/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bhavnagar-bus-accident.jpg)
અકસ્માતગ્રસ્ત બસની તસવીર - (Photo credit - social media)
Gujarat bus accident in Rajasthan : ગુજરાતની બસને રાજસ્થાનના ભરતપુર પાસે ભારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક સાથે 11 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ભાવનગરથી શ્રદ્ધાળુઓને લઈને મથુરા જતાં બસને રાજસ્થાનના ભરતપુર પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે સ્થાનિક લોકો એકઠાં થયા હતા. અને પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરથી શ્રદ્ધાળુઓ ભરેલી બસ મથુરા જઈ રહી હતી. જોકે, આ બસ રાજસ્થાનના ભરતપુર પાસે આગ્રા જયપુર નેશનલ હાઇવે 21 પર હંતારા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આશરે 5.30 વાગ્યે બસની ડિઝલ પાઇપ ફાટતા બસ ઉભી રાખીને ડ્રાઇવર અને તેના સાથીઓ સરખી કર રહ્યા હતા. અને શ્રદ્ધાળુઓ પણ બસમાંથી ઉતરીને રસ્તા પાસે ઉભા હતા. ડ્રાઇવર અને તેમના સાથી બસને સરખી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઊભેલા લોકોને પણ કચડી નાંખ્યા હતા.
ગમખ્વાર અકસ્માતના પગલે હાઇવે પર લાશોનો ઢગલો થઈ ગયો હતો. હાઇવે પરથી પસાર થતાં લોકોએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી. અને મદદ મંગાવી હતી. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા હતા. સાથે જ હાઈવે પર પણ જામ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ-Accident photos : ભાવનગરની બસમો રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, 11ના મોત, હચમચી જવાય એવી તસવીરો
પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે. લખનપુર પોલીસના જણાવ્યા મુજબ મૃતકોમાં લાલજીભાઈ (55), મયુરભાઈ (68), ભીખાભાઈ, લલ્લુભાઈ, મનજીભાઈ, અંબાબેન, કમ્બુબેન, મધુબેન, અંજૂબેન, મધુબેન ચૂડાસમા સામેલ છે. બધા જ લોકો ગુજરાતના ભાવનગરના ડીહોરી ગામનાં નિવાસી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us