Biparjoy Cyclone Update: ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો
- અમદાવાદ – 079-27560511
- અમરેલી – 02792-230735
- આણંદ – 02692-243222
- અરવલ્લી – 02774-250221
- બનાસકાંઠા – 02742-250627
- ભરૂચ – 02642-242300
- ભાવનગર – 0278-2521554/55
- બોટાદ – 02849-271340/41
- છોટાઉદેપુર – 02669-233012/21
- દાહોદ – 02673-239123
- ડાંગ – 02631-220347
- દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
- ગાંધીનગર – 079-23256639
- ગીર સોમનાથ – 02876-240063
- જામનગર – 0288-2553404
- જૂનાગઢ – 0285-2633446/2633448
- ખેડા – 0268-2553356
- કચ્છ – 02832-250923
- મહીસાગર – 02674-252300
- મહેસાણા – 02762-222220/222299
- મોરબી – 02822-243300
- નર્મદા – 02640-224001
- નવસારી – 02637-259401
- પંચમહાલ – 02672-242536
- પાટણ – 02766-224830
- પોરબંદર – 0286-2220800/801
- રાજકોટ – 0281-2471573
- સાબરકાંઠા – 02772-249039
- સુરેન્દ્રનગર – 02752-283400
- સુરત – 0261-2663200
- તાપી – 02626-224460
- વડોદરા – 0265-2427592
- વલસાડ – 02632-243238
આ પણ વાંચો – વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
15 જૂને જખૌ બંદરે ટકરાશે
બિપરજોય ચક્રવાત 15 જૂને બપોરે જખૌ બંદરે ટકરાશે. આ સમયે વાવાઝોડાની પવનની સ્પીડ લગભગ 125થી 135 કિમીની રહી શકે છે. અંદાજીત 12 કલાક કચ્છની ધરતીને બિપરજોય વાવાઝોડું ઘમરોળી શકે છે.
16 જૂને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે
ત્યારબાદ કચ્છ સરહદેથી પાકિસ્તાન થઈ રાજસ્થાનમાં શુક્રવારે સવારે 10થી 11ના સમયે પ્રવેશ કરશે, આ સમયે તે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં તેની અસર જોવા મળશે, જેને પગલે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડી શકે છે.
20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અને સમીક્ષા બેઠકમાં ચર્ચાયેલી બાબતોની વિગતો આપતા કહ્યું હતું કે કેઝુઆલિટી અને નુકસાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.