ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત : જાતિ ગણતરી મામલે જયરામ રમેશના પ્રહાર, કહ્યું, ભાજપ ‘અનામત વિરુદ્ધ’

ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં બીજા દિવસે દાહોદ પહોંચી, કોંગ્રેસ નેતા જયરામ રમેશે જાતી ગણતરી મામલે કહ્યું, ભાજપ અનામત વિરોધી છે. તેમણે કોંગ્રેસ તૂટી રહી મામલે પણ આપ્યા જવાબ.

Written by Kiran Mehta
March 08, 2024 16:57 IST
ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત : જાતિ ગણતરી મામલે જયરામ રમેશના પ્રહાર, કહ્યું, ભાજપ ‘અનામત વિરુદ્ધ’
ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત

અદિતી રાજા | ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત : દાહોદમાં ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત ચરણના બીજા દિવસે કોંગ્રેસના જનરલ સેક્રેટરી કોમ્યુનિકેશન ઈન્ચાર્જ રમેશ પ્રેસ કોન્ફરન્સને સંબોધી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે શુક્રવારે કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે, ત્યારે ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વલણને અનુરૂપ હોવાથી “અનામતની વિરુદ્ધ” હેઠળ “મૌન જાળવી રાખ્યું છે.” તેમણે કોંગ્રેસ તૂટતી હોવાની વાતને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, પાર્ટી છોડી રહેલા નેતાઓ નવા નેતાઓ માટે રસ્તો બનાવી રહ્યા છે.

જયરામ રમેશે કહ્યું, “આજે ન્યાય યાત્રાનો 55 મો દિવસ છે, જે ‘જંગલ, જલ ઔર જમીન’ નો મુદ્દો ઉઠાવી રહી છે અને આદિવાસી પટ્ટામાંથી પસાર થઈ રહી છે. રાહુલજી પુનરોચ્ચાર કરી રહ્યા છે કે, સંસાધનોની વહેંચણી અંગે નિર્ણય લેવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે પરંતુ, સંસદમાં હોવા છતાં અને તમામ પક્ષોની સંમતિ હોવા છતા, ભાજપ જાતિ આધારિત વસ્તીગણતરી કરવા માંગતી નથી. આવું એટલા માટે કારણ કે, કેટલીક બાબતો વડા પ્રધાન પોતે નથી કહેતા, તેમને RSS ના વડા મોહન ભાગવત દ્વારા કહેવાની ફરજ પડે છે. મોહન ભાગવતે કહ્યું છે કે, અનામતનો અંત લાવવાનો સમય આવી ગયો છે. કોઈપણ સંજોગોમાં, (PM) મોદી સાર્વજનિક ક્ષેત્રને તોડી રહ્યા છે.”

કોંગ્રેસના સાંસદે કહ્યું કે, જોકે પીએમ મોદી “પંડિત જવાહરલાલ નેહરુને બદનામ કરવા માટે 24 કલાક કામ કરે છે”, તે નેહરુ જ હતા, જેમણે ગુજરાતમાં સરદાર પટેલની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

રમેશે કહ્યું, “આ ઘટના 13 ફેબ્રુઆરી, 1949 ના રોજની હતી, જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ ગોધરા આવ્યા હતા અને સરદાર પટેલની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જ્યારે તેઓ તે સમયે જીવતા હતા. તેમણે પટેલ સાથેના તેમના સંબંધો વિશે અને ભારતની આઝાદી માટે લડવા માટે તેઓએ 30 વર્ષ સુધી કેવી રીતે સાથે કામ કર્યું, તે વિશે પણ ભાષણ આપ્યું.

તેમણે કહ્યું કે, તેઓ પ્રતિમાઓ બનાવવાના પક્ષમાં ન હતા, ખાસ કરીને કારણ કે તે જીવિત હતા, પરંતુ સરદાર પટેલ આધુનિક ભારતના નિર્માતા અને તેના લાયક છે. આ ઈતિહાસ ભુલાઈ ગયો છે કારણ કે, વડાપ્રધાન નેહરુને બદનામ કરવા અને ઈતિહાસમાંથી તેમનું નામ ભૂંસી નાખવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે.”

તેમણે કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યાની વાતોને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, આ “સાચું નથી” કારણ કે પાર્ટી છોડીને જતા નેતાઓ નવા નેતાઓ માટે માર્ગ બનાવી રહ્યા છે. “ભાજપ પાસે હવે બે ચૂંટણી ચિહ્નો છે – કમળ અને વોશિંગ મશીન. જે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે તેઓ એ જ લોકો છે જેમને (ભાજપના) વોશિંગ મશીનની જરૂર હતી. નિરાશાજનક વાત એ છે કે, જે નેતાઓને 40 વર્ષથી કોંગ્રેસ પાસેથી બધું જ મળ્યું, તેઓને ક્યારેક તો એ પણ મળ્યું છે જે તેમના લાયક પણ ન હતું, તો પણ તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, પરંતુ તે નવા નેતાઓ માટે માર્ગ બનાવી રહ્યા છે. અમારી પાર્ટીમાં ઘણા બધા યુવાનો અને મહિલાઓ છે, જેઓ હવે જવાબદારી નિભાવશે.”

રમેશે કહ્યું કે, જો કે કર્ણાટક ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ સૌપ્રથમ “ગેરંટી” શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારથી તેને અપનાવી લીધો છે. “મણિપુર હિંસાને નવ મહિના થઈ ગયા છે પરંતુ, પીએમએ તેમનું મૌન તોડ્યું નથી, ત્યાંની મુલાકાત લીધી નથી, રાહુલ ગાંધીએ બે વાર મણિપુરની મુલાકાત લીધી છે.

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કર્ણાટકની ચૂંટણીમાં ગેરંટી શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતા, પરંતુ હવે એક વ્યક્તિ (મોદી) જેની વોરંટીનો સમયગાળો સમાપ્ત થઈ રહ્યો છે, તે હવે ગેરંટી વિશે વાત કરી રહ્યો છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનની 28 પાર્ટીઓ પહેલીવાર મળી, ત્યારે મોદીએ કહ્યું કે, તે તમામ પક્ષો સામે એકલા ઊભા છે, પરંતુ હવે તે સાથી પક્ષો અને પ્રાદેશિક પક્ષોની પાછળ દોટ લગાવી રહ્યા છે. અચાનક, તેઓને એનડીએ ગઠબંધન યાદ આવ્યું, જે ત્યાં સુધી માત્ર એક લાશ હતું.”

આ પણ વાંચો – ભાજપે ભરૂચમાં કેમ ‘નો રિપીટ’ નીતિને ફગાવી? મનસુખ વસાવા પર સાતમી વખત કર્યો વિશ્વાસ

મહિલા દિવસ પર એલપીજી સિલિન્ડર પર 100 રૂપિયાના કાપની જાહેરાત પર ટિપ્પણી કરતા રમેશે કહ્યું, “મહિલા દિવસ દર વર્ષે આવે છે, પરંતુ આ વર્ષે જ કાપની જાહેરાત કરવામાં આવી છે કારણ કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે. પરંતુ, ફરી સત્તામાં આવશે એટલે ફરી એલપીજીના ભાવમાં વધારો થઈ જશે. પરંતુ કોંગ્રેસની ભારત જોડો યાત્રા માત્ર ચૂંટણી રેલી નથી પરંતુ, એક વૈચારિક રેલી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ