Bhaiya Ho Gujarat Ma Modi Che Ravi Kishan : રવિ કિશને ગુજરાત ચંટણી માટે બનાવ્યું ‘ગુજરાતમા મોદી છે’ ગીત

Bhaiya Ho Gujarat Ma Modi Che Ravi Kishan : રવિ કિશન શુક્લાનું ગુજરાત ચૂંટણી (Gujarat Assembly Elections) પર ભૈયા હો ગુજરાતમા મોદી છે ગીત (Gujarat Ma Modi Che Song) યુટ્યુબ (You Tube) પર પોસ્ટ, રવિ કિશન ગોરખપુર (Gorakhpur) થી બીજેપી (BJP) ના સાંસદ (MP) પણ છે.

Written by Kiran Mehta
Updated : November 18, 2022 15:22 IST
Bhaiya Ho Gujarat Ma Modi Che Ravi Kishan : રવિ કિશને ગુજરાત ચંટણી માટે બનાવ્યું ‘ગુજરાતમા મોદી છે’ ગીત
ભૈયા હો ગુજરાતમા મોદી છે ગીત - રવિ કિશન શુક્લા (ફોટો ક્રેડિટ - રવિ કિશન ઓફિશિયલ યુટ્યુબ વિડિયો કેપ્ચર)

Bhaiya Ho Gujarat Ma Modi Che Ravi Kishan : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ‘ગુજરાતમા મોદી છે’ (GUJARAT MA MODI CHE) ગીત ભોજપુરી સિનેમાના સુપર સ્ટાર અને ભાજપાના ગોરખપુરથી સાંસદ રવિ કિશન શુક્લા (Ravi Kishan) દ્વારા આજે જ યુટયુબ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સરદાર પટેલની પ્રતિમા, ગાંધી બાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકો જોવા મળી રહ્યા છે. રવિ કિશનના પ્રશંસકોને આ ગીત તેમના મોંઢે ચઢી જશે અને યુટ્યુબ સહિત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવશે તેવી આશા છે. ગુજરાતમાં રહેતા બિહાર, ઉત્તર પ્રદેશના લોકો ગીત જોઈ ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

કોણ છે રવિ કિશન શુક્લા?

તમને જણાવી દઈએ કે, રવિ કિશન શુકલા ગોરખપુરથી ભાજપના સાંસદ છે અને તેઓ ભોજપુરી સિનેમાના સુપર સ્ટાર છે, તેઓ કેટલીક બોલિવુડ ફિલ્મમાં પણ જોવા મળી ચુક્યા છે. અને ભારતીય સિનેમા જગતનો જાણીતો ચહેરો છે. તેમણે 2006માં બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. આ સિવાય જૂન 2008માં, તેમને અને અજિત કુમાર સિંહને ETV ભોજપુરી સિનેમા સન્માન 2008 ઇવેન્ટમાં મોસ્ટ એમિનેન્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તે બિગ બોસ અને એક સે બઢ કર એક – જલવે સિતારેમાં પણ જોવા મળી ચુક્યા છે.

ગુજરાતમાં મોદી છે ગીતમાં શું છે?

આ ગીતમાં અવાજ રવિ કિશન શર્માએ તો સંગીત મૃત્યુંજય અને કંમ્પોઝ મુન્ના મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. રવિ કિશન પોતાની શૈલીમાં કહે છે કે ગુજરાત મા મોદી છે. ગીતમાં મોદીજીની પ્રામાણિકતા, ભ્રષ્ટાચાર-વંશવાદ સામેની તેમની નીતિ સાથે ગુજરાતના વિકાસ, ગાંધી, સરદાર પટેલનો વારસો, સોમનાથ દ્વારકાનો ઉલ્લેખ વગેરે જોવા મળે છે, આખુ ગીત પીએમ મોદીની આસપાસ ફરે છે.

રવિ કિશનના ભોજપુરી રેપ ગીત યુપી, સબ બાએ રેકોર્ડ બનાવ્યો હતો

તમને જણાવી દઈએ કે, આ પહેલા માર્ચ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રવિ કિશનના ભોજપુરી રેપ ગીત યુપી, સબ બાએ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેના લોન્ચિંગના પહેલા જ દિવસે તેને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળ્યા હતા.

નેહા સિંહ રાઠોડનું ગુજરાત મે કા બા ગીતથી મોદી સરકાર પર નિશાન

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘બિહાર મેં કા બા’ ગીતથી લોકપ્રિયતા મેળવનાર લોક ગાયિકા નેહા સિંહ રાઠોડનું ગુજરાત મે કા બા ગીત વાયરલ થયું હતુ. આ ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું છે. રવિ કિશનનું આ ગીત તેનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોગુજરાત ચૂંટણી 2022 : મુંબઈ, બિહાર, યુપી બાદ હવે નેહા સિંહનું ‘ગુજરાત મેં કા બા’ ગીત વાયરલ

સામાજિક મુદ્દાઓ અને રાજકારણ પર વ્યંગ: આ સાથે નેહા સિંહ રાઠોડે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “લોગ મરત બા ડૂબ-ડૂબ કે, સાહેબ કે સભવા જારી બા, ગલતી સબ મરને વાલ કી પ્રોપેગંડા ભારી બા, કા બા?” તાજેતરમાં, બિહારના લોકપ્રિય તહેવાર છઠના અવસર પર, નેહા સિંહ રાઠોડે ઘણા લોકપ્રિય ગીતો ગાયા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા. નેહા સિંહ તેના વ્યંગાત્મક ગીતો માટે જાણીતી છે. તે અવારનવાર સામાજિક મુદ્દાઓ અને રાજનીતિ પર ટોણો મારતી રહે છે. નેહા સિંહ રાઠોડનું નવું ગીત ગુજરાતની ચૂંટણી વિશે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ