ગુજરાત શપથ ગ્રહણ: ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બન્યા 16 મંત્રી, કયા સમાજનું જોવા મળ્યું પ્રભુત્વ, જાણો

Bhupendra Patel government : ભુપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા

Bhupendra Patel government : ભુપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ભૂપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા (Express Photo by Nirmal Harindran)

Gujarat Oath Taking Ceremony Gujarat Cabinet : ભૂપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. મંત્રી મંડળમાં કયા સમાજમાંથી કોને સ્થાન મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ.

Advertisment

મંત્રીમંડળની વાત કરવામાં આવે તે મુખ્યમંત્રી સહિત 4 પાટીદારને સ્થાન મળ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેષ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફૂલ પાનસેરીયાનો સમાવેશ થાય છે. 7 ઓબીસીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, પરસોત્તમ સોલંકી, ભીખુસિંહ પરમાર, મુકેશ જીણાભાઈ પટેલ, બચુ ખાવડ અને જગદીશ વિશ્વકર્મા સામેલ છે.

આ સિવાય 2 આદિવાસીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં કુબેરભાઈ ડિંડોર અને કુંવરજી હળપતિનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત એક બ્રાહ્મણ કનુભાઈ દેસાઈ, એક ક્ષત્રિય બળવંત સિંહ રાજપૂત, એક દલિત ભાનુબેન બાબરીયા અને એક જૈન હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - ગુજરાત શપથ ગ્રહણ સમારોહ : સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલે, મંત્રી મંડળ માટે આ નેતાઓએ લીધા શપથ

Advertisment

કયા સમાજનું જોવા મળ્યું પ્રભુત્વ

મંત્રીનું નામબેઠકજ્ઞાતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઘાટલોડિયાપાટીદાર
ઋષિકેશ પટેલવિસનગરપાટીદાર
કનુભાઇ દેસાઇપારડીબ્રાહ્મણ
બળવંતસિંહ રાજપૂતસિદ્ધપુરક્ષત્રિય
રાઘવજી પટેલજામનગર ગ્રામ્યપાટીદાર
કુંવરજી બાવળીયાજસદણઓબીસી
ભાનુબેન બાબરિયારાજકોટ ગ્રામ્યદલિત
મુુળુભાઇ બેરાખંભાળીયાઓબીસી
કુબેરભાઇ ડિંડોરસંતરામપુરઆદિવાસી
હર્ષ સંઘવીમજૂરાજૈન
જગદીશ વિશ્વકર્માનિકોલઓબીસી
પરસોત્તમ સોલંકીભાવનગર ગ્રામ્યઓબીસી
બચુભાઇ ખાબડદેવગઢ બારિયાઓબીસી
મુકેશભાઇ પટેલઓલપાડઓબીસી
પ્રફૂલ પાનસેરીયાકામરેજપાટીદાર
ભીખુસિંહ પરમારમોડાસાઓબીસી
કુંવરજી હળપતિમાંડવીઆદિવાસી
Bhupendra Patel Express Exclusive gujarat election 2022 ગુજરાત ચૂંટણી 2022 ચૂંટણી પરિણામ 2022 ભાજપ