અમદાવાદમાં બીઆરટીએસ બસ (BRTS Bus)માં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. આજે મણિનગર રેલવે બસ સ્ટેશન નજીક એક બીઆરટીએસ બસમાં ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે કોરિડોર બીઆરટીએસ બસમા લાગી આગ હતી. બસમાં ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રૂટ નંબર-9ની બસમાં આગ લાગી હતી.
બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ની ટીમે પહોંચી જઇ આગ પર મેળવ્યો કાબૂ હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં મુસાફરોનો થયો આબાદ બચાવ થયો છે.