ મંદિર

ચંદ્રગ્રહણને કારણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નિયમિત પૂજા-આરતી મોકૂફ રહેશે. મંદિરમાં મધ્યાન્હ પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. ગ્રહણ દરમિયાન બપોરની મહાપૂજા આરતી, સાંજની આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ, રુદ્રાભિષેક અને પાઠાત્મક અનુષ્ઠાન સહિતની તમામ પૂજા બંધ રહેશે. ગ્રહણ મોક્ષ બાદ 8 સપ્ટેમ્બરના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.

આ પણ વાંચો – કાગડા વગર કેમ અધૂરું માનવામાં આવે છે પિતૃ પક્ષનું શ્રાદ્ધ કર્મ, પિતૃઓ સાથે છે ખાસ સંબંધ

શામળાજી મંદિર

શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર પ્રવિણભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ભાદરવા સુદ પૂનમને રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સાંજે 6 કલાક સુધી દર્શન કરી શકાશે. રવિવારે રાતે ગ્રહણ હોવાથી મંદિર સાંજે 6 વાગે બંધ થશે. સોમવારે સવારે મંદિરમાં પખાલવિધિ કરાશે.

શામળાજી મંદિર

દ્વારકા મંદિર

પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન ક્રમમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી ભક્તોની હાજરીમાં કરવામાં આવશે. ત્યારબાદ સવારના અન્ય ક્રમ નિત્ય મુજબ રહેશે. બીજી બાજુ બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. બપોરે મંદિર બંધ થયા બાદ સામાન્ય દિવસોમાં સાંજે મંદિર ખુલતું હોય છે પરંતુ સાંજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે. જે બાદ તા. 8 ને સોમવારના રોજ નીચે મુજબ મંદિર દર્શન ખુલશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ