ભાવનગર અકસ્માત : ત્રાપજ નજીક લક્ઝરી બસ ઊભેલા ડમ્પરમાં ધડાકાભેર ઘૂસી, 6 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

Bhavnagar accident : ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી. આ સમયે હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી.

Bhavnagar accident : ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી. આ સમયે હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bhavnagar accident

ભાવનગર અકસ્માત - photo - Social media

Bhavnagar Accident, ભાવનગર અકસ્માત : ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે વહેલી સવારે મોટા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. અહીં ત્રાપજ પાસે હાઈવે પર ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisment

હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પરમાં ધડાકાભેર ઘૂસી લક્ઝરી બસ

મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી. આ સમયે હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 20થી વધારે લોક ઈજાગ્રસ્ત

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે.

આ પણ વાંચોઃ- Year Ender 2024: ગુજરાત માટે વર્ષ 2024 નકલીની બોલબાલા, જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી, વાંચો ખાસ અહેવાલ

Advertisment

અડધી લક્ઝરી બસના ભુક્કા બોલાયા

ત્રાપજ પાસે હાઈવે પર સાઈડમાં ઊભેલા ડમ્પરમાં ધડાકાભેર લક્ઝરી બસ ઘૂસી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અડધી લક્ઝરી બસના ભુક્કા બોલાયા હતા. લક્ઝરી બસનો કચ્ચરગાણ નીકળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરતથી રાજુલા જઈ રહેલી બસ એપલ ટ્રાવેલ્સની બસ છે.

ભાવનગર અકસ્માત ગુજરાત