Gujarat Oath Taking Ceremony Gujarat Cabinet : ભૂપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. મંત્રી મંડળમાં કયા સમાજમાંથી કોને સ્થાન મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ.
મંત્રીમંડળની વાત કરવામાં આવે તે મુખ્યમંત્રી સહિત 4 પાટીદારને સ્થાન મળ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેષ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફૂલ પાનસેરીયાનો સમાવેશ થાય છે. 7 ઓબીસીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, પરસોત્તમ સોલંકી, ભીખુસિંહ પરમાર, મુકેશ જીણાભાઈ પટેલ, બચુ ખાવડ અને જગદીશ વિશ્વકર્મા સામેલ છે.
આ સિવાય 2 આદિવાસીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં કુબેરભાઈ ડિંડોર અને કુંવરજી હળપતિનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત એક બ્રાહ્મણ કનુભાઈ દેસાઈ, એક ક્ષત્રિય બળવંત સિંહ રાજપૂત, એક દલિત ભાનુબેન બાબરીયા અને એક જૈન હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ગુજરાત શપથ ગ્રહણ સમારોહ : સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલે, મંત્રી મંડળ માટે આ નેતાઓએ લીધા શપથ
કયા સમાજનું જોવા મળ્યું પ્રભુત્વ
મંત્રીનું નામ | બેઠક | જ્ઞાતિ |
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ | ઘાટલોડિયા | પાટીદાર |
ઋષિકેશ પટેલ | વિસનગર | પાટીદાર |
કનુભાઇ દેસાઇ | પારડી | બ્રાહ્મણ |
બળવંતસિંહ રાજપૂત | સિદ્ધપુર | ક્ષત્રિય |
રાઘવજી પટેલ | જામનગર ગ્રામ્ય | પાટીદાર |
કુંવરજી બાવળીયા | જસદણ | ઓબીસી |
ભાનુબેન બાબરિયા | રાજકોટ ગ્રામ્ય | દલિત |
મુુળુભાઇ બેરા | ખંભાળીયા | ઓબીસી |
કુબેરભાઇ ડિંડોર | સંતરામપુર | આદિવાસી |
હર્ષ સંઘવી | મજૂરા | જૈન |
જગદીશ વિશ્વકર્મા | નિકોલ | ઓબીસી |
પરસોત્તમ સોલંકી | ભાવનગર ગ્રામ્ય | ઓબીસી |
બચુભાઇ ખાબડ | દેવગઢ બારિયા | ઓબીસી |
મુકેશભાઇ પટેલ | ઓલપાડ | ઓબીસી |
પ્રફૂલ પાનસેરીયા | કામરેજ | પાટીદાર |
ભીખુસિંહ પરમાર | મોડાસા | ઓબીસી |
કુંવરજી હળપતિ | માંડવી | આદિવાસી |