ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત, કાલે શુક્રવારે નવા મંત્રીઓ શપથ લેશે, કોણ IN કોણ OUT?

Gujarat Cabinet Expansion in gujarati : ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થયાની માહિતી મળી રહી છે.. આવતી કાલે 17 ઓક્ટોબર 2025, ગુરુવારે સવારે 11.30 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે.

Written by Ankit Patel
Updated : October 16, 2025 10:08 IST
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત, કાલે શુક્રવારે નવા મંત્રીઓ શપથ લેશે, કોણ IN કોણ OUT?
ગુજરાત સરકાર નવું મંત્રીમંડળ - photo- social media

Gujarat Cabinet Expansion : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ભૂપેન્દ્ર પટેલના આગેવાની હેઠળના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે આ ચર્ચાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થયાની માહિતી મળી રહી છે. આવતી કાલે 17 ઓક્ટોબર 2025, ગુરુવારે સવારે 11.30 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે. રાજ્યપાલ નવા 14થી 16 નવા ચહેરાઓને શપથ લેવડાવશે. જોકે, હજી સુધી નવા મંત્રીઓના નામની જાહેરાત થઈ નથી.

એવો અંદાજ છે કે તેમાંથી 10 થી 11 ને દૂર કરવામાં આવી શકે છે. દરમિયાન 14 થી 16 નવા ધારાસભ્યોનો સમાવેશ થાય તેવી શક્યતા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસારિયાને પ્રમોશન મળી શકે છે, જ્યારે જીતુ વાઘાણી, રીવાબા જાડેજા અને જયેશ રાદડિયા જેવા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે ગયા સોમવારે સાંજે યોજાયેલી બેઠકોમાં નવા મંત્રીમંડળનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. વિસ્તરણ પછી તરત જ નવી મંત્રીમંડળની બેઠક થવાની અપેક્ષા છે, જ્યાં પોર્ટફોલિયો ફાળવણી થઈ શકે છે.

રાજ્યપાલનો મુંબઈનો કાર્યક્રમ રદ કરાયો

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે કારણ કે શુક્રવારનો રાજ્યપાલનો મુંબઈનો કાર્યક્રમ કરાયો રદ કરવામાં આવ્યો છે. રાજ્યપાલ મહાત્મા મંદિર ખાતે શુક્રવારે વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓને શપથ લેવડાવશે.

આ પણ વાંચો: દિવાળીના લાંબા વેકેશનમાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ પ્રવાસન સ્થળો

આ મંત્રીઓની બાદબાકી થાય તેવી શક્યતા

  • બચુ ખાબડ
  • પરષોત્તમ સોલંકી
  • ભાનુબેન બાબરીયા
  • કુબેર ડીંડોર
  • મુળું બેરા
  • કુંવરજી હળપતિ
  • રાઘવજી પટેલ
  • કનુ દેસાઈ
  • મુકેશ પટેલ
  • ભીખુસિંહ પરમાર

આ મંત્રીઓને યથાવત રાખવાની શક્યતા

  • કુંવરજી બાવળિયા
  • બળવંતસિંહ રાજપૂત
  • હર્ષ સંઘવી
  • ઋષિકેશ પટેલ
  • પ્રફુલ પાનસરીયા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ