Avinash Nair : બિહારમાં લગભગ એક વર્ષમાં બે વખત નિર્માણાધીન પુલ તૂટી પડવાની ઘટનાએ ભારે ચિંતા ઉભી કરી છે. રાજ્યના ભાગલપુર જિલ્લામાં અગુવાની-સુલતાનગંજ ગંગા પુલનો એક ભાગ જે 1,760 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, તે રવિવારે તૂટી પડ્યો હતો. બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠાવવા સાથે સોશિયલ મીડિયા પર વિઝ્યુઅલ્સ વ્યાપકપણે શેર કરવામાં આવ્યા હતા.
સરકારી અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ગંગા નદી પર બિહાર બ્રિજનું નિર્માણ કરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ દ્વારકામાં બિગ-ટિકિટ સિગ્નેચર બ્રિજ પ્રોજેક્ટ ઉપરાંત ગુજરાતમાં અન્ય બે પ્રોજેક્ટ માટે પણ કોન્ટ્રાક્ટર છે. SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતમાં પ્રોજેક્ટ્સ જે હવે સ્કેનર હેઠળ છે, તે પૂર્ણતાને આરે છે.
બેટ દ્વારકા ટાપુ અને ઓખાને જોડતો ફોર-લેન કેબલ-સ્ટેડ સિગ્નેચર બ્રિજ
કંપની મુખ્ય ભૂમિ પર બેટ દ્વારકા ટાપુ અને ઓખાને જોડતો સમુદ્ર પર રૂ. 962 કરોડનો ફોર-લેન કેબલ-સ્ટેડ સિગ્નેચર બ્રિજ બનાવી રહી છે. દરિયાઈ પુલનું બાંધકામ – જે 900 મીટરના કેબલ સ્ટે સ્પેન સાથે લગભગ 2,452 મીટર લંબાઈ ધરાવે છે. જેનું કામ 2017 માં શરૂ થયું હતું. તેના તોરણો 150 મીટરની ઊંચાઈ સુધી પહોંચશે અને બે વાહનોની લેન અને વોકવેને સપોર્ટ કરશે.
બિહારની ઘટના બાદ ગુજરાતમાં કંપની દ્વારા બાંધવામાં આવેલા પુલની સમીક્ષા કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગ (R&B)ના સચિવ એસ.બી. વસાવાએ જણાવ્યું હતું કે, “બેટ દ્વારકા પુલ પૂર્ણ થવાના આરે છે. (બિહારમાં) બનેલી ઘટના વિશે અમને સ્પષ્ટ ખ્યાલ નથી. જો કંઈક પ્રતિકૂળ આવે તો અમે તેના વિશે વિચારી શકીએ છીએ. આ પુલ નવા નેશનલ હાઈવે-51ના ભાગ રૂપે બનાવવામાં આવ્યો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મને રવિવારની ઘટના અંગે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પણ પગલાં લેવાની ખાતરી આપી છે.
નોંધનીય રીતે એક અહેવાલમાં 29 માર્ચે ગુજરાત વિધાનસભામાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ જણાવ્યું હતું કે સિગ્નેચર બ્રિજ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં બાંધવામાં આવ્યો હોવા છતાં તેને પર્યાવરણીય મંજૂરી નથી.
SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ પણ વડોદરાના સિનોર તાલુકામાં નર્મદા નદી પર રૂ. 180 કરોડનો પુલ બનાવી રહી છે. આ બ્રિજ ડભોઈ-સિનોર-માલસર-આસા રોડનો એક ભાગ છે જેના માટે R&B વિભાગે 2018માં ટેન્ડર બહાર પાડ્યું હતું.
વસાવાએ ઉમેર્યું હતું કે “જ્યારે અમે ટેન્ડર આપીએ છીએ, ત્યારે અમે કોઈપણ પ્રતિકૂળ વિકાસ સહિત કંપનીના ઓળખપત્રો તપાસીએ છીએ. નર્મદા પરના બ્રિજનું કામ ત્રણ વર્ષ પહેલા આપવામાં આવ્યું હતું અને ત્યારપછી પેઢી સામે કંઈ થયું ન હતું. નર્મદા બ્રિજનું સુપરસ્ટ્રક્ચર હવે પૂર્ણ થયું છે. માત્ર ફિનિશિંગ કામ બાકી છે.”આ પણ વાંચોઃ- Gujarat Smart Cities projects : ગુજરાતમાં ₹3510 કરોડના 63 સ્માર્ટ સિટી પ્રોજેકટમાં વિલંબ; સૌથી વધુ અધુરા પ્રોજેક્ટ રાજકોટ, દાહોદ અને ગાંધીનગરમાં
નર્મદા પરના પુલની કુલ લંબાઈ લગભગ 900 મીટર છે. બ્રિજ ઉપરાંત, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) દ્વારા સુરત મેટ્રોના ફેઝ-1 બાંધકામ હેઠળ 11.6 કિમી એલિવેટેડ વાયડક્ટ અને 10 મેટ્રો સ્ટેશન બનાવવા માટે SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડની પણ પસંદગી કરવામાં આવી છે .
કંપની રૂ. 780 કરોડમાં સદભાવ એન્જિનિયરિંગ લિમિટેડ સાથેના સંયુક્ત સાહસમાં કાદરશાની નાલથી ડ્રીમ સિટી સુધીનો આ વિસ્તાર બનાવી રહી છે. પ્રોજેક્ટના મેટ્રો સ્ટેશનોમાં કાદરશાની નાલ, મજુરા ગેટ, રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, અલથાણ ગામ, વીઆઈપી રોડ, વુમન આઈટીઆઈ, ભીમરાડ, કન્વેન્શન સેન્ટર અને ડ્રીમ સિટીનો સમાવેશ થાય છે, જ્યાં ડાયમંડ બોર્સ આવી રહ્યો છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો