અવિનાશ નાયર : ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL)ના વરિષ્ઠ અધિકારી પર પરિવાર અને મિત્રોને લઈ જવા-લવવા માટે “100 વખત” સરકારી વિમાનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા, રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુરુવારે આ મામલો ઉઠાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.
“આ ખુબ વિચિત્ર છે કે એક અધિકારી પોતાના અંગત ઉપયોગ માટે સરકારી વિમાનનો ઉપયોગ કરે છે અને સરકારને તેની જાણ સુદ્ધા હોતી નથી. જનતાના પૈસાથી ખરીદેલા હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનો ગુજસેલના અધિકારીએ 100 થી વધુ વખત અંગત જરૂરિયાતો માટે ઉપયોગ કર્યો છે. મારી પાસે તે તેના પરિવાર અને મિત્રો સાથે ક્યાં ગયો તેનો ડેટા પણ છે,” ચાવડાએ ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન પર ચર્ચાના છેલ્લા દિવસે કાગળનો ટુકડો લહેરાવતા આ કહ્યું.
23 ફેબ્રુઆરીએ સિવિલ એવિએશનના નિયામક પદેથી દૂર કરવામાં આવેલા કેપ્ટન અજય ચૌહાણનું નામ લીધા વિના ચાવડાએ જણાવ્યું હતું કે, “તેમણે ગુજરાતની બહાર પણ પ્રવાસ કર્યો હતો. તો પણ કોઈને ખબર નહોતી. હેલિકોપ્ટર કે એરક્રાફ્ટ ઉડાડવા માટે મુખ્યમંત્રીની પરવાનગીની જરૂરત હોય છે. બે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વર્ષો સુધી આવી પ્રવૃત્તિ ચાલતી રહી તેના કારણો શું હતા? સંબંધિત અધિકારીની એવી કઈ શક્તિ હતી કે, તેને રોકી ન શકાયો નહી? આ દરમિયાન, ભાજપે વિધાનસભામાં ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો.
ચાવડાના ભાષણની મધ્યમાં જ હસ્તક્ષેપ કરતા ધારાસભ્ય જીતુ વાઘાણીએ વિનંતી કરી હતી કે, માહિતી રેકોર્ડ પર ન જવી જોઈએ. તેમણે કહ્યું, “મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો છે અને અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને તેથી કૃપા કરીને આ ભાગ કાઢી નાખવો જોઈએ, જ્યાં તેઓ કહે છે કે, કોઈ તપાસ થઈ રહી નથી.”
જો કે, ચાવડાએ પલટવાર કરતા જવાબ આપ્યો કે, “કૃપા કરીને કોઈને બચાવવાનો પ્રયાસ કરશો નહીં.” નવ વર્ષ સુધી શું થયું, તેની પણ તપાસ થવી જોઈએ. સિવિલ એવિએશનના નિયામક (નાગરીક ઉડ્ડયન નિર્દેશક) પદેથી બહાર નીકળવાના થોડા મહિના પહેલા ચૌહાણને GUJSAIL ના CEO પદેથી પણ દૂર કરવામાં આવ્યા હતા. જો કે, રાજ્ય સરકારના અધિકારીઓએ તે સમયે ચૌહાણ તપાસનો સામનો કરી રહ્યા હોવાનો ઇનકાર કર્યો હતો.
આ પહેલા તેમના ભાષણમાં ચાવડાએ ભરતી પરીક્ષા દરમિયાન પેપર લીકને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. “આ દુઃખદ છે કે, ગુજરાતમાં વારંવાર ભરતી પરીક્ષા પેપર લીક (જે થઈ રહ્યું છે) વિશે એક શબ્દ પણ બોલવામાં આવી રહ્યું નથી. આ એ અમૃત કાલ છે (સરકાર મુજબ), જ્યાં યુવાનો મોંઘુ શિક્ષણ મેળવીને ભરતી પરીક્ષા લીક કરવા માટે ફી ચૂકવી રહ્યા છે. પેપર લીક થાય ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થાય છે.
ચાવડાએ દાવો કર્યો હતો કે, મયુર તડવી જેવા આરોપી, જે તાજેતરમાં ગાંધીનગરમાં કરાઈ ખાતે ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ માટે ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હોવાનું જણાયું હતું, તેણે સંસ્થામાં પ્રવેશવાનો “રસ્તો ચૂકવ્યો હતો”. ચાવડાએ પૂછ્યું, “અધિકૃત યાદીમાં નામ ન હોવા છતાં તેને પ્રવેશ કેવી રીતે મળ્યો?,” સ્પીકરે દરમિયાનગીરી કરી અને વારંવાર ચાવડાને તેમના ભાષણમાં રાજ્યપાલના સંબોધનને વળગી રહેવા અને તેનાથી વિચલિત ન થવા જણાવ્યું.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભામાં પહેલીવાર હાર્દિક પટેલે કર્યો સવાલ, પોતાની જ સરકારને ઘેરી, સ્પીકરે પણ કર્યા વખાણ
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યપાલના સંબોધનમાં ગુજરાતના 3.5 કરોડ લોકોને પાંચ કિલો અનાજ આપવામાં આવ્યું, સાથે તેમણે કટાક્ષ કરતા કહ્યું, “ગુજરાત એક મોડેલ સ્ટેટ કેવી રીતે છે તે સમજવું મુશ્કેલ છે,” તેમણે ઉમેર્યું કે, કુપોષિત બાળકોની સંખ્યાના સંદર્ભમાં રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે છે.