scorecardresearch

ભગાભાઈ બારડ ભાજપમાં જોડાયા, કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો

Bhagabhai Barad BJP joins : કોંગ્રેસ (Congress) માટે આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022) પડકાર સમાન બની રહી છે. ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠકના કોંગ્રેસના મોટા નેતા ભગાભાઈ બારડ (Congress MLA Bhagabhai Barad) ભાજપમાં જોડાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ રાજીનામા આપી ભાજપ (BJP) નો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, તો ભાજપની તાકાત વધી રહી છે.

ભગાભાઈ બારડ ભાજપમાં જોડાયા, કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો
કોંગ્રેસ નેતા ભગાભાઈ બારડ ભાજપમાં જોડાયા (ફોટો – બીજેપી ગુજરાત સોશિયલ મીડિયા)

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે એક પછી એક કોંગ્રેસ માટે ઝટકા સમાન ઘટના સમાચાર સામે આવી રહ્યા છે. છોટા ઉદેપુરના કોંગ્રેસના મોટા નેતા મોહન સિંહ રાઠવા બાદ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભગાભાઈ બારડ ભાજપમાં જોડાતા બીજેપીની તાકાત વધી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠકના ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. કેસરીયો ધારણ કરવા તેઓ ભાજપના મીડિયા સેન્ટર ખાતે પહોંચી ગયા છે. ભાજપના નેતા પ્રદિપ સિંહ વાઘેલા સહિતના મહાનુભાવોની હાજરીમાં તેઓએ કેસરીયો ધારણ કર્યો છે.

કોણ છે ભગાભાઈ બારડ?

ભગાભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે. ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં તેમની પકડ મજબુત માનવામાં આવે છે. ભગાભાઈ આહિર સમાજનો મોટો ચહેરો છે. અને ગીર સમોનાથ સહિત 11 બેઠકો પર આહિર સમાજના મતદારોનું પ્રભુત્વ વધારે છે. ભગાભાઈ બારડ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને 1730 મતોથી હરાવ્યા હતા. આ બેઠક જનરલ કેટેગરીની બેઠક છે, પરંતુ અહીં આહિર સમાજ અને કારડીયા સમાજના મતદારો વધારે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, અહીં મતદારો નો રીપિટમાં વધારે માને છે. જેથી આ બેઠક પર ચૂંટણી રસપ્રદ બની શકે છે.

મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઈ કાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આદિવાસ સમમાજના લોકપ્રિય નેતા મોહન સિંહ રાઠવાએ કોંગ્રેસને રાજીનામું ધરી દીધુ છે. અને ભાજપમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, મોહન સિંહ રાઠવા વરિષ્ઠ નેતા અને 10 વખત ધારાસભ્ય રહી ચુકેલા છે.

કોણ છે મોહનસિંહ રાઠવા

મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુર બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ અને આદિવાસી નેતા છે. તેમણે છેલ્લા 50 વર્ષથી અત્યાર સુધીમાં 11 વખત ધારાસભ્ય પદ માટે ચૂંટણી લડી છે, જેમાં 10 વખત તેમની જીત થઈ છે. આના પરથી જ આ વિસ્તારમાં તેમની લોકપ્રિયતા સમજી શકાય છે. મોહનસિંહ રાઠવાએ 1980થી 1985માં છોટા ઉદેપુરમાં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અમરસિંહ રાઠવા વિરુદ્ધ ચૂંટણી લડી હતી અને પોતાના રાજનૈતિક જીવનમાં પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. મોહનસિંહ રાઠવાએ બે વખત લોકસભા ચૂંટણી લડી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી, પરંતુ તે સમયે સાંપ્રદાયિક રમખાણ વચ્ચે મોહન સિંહ રાઠવાને ભાજપાના વેછતભાઈ બારિયાએ રોકી દીધા હતા, પરંતુ ત્યારબાદથી તેઓ સતત જીતતા આવે છે.

Web Title: Bhagabhai barad bjp joins big blow congress gujarat election

Best of Express