સોહિની ઘોષઃ 2002 ગોધરા કાંડ સમયે બિલકિસ બાનો સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી હતી. જોકે, આ અંગે થયેલી અરજી બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંધનામું રજૂ કર્યું હતું. જે સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગ્યું નહીં. જોકે, 2002ના બિલકિસ બનો કેસમાં ઉમર કેદની સજા મેળવનાર 11 દોષિઓ પૈકી 10 દોષિઓ પેરોલ, ફરલો, કામચલાઉ જામીન પર 1000 દિવસથી વધારે જેલમાંથી બહાર રહ્યા હતા. જ્યારે 11મો દોષિત 998 દિવસ માટે જેલમાંથી બહાર રહ્યો હતો. આ તમામને સારા વ્યવહાર માટે જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે આ તમામને મુક્ત કર્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા ગુજરાત સરકારના એફિડેવિટ અનુસાર રમેશ ચંદના (58) 1576 દિવસ માટે પહાર હતા. જેમાં પેરોલના કુલ 1198 દિવસ અને ફર્લોના 378 દિવસ આમ 11 દોષિઓમાં સૌથી વધારે જેલમાંથી બહાર રહ્યા હતા.
કસ્ટડીમાંથી અસ્થાયી રૂપથી મુક્તિ છે પેરોલ અને ફર્લો
સામાન્ય રીતે એક મહિનાથી વધારે, અલ્પકાલિક કારાવાસના મામલામાં એક વિશિષ્ટ કારણ માટે પેરોલ આપવામાં આવે છે જ્યારે લાંબા સમયની સજામાં ન્યૂનતમ અવધિની સેવા બાદ સામાન્ય રીતે વધુમાં વધુ 14 દિવસ માટે પેરોલ આપવામાં આવે છે. જ્યારે ફર્લો માંગવા માટે કોઈ કારણ જરુરૂ નથી. આ કેદીને કોઈ કાયાકીય અધિકાર પ્રદાન કરતું નથી.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ
સોમવારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બિલકિસ બાનો મામલામાં 11 દોષિઓને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ 14 વર્ષ કે તેથી વધારે સમય જેલમાં હતા. તેમનો વ્યવહાર સારો હતો. કેન્દ્ર સરકારે પણ આ અંગે મંજૂરી આપી હતી.
દકેદીઓને આપવામાં આવેલી મુક્તિને પડકારતી અરજીના જવાબમાં દાખલ સરકારના એફિડેવિટમ પ્રમાણે માર્ચ 2021માં પોલીસ અધીક્ષક, સીબીઆઈ, વિશેષ અપરાધ શાખા, મુંબઈ અને વિશેષ સિવિલ ન્યાયાધીશ (સીબીઆઈ), સિટી સિવિલ એન્ડ સેશંસ કોર્ટ, ગ્રેટર બોમ્બેએ કેદીઓની મુક્તિનો વિરોધ કર્યો હતો.
શું બની હતી ઘટના?
ગુજરાતમાં 2002ની હિંસા દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકામાં 3 માર્ચ 2002ના દિવસે ટોળા દ્વારા મારી નાખવામાં આવેલા 14 પૈકી એક બિલકિસ સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. અને એ સમયે બિસકિસ ગર્ભવતી હતી.
જેલમાં દોષિઓનો વ્યવહાર સારો રહ્યો
જેલ સલાહકાર સમિતિએ 11 દોષિઓની મુક્તિ માટે સહમતિ આપતા નોંધ્યું હતું કે કેદીઓએ 14 વર્ષ જેલમાં પુરા કરવા અને ગોધરા જિલ્લા સબ જેલ તંત્રની ટિપ્પણીના કારણે નિર્ણય લેવાયો હતો. કેદીઓનો વ્યવહાર જેલમાં સારો રહ્યો હતો. જોકે, ચંદનાએ પોતાની મુક્તિ પહેલા પેરોલ અને ફર્લો ઉપર જેલની બહાર ચાર વર્ષથી વધારે સમય બહાર ગાળ્યા હતા. જાન્યુઆરી અને જૂન 2015 વચ્ચે 14 દિવસની રજા 136 દિવસમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે તે 122 દિવસ મોડો હાજર થયો હતો.
દોષિઓ સરેરાશ 1176 દિવસ જેલમાંથી બહાર હતા
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટના વિવરણમાં એ સ્પષ્ટ થાય છે કે 11 દોષિઓને ફર્લો, પેરોલ અને કામચલાઉ જામીન અંતર્ગત સરેરાશ 1176 દિવસ રજા મળી હતી. જેમાંથી એક 57 વર્ષીય બકાભાઈ વહોનિયા કુલ 998 દિવસ માટે જેલમાંથી બહાર હા.
રાજુભાઈ સોની (58) સપ્ટેમ્બર 2013 અને જુલાઈ 2014 વચ્ચે 197 દિવસ મોડા આત્મસમર્પણ સાથે કુલ 1348 દિવસ બહાર હતા. નાસિક જેલમાં સોનીને કુલ 90 દિવસ પેરોલ મળ્યા હતા જોકે તેઓ મોડા રજૂ થતાં 287 દિવસની છુટ્ટીમાં ફેરવાઈ.
11 દોષિતો પૈકી સૌથી જુના જસવંત નાયી (ઉં.65) 2015માં નાસિક જેલમાં 75 દિવસ મોડા આત્મસમર્પણની સાથે કુલ 1169 દિવસ માટે જેલમાંથી બહાર હતા. ઑગસ્ટમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે 11 દોષિતો તેમની જેલની મુદત દરમિયાન સતત પેરોલ અને ફર્લો પર બહાર રહ્યા હતા, જે દરમિયાન કેસના ઘણા સાક્ષીઓએ ધમકીઓની ફરિયાદ કરી હતી.
મામલો ન્યાયાધીશ છે, હું ટિપ્પણી કરી શકતો નથી: ગૃહ સચિવ
દાહોદ એસપી એકલા નહોતા. સીબીઆઈ અને મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ ઉપરાંત દાહોદ કલેક્ટર, એડિશનલ ડીજીપી (જેલ) અને ગોધરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે પણ વાંધો ઉઠાવ્યો હતો. ગૃહ મંત્રાલયની મંજૂરી અને અભિપ્રાય મેળવવા માટે ગુજરાતના ગૃહ વિભાગે માત્ર એટલું જ જણાવ્યું કે રાજ્ય સરકાર કલેક્ટરની આગેવાની હેઠળની જેલ સલાહકાર સમિતિની ભલામણ સાથે સંમત છે. અને 10માંથી 9 સભ્યોએ વહેલી તકે ભલામણ કરી હતી. રાજ્યના સચિવ (ગૃહ), રાજ કુમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સરકારે કોર્ટ સમક્ષ શપથ પર તથ્યો પહેલેથી જ મૂક્યા છે. “આ મામલો ન્યાયાધીન છે અને હું તેના પર વધુ ટિપ્પણી કરી શકતો નથી,”
રાજ્ય સચિવ (ગૃહ), રાજ કુમારે ધ ઇન્ડિય એક્સપ્રેસને જણાવ્યું હતું કે સરકારે પહેલા જ કોર્ટ સમક્ષ પોતાના એફિડેવિટમાં તથ્યો રાખ્યા છે. તેમણે કહ્યું કે મામલો વિચારાધીન છે અને હું આ પર આગળ કોઈ ટિપ્પણી ન કરી શકુ.