Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) માં મતદાન પહેલા નવસારી જિલ્લા (Vansda constituency) ની વાંસદા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ (Piyush Patel) પર અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. પિયુષ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન વાંસદા બેઠકના ઝરી ગામમાં હતા. ભાજપે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો છે.
વાંસદા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પિયુષ પટેલના સમર્થકોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વાંસદા ગુજરાતના નવસારી જિલ્લાનો એક ભાગ છે અને તે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સવારે 08.00થી શરૂ થયું જે સાંજે 05.00 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.
આ પણ વાંચો – Gujarat Election Phase 1 Voting Live: નવ વાગ્યા સુધીમાં 4.92 ટકા વોટિંગ, વિવિધ નેતા અને ઉમેદવારોએ કર્યું મતદાન
2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો
પ્રથમ તબક્કામાં તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો વોટ આપશે. 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો, જ્યારે 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે. જ્યારે 497 ત્રીજી જાતિના મતદારો છે.18થી 19 વર્ષની વયના મતદારોની સંખ્યા 5,74,560 છે. જ્યારે 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોની સંખ્યા 4,945 છે.