Accident News : ભરૂચમાં દયાદરા - કેલોદ રોડ પર રોંગ સાઈટ આવતી ટ્રકે કારનો ભુક્કો બોલાવ્યો, અકસ્માતમાં 4 યુવકોના મોત

bharuch big accident, road accident, News updates : ભરૂચના દયાદરા-કેલોદ રોડ ઉપર રોંગ સાઇડમાં આવતા ટ્રકે કારને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કારના ભૂક્કા બોલાયા હતા. અને કારમાં બેઠેલા ચાર યુવકોના મોત નીપજ્યા હતા.

bharuch big accident, road accident, News updates : ભરૂચના દયાદરા-કેલોદ રોડ ઉપર રોંગ સાઇડમાં આવતા ટ્રકે કારને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કારના ભૂક્કા બોલાયા હતા. અને કારમાં બેઠેલા ચાર યુવકોના મોત નીપજ્યા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bharuch accident | Accident news | Google news |

ભરૂચ અકસ્માત

bharuch big accident, road accident, News updates : ગુજરાત સહિત દેશમાં દરરોજ માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે ગુજરાતના ભરૂચમાં પણ ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભરૂચના દયાદરા-કેલોદ રોડ ઉપર રોંગ સાઇડમાં આવતા ટ્રકે કારને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કારના ભૂક્કા બોલાયા હતા. અને કારમાં બેઠેલા ચાર યુવકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ભરૂચ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. અકસ્માત કેવી રીતે થયો, મૃતકોમાં કોણ કોણ છે સહિતની માહિતી માટે આ સમાચાર અંત સુધી વાંચો

Advertisment

ટ્રકની ટક્કરથી કારના ભૂક્કા બોલાયા

અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણએ ભરૂચમાં આવેલા દયાદરા - કેલોદ રોડ ઉપર ચાર યુવકો કાર લઈને જતાં હતા આ સમયે રોંગ સાઇટ આવી રહેલી ટ્રેક કારને ટક્કર મારી હતી. ટ્રેકની અડફેટે આવતા કાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળે મૂકીને ફરાર થયો હતો.

કારનું પતરું કામ મૃતદેહો બહરા કઢાયા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રકની ટક્કરના કારણે કારમાં ચારેય યુવકો ફસાયા હતા. યુવકોના મૃતદેહને બહાર કાઢવા માટે પતરા કાપવાની ફરજ પડી હતી. ચારે યુવકો આમોદ તાલુકાના સુડી ગામના રહેવાશી હતા. આ ચારે યુવકોની ઉંમર 19થી 25 વર્ષ વચ્ચે હતી. ચારે યુવકોના મોતના સમાચાર સાંભળીને પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.

અકસ્માતમાં મૃતકોના નામ

નામઉંમરગામ
મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન25 વર્ષસુડી
સાકીર યુસુફ પટેલ21 વર્ષ સુડી
ઓસામા રહેમાન પટેલ19 વર્ષસુડી
મહંમદ મકસુદ પટેલ20 વર્ષસુડી
Advertisment

આ પણ વાંચોઃ- ગુજરાતમાં બે મોટા રોડ અકસ્માતમાં 9 ના મોત : દાહોદ અકસ્માતમાં 6 ના મોત, સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર 3 ના મોત


કેવી રીતે બની ઘટના

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ટ્રક નંબર GJ 16 AW 0093 ના ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા પોતાન હાઇવા ટ્રકને રોન્ગ સાઇડ ઉપર હંકારી સામેથી આવતી અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 ની સાથે અથડાવી હતી. અકસ્માતના પગલે અલ્ટો કારમાં સવાર ચાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થયો હતો.

આ પણ વાંચોઃ- GPSC Recruitment Exam time table : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષાનો કાર્યક્રમ, ઓક્ટોબરમાં કઈ કઈ છે પરીક્ષા

સુરેન્દ્રનગરના ઝમર નજીક અકસ્માતમાં વધુ એકનું મોત

અન્ય એક અકસ્માતની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ઝમર નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકનું મોત થતાં અકસ્માતમાં મૃત્યુ આંક છ પર પહોંચ્યો હતો. પરિવારના ચાર સહિત કુલ 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ અકસ્માત ગુજરાત