/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/cyclone-biparjoy1.jpg)
25 વર્ષ પછી ગુજરાતના દરિયા કિનારે જૂનમાં ચક્રવાતનું સંકટ આવ્યું છે (તસવીર - આઈએમડી)
અંજલિ મારાર: 25 વર્ષ પછી ગુજરાતના દરિયા કિનારે જૂનમાં ચક્રવાતનું સંકટ આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ બિપરજોય ગંભીર (48-63 કિમી/કલાકની પવનની ઝડપ) અથવા ઉચ્ચ શ્રેણીનું માત્ર પાંચમું ચક્રવાત છે. ડેટા સૂચવે છે કે 58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું બિપરજોય એકમાત્ર ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત છે.
અત્યંત ગંભીર ચક્રવાત બિપરજોય (પવનની ગતિ 90–119 કિલોમીટર/કલાક) ગુરુવારે (15 જૂન) બપોર સુધીમાં ગુજરાતના જખૌ બંદર નજીક માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ અને પાકિસ્તાનને પાર કરી જાય તેવી સંભાવના છે. આ કારણે મહત્તમ 125–135 કિલોમીટર/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી આઇએમડીએ કરી છે. હવામાન વિભાગના તાજેતરના ચક્રવાત અપડેટમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે સવારે 8.30 વાગ્યે બિપરજોય પોરબંદરથી 320 કિલોમીટર, દ્વારકાથી 360 કિલોમીટર, જખૌ બંદરથી 440 કિલોમીટર, નલિયાથી 440 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે.
આઇએમડીના ચક્રવાત એટલાસે જણાવ્યું હતું કે 1891થી ગંભીર કેટેગરીના માત્ર પાંચ ચક્રવાત (પવનની ગતિ 89 - 117 કિલોમીટર /કલાક) જૂનમાં ગુજરાતમાં લેન્ડફોલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ 1900 પછીના છે. આ ગંભીર અથવા વધુ તીવ્રતાવાળા ચક્રવાત 1920, 1961, 1964, 1996 અને 1998 દરમિયાન આવ્યા હતા. આઇએમડીના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 132 વર્ષ દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલા 16 ડિપ્રેશન અને ચક્રવાતો ગુજરાતમાં પહોંચ્યા છે.
ચક્રવાતના નામ રાખવાની પહેલ એ થોડા વર્ષોથી અમલમાં આવી છે. 100 કિ.મી./કલાકની ઝડપ સાથે પવન ફૂંકાતા ગંભીર ચક્રવાતે 18 જૂન 1996ના રોજ દીવની નજીક લેન્ડફોલ કર્યું હતું. આ પછી અત્યંત ગંભીર ચક્રવાત તરીકે વધુ એક વાવાઝોડું ત્રાટક્યું હતું. 9 જૂન 1998ના રોજ પોરબંદર નજીક 166 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
આ પણ વાંચો - બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી, જાણો કેમ
ચક્રવાત બિપરજોયને જે ખાસ બનાવે છે તે ગયા અઠવાડિયાથી સમુદ્રમાં તેની તીવ્રતા અને ગતિ છે. ઉત્તર હિંદ મહાસાગર બેસિન મે અને નવેમ્બર મહિનામાં મહત્તમ સાયક્લોજેનેસિસ જોવા મળે છે. જૂનએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતનો મહિનો હોવાથી આ બેસિનમાં ચક્રવાતના વિકાસ માટેની પરિસ્થિતિઓ સામાન્ય રીતે અનુકૂળ નથી. આ મુખ્યત્વે ચોમાસાના પવન પ્રવાહના પ્રભુત્વને કારણે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/cyclone-biparjoy-2.jpg)
આઇએમડીના જણાવ્યા અનુસાર ડિપ્રેશન જૂનમાં ગંભીર ચક્રવાત અથવા તેનાથી વધુ તીવ્ર બનવાની સંભાવના લગભગ 35 ટકા છે. તે પણ સમગ્ર દેશમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રને એકસાથે મુકવામાં આવે છે. આ જ કારણ છે કે, અગાઉ માત્ર બે જ ચક્રવાતો આવ્યા હતા - 1977 અને 1998માં. જે અત્યંત ગંભીર શ્રેણીમાં તીવ્ર બન્યા હતા અને બિપરજોય આ યાદીમાં સામેલ છે.
ભારતનો પૂર્વીય દરિયાકિનારો ચક્રવાતો માટે અત્યંત સંવેદનશીલ છે. જ્યારે પશ્ચિમ કિનારા પરના કેટલાક જિલ્લાઓ ખાસ કરીને કેરળ, કોંકણ-ગોવા, ઉત્તર કોંકણ અને ગુજરાત પણ ચક્રવાતનો ભોગ બને તેટલું જ જોખમ ધરાવે છે. પરંતુ અરબી સમુદ્રમાં રચાયેલા ચક્રવાતોની એકંદર સંખ્યા (સરેરાશ 1) એક વર્ષમાં બંગાળની ખાડીમાં (સરેરાશ 3) રચાતા ચક્રવાતોની સંખ્યા કરતા ઓછી હોવાથી પશ્ચિમ કિનારાને ઓછી અસર થાય છે.
આઇએમડીએ ભારતમાં દરિયાકિનારાથી 100 કિલોમીટરની રેન્જમાં આવેલા 24 પડોશી જિલ્લાઓની સાથે 72 દરિયાકિનારાના જિલ્લાઓની ઓળખ કરી છે. જે ચક્રવાતના જોખમ અને મહત્તમ સંભવિત પવન, વરસાદ અને અન્ય અસરોના આધારે ચક્રવાત માટે સૌથી વધુ સંવેદનશીલ છે. આ જિલ્લાઓને 'ખૂબ જ ઉચ્ચ' સંભવિત (12), 'અત્યંત' સંભવિત (41), 'મધ્યમ' સંભવિત (30) અને 'ઓછા' સંભવિત (13)માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
ગુજરાતનો જૂનાગઢ અને કચ્છ જિલ્લો 'હાઈ' પ્રોન કેટેગરીમાં સામેલ છે. જ્યારે અમદાવાદ, ભાવનગર, અમરેલી, જામનગર, આણંદ, નવસારી, સુરત, વલસાડ, ભરૂચ, પોરબંદર, રાજકોટ અને વડોદરા 'મધ્યમ' વાવાઝોડાની શક્યતા ધરાવતા જિલ્લાઓ છે. સુરેન્દ્રનગર અને ખેડા ગુજરાતના 'ઓછા' ચક્રવાતની સંભાવના ધરાવતા જિલ્લાઓ છે. આઇએમડી ચક્રવાતના ડેટા એ પણ સૂચવે છે કે ભૂતકાળમાં જૂનાગઢમાં ચાર ગંભીર ચક્રવાતનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કચ્છ, ભાવનગર, પોરબંદર (3 ચક્રવાત), અમરેલી અને રાજકોટ (2 ચક્રવાત) જ્યારે જામનગર, અમદાવાદ, આણંદ એક ચક્રવાતનો સામનો કર્યો છે.
અંજલિ મારાર રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બેંગલુરુમાં કામ કરે છે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us