FM Nirmala Sitharaman Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં સુરતના હીરા ઉદ્યોગ માટે મોટી જાહેરાત કરી છે. બજેટ 2024માં ઇક્વલાઇઝેશન લેવી અને ઇમ્પોર્ટ ડ્યૂટી મામલે મોટી રાહત આપવામાં આવી છે. આ બજેટ ઘોષણાથી સુરતના હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. ઉપરાંત બજેટ 2024માં સોના – ચાંદી તેમજ પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કરવાથી ભારતના સમગ્ર જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને વેગ મળવાની આશા રાખવામાં આવી રહી છે.
રફ ડાયમંડ પર ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ
બજેટ 2024માં હીરા ઉદ્યોગ માટેની ઘોષણા વિશે જાણકારી આપતા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ગુજરાત રિજનના પ્રમુખ વિજય માંગુકિયા જણાવે છે કે, વિદેશમાં ઓનલાઇન ટેન્ડરિંગ હેઠળ દેશમાં રફ ડાયમંડની આયાત પર વસૂલવામાં આવતી 2 ટકા ઇક્વલાઇઝેશન લેવી (EL) નાબૂદ કરવામાં આવી છે. નાણામંત્રીના આ ઘોષણા હીરા ઉદ્યોગ માટે આવકારદાયક છે. તેનાથી સુરતના ગ્લોબલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં ટોચનું સ્થાન ટકાવી રાખવામાં મદદ મળશે.

ફોરેન માઇનિંગ કંપની દ્વારા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZs)માં હીરાના વેચાણ પરના કરવેરા નિયમોને સરળ બનાવવાની GJEPCની લાંબા સમયથી ચાલતી ભલામણને FM દ્વારા સ્વીકારવામાં આવી છે અને હીરા ઉત્પાદકો દ્વારા રફ હીરાની ઓનલાઈન બિડિંગ માટે સમાનતા વસૂલાત નાબૂદ કરવામાં આવે છે જે એક ગેમ ચેન્જર સાબિત થશે.
સેફ હાર્બર રેટ થી હીરા ઉદ્યોગને રાહત
GJEPC દેશમાં રફ હીરાનું વેચાણ કરતી વિદેશી માઇનિંગ કંપનીઓ માટે સેફ હાર્બર રેટ પ્રદાન કરવા અને સમાનીકરણ વસૂલાત નાબૂદ કરવાના સરકારના પ્રસ્તાવને આવકારે છે. આનાથી ભારત બેલ્જિયમ અને દુબઈ જેવા ગ્લોબલ ટ્રેડ સેન્ટરો સાથે સમાન સ્તર કામકાજ કરવામાં સક્ષમ બનશે. આથની ભારતના જેમ્સ જ્વેલરી ઉદ્યોગના વિકાસને વધુ પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો | બજેટ 2024 માં બાળકો માટે NPS વાત્સલ્ય યોજનાની ઘોષણા, જાણો યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવવો
બજેટ 2024: જેમ્સ જ્વેલરી ઉદ્યોગ માટે પ્રોત્સાહક બજેટ
બજેટ 2024 જેમ્સ જ્વેલરી ઉદ્યોગ માટે પ્રોત્સાહન સમાન છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં સોના ચાંદીની આયાત જકાત 15 ટકાથી ઘટાડી 6 ટકા કરી છે. તેવી જ રીતે પ્લેટિનમ પરની કસ્મટ ડ્યૂટી પણ ઘટાડી 6.5 ટકા અને રફ ડાયમંડ પરની 2 ટકા પર ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ કરવાની ઘોષણા કરી છે. આમ ઉપરોક્ત ત્રણે ઘોષણાથી જેમ્સ જ્વેલરી ઉદ્યોગને મોટો ફાયદો થવાની આશા છે





