અદિતી રાજા | લોકસભા ચૂંટણી 2024 ભરૂચ બેઠક : ભાજપે ગયા અઠવાડિયે ગુજરાત માટે લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ત્યારે તેણે પોતાની “નો રિપીટ” નીતિનો ભંગ કરીને છ વખત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને સાતમી વખત ભરૂચમાંથી મેદાનમાં ઉતારી નો-રિપીટ નીતિને ફગાવી દીધી છે. આ જોઈ જિલ્લા ભાજપ એકમમાં આશ્ચર્ય છે, કારણ કે વિશેષ રૂપે ભાજપા “લોબી” કે જેણે સીટ માટે “નવા ચહેરાઓ” ઉતારવા માટે ઓવરટાઇમ કામ કર્યું.
માત્ર “નો રિપીટ” નીતિ જ નહીં, પણ મનસુખના સ્પષ્ટવક્તા સ્વભાવને કારણે, પણ ભાજપ ભરૂચમાંથી “નવા ચહેરાઓ” પર વિચારણા કરી રહી છે, જે બેઠક 1989 થી આદિવાસી સાંસદ પાસે છે. જો કે, જ્યારે ઈન્ડિયા ગઠબંધને ભરૂચમાંથી AAP ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રા વસાવાને તેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. ત્યારે આવા સમયે ભાજપે “જોખમ ન લેવાનું” નક્કી કર્યું.
પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપે શરૂઆતમાં પ્રયોગ તરીકે બિન-આદિવાસી નેતાને મેદાનમાં ઉતારવાની યોજના બનાવી હતી. પરંતુ મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ફેબેરુઆરીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય આદિવાસી પરિષદ બાદ ફરી મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરી.
ચૈતર વસાવાના કારણે ભાજપ કોઈ રિસ્ક લેવા નથી માંગતુ?
પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, “આદિવાસી સંમેલન પછી મનસુખભાઈના નામ પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.” જોકે, જિલ્લા એકમના પાંચ આગેવાનોએ મનસુખને રિપીટ કરવાની વિરુદ્ધમાં મત આપ્યો હતો. પરંતુ ચૈત્રર વસાવા ઈન્ડિયા ગઠબંધના ઉમેદવાર બન્યા, ત્યારથી ભાજપ આ મતવિસ્તારમાં કોઈ ફેરફાર કરવા માંગતો ન હતો.
ગયા નવેમ્બરમાં કથિત છેડતી અને ફોરેસ્ટ ઓફિસર પર હુમલાનો ગુનો નોંધાયા બાદ ચૈતર વસાવા હાલમાં જામીન પર બહાર છે અને તેમણે ભરૂચમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
ભાજપે 2022 માં ચૈતર વસાવાને ઓછો આંકવાની ભૂલ કરી હતી
એક નેતાએ કહ્યું કે, ભાજપે 2022 માં મનસુખ વસાવાના વિરોધીને ઓછો આંકવાની ‘ભૂલ’ કરી હતી. “વર્તમાનમાં, ચૈતરની દરેક વાતનો આક્રમક રીતે સામનો કરી શકે એવો કોઈ નેતા હોય તો તે મનસુખ વસાવા જ છે. ચૈતર ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી બંને વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે.
નેતાએ આગળ કહ્યું કે, વાસ્તવમાં, મનસુખભાઈ 2022 રાજ્યની ચૂંટણી માટે ભરૂચ લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા મતવિસ્તારના પ્રભારી હતા. એવું કહેવું ખોટું નહીં હોય કે, પક્ષે ડેડિયાપાડામાં ચૈતરની લોકપ્રિયતાને ઓછી આંકી હતી, જેના કારણે તેઓ 1 લાખ કરતા વધુ મતથી જીત્યા હતા.”
“વિધાનસભા ચૂંટણી બાદથી, ચૈતરે ભરૂચના આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, જે વોટ શેરના 40 ટકા ધરાવે છે. આ સમયે મનસુખ વસાવાને હટાવવાથી ભાજપને ફાયદો થશે નહીં, ભાજપ ગુજરાતમાં 26 બેઠકો પર ક્લીન સ્વીપ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ભાજપ 1989 થી ભરૂચ લોકસભા બેઠક જીતી રહ્યું
ભરૂચ સામાન્ય મતવિસ્તાર હોવા છતાં 1989 થી ભાજપ આ બેઠક જીતી રહ્યું છે. ચંદુ દેશમુખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવીને 1989 થી 1998 સુધી સતત ચાર વખત બેઠક જીતી હતી. મનસુખ 1998 ની પેટાચૂંટણીથી વર્તમાન સાંસદ છે.
“આદિવાસી વિસ્તારોમાં લોકો પક્ષોને નહીં પરંતુ સ્થાનિક નેતાઓને મત આપે છે જેમની સાથે તેઓ ઓળખે છે. ચૈત્રને મનસુખભાઈની જગ્યાએ લેવાથી ફાયદો થશે, ખાસ કરીને જ્યારે કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઉતારશે નહીં અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી, જેમાંથી ચૈત્ર મૂળ રહે છે, તે વિખેરાઈ ગઈ છે…,” નેતાએ કહ્યું.
મનસુખ વસાવાનો વોટ શેર 2004 માં 44.01 ટકાથી વધીને 2019 ની લોકસભા ચૂંટણીમાં 55.47 ટકા થઈ ગયો છે. જો કે, ચૈતર વારંવાર હુમલો કરી કહી રહ્યો છે કે, મનસુખ વસાવા સાંસદ “આદિવાસીઓના વાસ્તવિક મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ ગયા છે, મનસુખ વસાવા પ્રદેશમાં ભાજપનો સૌથી મજબૂત આદિવાસી ચહેરો છે.
સાંસદ તરીકેના તેમના વર્તમાન કાર્યકાળ દરમિયાન, તેમણે અનેક પ્રસંગોએ ભાજપ સામે “વિરોધ” કર્યો હતો, જેમાં નર્મદા પરના 121 આદિવાસી ગામોને તોડી પાડવા સહિત પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના જાહેરનામાના વિરોધમાં 2020 માં પાર્ટીમાંથી રાજીનામું આપવા સહિતનો સમાવેશ થાય છે. જોકે, એક દિવસ બાદ તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું.
તાજેતરમાં, તેમણે અન્ય પક્ષોના નવા નેતાઓને હોદ્દા સોંપવાના પક્ષના નિર્ણયનો પણ “જોરદાર વિરોધ” કર્યો હોવાનું કહેવાય છે – એવું કહેવાય છે કે, તેમણે તેમની લાગણીઓ રાજ્યના પક્ષ પ્રમુખ સી આર પાટીલને જણાવી હતી.

ભરૂચ ભાજપમાં આંતરકલહ ગયા સપ્ટેમ્બરમાં ખુલ્લેઆમ બહાર આવ્યો હતો, જ્યારે મનસુખ વસાવા બે વર્તમાન ધારાસભ્યો સહિત ભાજપના ચાર નેતાઓ પર “તેમની સંભાવનાઓ બગાડવાનું કામ” કરવાનો આરોપ મૂક્યો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ઝગડિયાના નેતાઓ તેમના સ્થાને ચૂંટણી લડવા માટે ચૈતરને ભાજપમાં લાવવા માટે પક્ષના ટોચના નેતાઓ પર દબાણ કરી રહ્યા હતા. ચૈતરે પણ આવા જ દાવા કર્યા હતા કે, ભાજપ તેમના પર પાર્ટીમાં જોડાવા માટે દબાણ કરી રહ્યું છે.
મનસુખ વસાવાની તરફેણમાં તેમની સ્વચ્છ છબી કામ કરી ગઈ
પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, મનસુખની તરફેણમાં જે કામ કરી ગયું, તે તેમની “સ્વચ્છ છબી” છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “તેમનો સ્પષ્ટવક્તા સ્વભાવ ઘણીવાર પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બને છે પરંતુ, તે એક એવો ગુણ છે જે આદિવાસી મતદારો ઓળખે છે. વહીવટ વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદનો સિવાય, તેમની સામે કોઈ અન્ય ફરિયાદ આવી નથી.”
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024: ભાજપના પ્રથમ 195 ઉમેદવાર લિસ્ટમાં ગુજરાતના 15, દસ રિપીટ, પાંચ નવા ચહેરા
વાસ્તવમાં, તેમને વ્યવસાયિક સમુદાયોનો ટેકો છે, કારણ કે તે જાણીતું છે કે તે વ્યવસાયો પર પ્રભાવ અથવા દબાણ લાવવાનો પ્રયાસ કરતા નથી…”, તો મનસુખ વસાવાએ, લોકસભા માટે તેમના નામાંકનને “પક્ષ દ્વારા દર્શાવવામાં આવેલ વિશ્વાસ” તરીકે વર્ણવ્યું હતું, તેમણે મતવિસ્તારમાં તેમનું મતદાર સંપર્ક અભિયાન શરૂ કર્યું છે.





