/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/VFS-Global-visa-News.jpg)
વિઝા - ફાઈલ ફોટો
Canada Visa in Ahmedabad : વિશ્વના સૌથી મોટા વિઝા આઉટસોર્સિંગ અને ટેક્નોલોજી સેવાઓના નિષ્ણાત VFS ગ્લોબલે ગુરુવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોવિડ-19 મહામારી પહેલા 2019 ની સરખામણીએ ગયા વર્ષે સબમિટ કરવામાં આવેલી વિઝા અરજીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત, શહેરમાં 2022 ની સરખામણીએ ગયા વર્ષે કંપની દ્વારા પ્રાપ્ત વિઝા અરજીઓમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.
VFS ગ્લોબલના વડા (પશ્ચિમ) શરદ ગોવાનીએ જણાવ્યું હતું કે, “અમને મળેલી મોટાભાગની વિઝા અરજીઓ ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ તરફથી ટૂંકા ગાળાની રોકાણની વિનંતીઓ છે, જેમાં લગભગ 75 ટકા અરજીઓનો સમાવેશ થાય છે. બાકીની વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થયેલી અરજીઓ છે.”
કંપનીએ કહ્યું કે, દેશભરમાં તેને મળેલી અરજીઓની કુલ સંખ્યા મહામારી પહેલા જેટલી હતી, તેના 93 ટકા સુધી પહોંચી ગઈ છે. ઉપરાંત, 2022 ની સરખામણીમાં, વીએફએસ ગ્લોબલે ગયા વર્ષે વિઝા અરજીઓની સંખ્યામાં 16 ટકાનો વધારો જોયો હતો.
આ પણ વાંચો - તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ? ગામ નું નામ તરભ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો
ગોવાણીએ જણાવ્યું હતું કે, વિઝા એટ યોર ડોરસ્ટેપ (વીએવાયડી) જેવી વ્યક્તિગત સેવાઓ, જે પહેલા "ભીડથી બચવા માટે સેલિબ્રિટીઓ દ્વારા પસંદ કરવામાં આવતી હતી", મહામારી પછી સામાન્ય લોકો દ્વારા પણ વીએવાયડી અપનાવવામાં આવી રહી છે. ગોવાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં, VAYD બુકિંગમાં 2019 ની સરખામણીમાં 2023 માં લગભગ પાંચ ગણો વૃદ્ધિ જોવાની અપેક્ષા છે.
VFS કયા પ્રકારની વિઝા પ્રક્રિયાને હેન્ડલ કરે છે?
VFS કેનેડા વિઝા અરજી કેન્દ્રો દ્વારા તમામ અસ્થાયી નિવાસી શ્રેણીઓ માટેની અરજીઓ સ્વીકારવા માટે અધિકૃત છે. આમાં વિઝિટર વિઝા, એજ્યુકેશન વિઝા અને વર્ક પરમિટ તેમજ ભારતમાં કેનેડિયન કાયમી રહેવાસીઓના યાત્રા દસ્તાવેજ અરજીઓનો સમાવેશ થાય છે. તેમની જવાબદારીમાં એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવી, વિઝા અરજીઓ એકત્રિત કરવી, બાયોમેટ્રિક્સ નામાંકન કરવું અને સીલબંધ નિર્ણય સાથે કવરમાં અરજદારોને પાસપોર્ટ પરત કરવાનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us