/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Cyclone-Biporjoy-from-space.jpg)
આકાશમાંથી બિપરજોય વાવાઝોડાનો આવો નજારો જોવા મળ્યો (તસવીર - ટ્વિટર @Astro_Alneyadi)
Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. તે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 15મી જૂને સાંજે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદરે ટકરાશે. આ સમયે પવનની ગતિ 135 કિમીથી લઇને 150 કિમી પ્રતિ કલાકની રહેશે. લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. આ વાવાઝોડું ઘણું ગંભીર છે. તેનો એક અંતરીક્ષમાંથી પણ વીડિયો સામે આવ્યો છે. જેમાં વાવાઝોડાની ભયાનકતા જોવા મળે છે.
સંયુક્ત આરબ અમિરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ ટ્વિટર પર અરબ સાગરમાં જોવા મળતા આ ચક્રવાતનો વીડિયો શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. અરબી સમુદ્ર પર ચક્રવાતી વાદળોનો મોટો સમૂહ દેખાય છે તે ધીમે ધીમે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)એ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપરજોય ચક્રવાતના ફૂટેજ જારી કર્યા છે.
કુલ 74 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું
ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મુકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.
The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀
Stay safe, everyone! pic.twitter.com/dgr3SnAG0F— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023
આ પણ વાંચો - બિપરજોય વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ, જાણો ચક્રવાત લેન્ડફોલ થશે ત્યારે કેટલી રહેશે પવનની ઝડપ
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10,000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74,345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.
કચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસર વચ્ચે ભૂકંપનો આંચકો આવ્યો
કચ્છમાં એક તરફ બિપરજોય વાવાઝોડાની અસર વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાવાઝોડા વચ્ચે ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.વિગતો પ્રમાણે ભચાઉમાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 3.5 ની આંકવામાં આવી છે. 5:05 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us