ભાવનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપનો દબદબો યથાવત્, નિમુબેન બાંભણિયાનો જંગી લીડથી વિજય

Bhavnagar Result Lok Sabha Election 2024 : ભાવનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 પરિણામ, ભાજપના નિમુબેન બાંબણિયાએ કોંગ્રેસ-આપના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે 4,55,289 મતોથી જીત મેળવી

Written by Kiran Mehta
Updated : June 05, 2024 16:20 IST
ભાવનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપનો દબદબો યથાવત્,  નિમુબેન બાંભણિયાનો જંગી લીડથી વિજય
ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના નિમુબેન બાંભણિયાએ જીત મેળવી

Bhavnagar Result 2024 Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. ભાવનગર બેઠક પર ભાજપના નિમુબેન બાંબણિયાએ કોંગ્રેસ-આપના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે 4,55,289 મતોથી જીત મેળવી હતી. નિમુબેનને 7,16,883 મતો મળ્યા હતા. જ્યારે આપ પાર્ટીના ઉમેશ મકવાણાને 2,61,594 મતો મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ભાજપના ભાવનગર ઉમેદવાર નિમુબેન બે વખત શહેર મેયર રહી ચુક્યા છે, સાથે પાંચ વર્ષ ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ડિરેક્ટર પદ પણ સંભાળી ચુક્યા છે, અને ઠાકોર કોળી સમાજનો મોટો ચહેરો પણ માનવામાં આવે છે, અને બીન વિવાદીત વ્યક્તિ છે. જ્યારે આપ ઉમેદવાર ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલને હરાવી બોટાદ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા બધાને ચોંકાવી દીધા હતા.

ભાવનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024: ભાજપ મજબૂત

ઉમેદવારપક્ષમળેલ મતહાર જીત
ઉમેશ મકવાણાઆપ2,61,594હાર
નીમુબેન બાંભણિયાભાજપ7,16,883 જીત

ભાવનગર લોકસભા બેઠક મતદાન

ભાવનગર બેઠકના મતદાનની વાત કરીએ તો, તાજેતર 2024માં 53.92 ટકા મતદાન નોંધાયું છે, તો 2019માં 59.05 ટકા, 2014માં 57.58 ટકા અને 2009માં 45.15ટકા મતદાન નોંધાયું હતુ. જો ભાવનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકોના મતદાનની વાત કરીએ તો, ભાવનગર ઈસ્ટમાં 59.86 ટકા મતદાન, ભાવનગર વેસ્ટમાં 55.87 ટકા, ભાવનગર ગ્રામ્યમાં 57.32 ટકા, બોટાદમાં 56.21 ટકા, ગઢડામાં 44.76 ટકા, પાલિતાણામાં 51.20 ટકા અને તળાજામાં 51.57 ટકા મતદાન નોંધાયું હતુ.

ભાવનગર લોકસભા બેઠક 2019 પરિણામ

ભાવનગર લોકસભા ચૂંટણી 2019 ના પરિણામ પર નજર કરીએ તો, ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળને 761,273 મત, તો કોંગ્રેસ ઉમેદવાર મનહરભાઈ પટેલને 2,31,754 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ 4,29,519 માર્જિન અને 31.65 ટકા વોટશેર સાથે જીત્યું હતુ.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
ડો. ભારતીબેન શિયાળભાજપ761,273જીત
મનહરભાઈ પટેલકોંગ્રેસ2,31,754હાર
ધરમસિંહ ધાપાવીપીઆરપી7,836હાર
NOTA16,383

ભાવનગર લોકસભા બેઠક 2014 પરિણામ

ભાવનગર લોકસભા બેઠક પરિણામ 2014 ની વાત કરીએ તો, ભાજપે ભારતીબેન શિયાળને જ ટિકિટ આપી હતી. તેમને 5,49,529 મત, તો કોંગ્રેસ ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડને 2,54,041 અને આપ નેતા ડો કનુભાઈ કાલસરિયાને 49,540 મત મળ્યા હતા. ભારતીબેન 2,95,488 મત અને 32.21 વોટશેર સાથે જીત્યા હતા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
ડો. ભારતીબેન શિયાળભાજપ5,49,529જીત
પ્રવિણભાઈ રાઠોડકોંગ્રેસ2,54,041હાર
ડો. કનુભાઈ કલસરિયાઆપ49,540હાર
NOTA9,590

ભાવનગર લોકસભા બેઠક 2009 પરિણામ

2009 ની લોકસભા ચૂંટણીના ભાવનગરના પરિણામને યાદ કરીએ તો, તે સમયે ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાણા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર મહાવીર સિંહ ગોહિલ વચ્ચે જંગ હતો. જેમાં રાજેન્દ્રસિંહ રાણાને 2,13,358 મત, મહાવીરસિંહ ગોહિલને 2,07,446 મત અને એમજેપી પાર્ટીના ગોરધન ઝડફિયાને 1,56,570 મત મળ્યા હતા. જેઓ પાછળથી ભાજપમાં જોડાઈ ગયા.

ઉમેદવારપાર્ટીકેટલા મત મળ્યાજીત-હાર
રાજેન્દ્રસિંહ રાણાભાજપ2,13,358જીત
મહાવીરસિંહ ગોહિલકોંગ્રેસ2,07,446હાર
ગોરધન ઝડફિયાએમ.જે.પી.1,56,570હાર

ભાવનગર લોકસભા બેઠક પરિણામ ઈતિહાસ

ભાવનગર લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો, ભાવનગર બેઠક પર 1952 થી અત્યાર સુધીમાં 18 વખત ચૂંટણી થઈ ચુકી છે. જેમાં આઠ વખત કોંગ્રેસની જીત, 1-1 વાર પ્રજા સોશિયલ પાર્ટી અને જનતા પાર્ટી તો 1991 થી સળંગ 33 વર્ષથી 8 વખતથી ભાજપ પાર્ટી ચૂંટણી આવી રહી છે.

વર્ષઉમેદવારપાર્ટી
1952ચિમનલાલ શાહકોંગ્રેસ
1957બલવંતરાય મહેતાકોંગ્રેસ
1962જશવંત મહેતાપ્રજા સોશિયલ પાર્ટી
1967જીવરાજ મહેતાકોંગ્રેસ
1969પ્રસન્નભાઈ મહેતાકોંગ્રેસ
1971પ્રસન્નભાઈ મહેતાકોંગ્રેસ
1977પ્રસન્નભાઈ મહેતાજનતા પાર્ટી
1980ગીગાભાઈ ગોહિલકોંગ્રેસ (આઈ)
1984ગીગાભાઈ ગોહિલકોંગ્રેસ
1989શશિભાઈ જામોદકોંગ્રેસ
1991મહાવીર ગોહિલભાજપ
1996રાજેન્દ્રસિંહ રાણાભાજપ
1998રાજેન્દ્રસિંહ રાણાભાજપ
1999રાજેન્દ્રસિંહ રાણાભાજપ
2004રાજેન્દ્રસિંહ રાણાભાજપ
2009રાજેન્દ્રસિંહ રાણાભાજપ
2014ભારતીબેન શિયાળભાજપ
2019ભારતીબેન શિયાળભાજપ

લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં હતા

ભાવનગર લોકસભા બેઠક પર 2024 ની ચૂંટણીમાં 13 ઉમેદવારો મેદાનમાં હતા, જોકે ખરો જંગ ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા અને આપ ઉમેદવાર ઉમેશ મકવાણા વચ્ચે છે.

ક્રમઉમેદવારપાર્ટી
1ઉમેશ મકવાણાઆમ આદમી પાર્ટી
2દિનેશભાઈ રાઠોડબસપા
3નિમુબેન બાંંભણિયાભાજપા
4અનિલભાઈ ચાવડાસ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી
5શ્રી ટીડાભાઈ દેવશીભાઈગુજરાત સર્વ સમાજ પાર્ટી
6રાજેશકુમાર પરમારન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
7ભૂપતભાઈ વાળારાઈટ ટુ રિકોલ પાર્ટી
8સાગરભાઈ કલાણીયાઆપકી આવાજ પાર્ટી
9નરેશભાઈ રાઠોડઅપક્ષ
10ભગવતીબેન બ્રહ્મક્ષત્રિયઅપક્ષ
11મૂળશંકરભાઈ ચૌહાણઅપક્ષ
12સંજયભાઈ મકવાણાઅપક્ષ
13હર્ષ ગોકલાણીઅપક્ષ

આ પણ વાંચો – શોભના બારૈયા ભાજપની આશા પર ખરા ઉતર્યા, તુષાર ચૌધરી સામે જીત મેળવી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024 માં ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ગઠબંધન સાથે ચૂંટણી લડી હતી. જેથી આ બેઠક પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર મેદાનમાં ન હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ