Ambaji One day Trip, વન ડે ટ્રીપ : ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાનું આવગું મહત્વ છે. પવિત્ર માનવામાં આવતા આ મહિનામાં શક્તિ ઉપાસકો શક્તિપીઠોએ જઈને માતા રાણીના દર્શન કરે છે. ગુજરાતમાં ઉત્તરે આવેલા શક્તિપીઠ એવા અંબાજીમાં પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભક્તો ચાચર ચોકવાલીના દર્શન કરવા જાય છે. બીજી તરફ સ્કૂલો અને કોલેજોમાં મોટાભાગે પરીક્ષાઓ પતવા આવી છે. ત્યારે પરિવાર સાથે ચૈત્રી નવરાત્રીના દર્શન કરવાની સાથે સાથે બાળકોને મોજ મસ્તી કરાવવાનું વન ડે ટ્રીપ ડેસ્ટીનેશનનું પ્લાનિંગ કરી શકાય. બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શહેર આસ્થા અને એડવેન્ચરનું કેન્દ્ર બની ગયું છે. અંબાજીમાં તમે ધાર્મિક અનુભૂતિની સાથે એડવેન્ચરની મજા માણી શકશો.
સામાન્ય રીતે લોકો અંબાજીમાં અંબે માતાના દર્શન કરવા જતા હોય છે. પરંતુ લોકોને ભાગ્યે જ ખબર હશે કે અંબાજીમાં અંબાજી મંદિર સિવાય આસપાસના ફરવા અને જોવાલાયક સ્થળો પણ આવેલા છે. જ્યાં પરિવાર અને બાળકો સાથે ટ્રીપ કરી શકાય છે. ચૈત્રી નવરાત્રીમાં શનિ-રવિની રજાઓમાં પણ અંબાજીની વન ડે ટ્રીપ પ્લાન કરી શકો છો. અહીં વડીલોને માતાજીના આશિર્વાદ પણ મળશે તો બાળકોને અપાર આનંદ અને મોજ મસ્તીથી દિવસ પસાર થશે.
Ambaji One day Trip : ગબ્બર
અંબાજી ગામના પશ્ચિમે આશરે ચાર કિ.મી.ના અંતર પર ગબ્બર આવેલો છે. આ ટેકરી ખૂબ કપરા અને મુશ્કેલ ચઢાણ વળી છે. પહાડના નીચેથી 300 પથ્થરનાં પગથીયાઓ છે તે પછી યાત્રાળુઓ માટે એક સાંકડી ખતરનાક કેડી દ્વારા ચઢાણ આવે છે.પર્વતમાળાની સપાટ ટોચ પર અંબાજીના મંદિરની એક નાની જગ્યા છે. ગબ્બર ચઢીને તમે એડવેન્ચરનો આનંદ પણ ઉઠાવી શકો છો. સાથે સાથે અહીં રોપવેનો ઉપયોગ કરીને ગબ્બર ચઢી શકો છો. નાના બાળકોને રોપવેમાં બેસવાની મજા આવતી હોય છે.
Ambaji One day Trip : માંગલ્ય વન – કૈલાશ ટેકરી
અંબાજીમાં જ માંગલ્ય વન કૈલાશ ટેકરી આવેલું છે. માંગલ્ય વન અંબાજી મંદિરથી દોઢ કિલોમીટર ખેડબ્રહ્મા હાઈવે પર આવેલું છે. કૈલાસ ટેકરી અને માંગલ્ય વન જળાશયોથી ઘેરાયેલી છે. વનને વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને તેના યુએસપી અંદર એક અનન્ય રાશી વન (જ્યોતિષીય બગીચો) અને છોડનો બગીચો છે.
જે લોકો માંગલ્ય વનમાં આવે છે તેઓ નિશ્ચિતરૂપે સૂર્યનાં ચિહ્નો પર છોડની અસરો વિશે પૂછપરછ કરે છે અને ઘરે પાછા ફર્તા એક રોપો કે તેમના રાશિ તરફેણ કરવા માંગે છે. 12 રાશિ ચિહ્નોમાંના દરેકને ત્રણ છોડ આપવામાં આવ્યા છે.
Photo- banaskantha.nic.in
Ambaji One day Trip : કામાક્ષિ મંદિર
કામાક્ષિ મંદિર કામાક્ષિદેવી ટેંપલ કોમ્પ્લેક્સમાં સ્થિત કરે છે, જે ખેડબ્રહ્મા હાઇવે પર અંબાજીથી ૧ કિમી દૂર આવેલું છે. ૫૧ શક્તિપીઠો અને કોસ્મિક પાવરનું કેન્દ્ર આ સંકુલમાં પુનઃનિર્માણ અને સ્થાપિત કરેલ છે જેથી મહાન શક્તિ સંપ્રદાય અને આદ્યશકિતમાતાના વિવિધ અવતાર વિશે મુલાકાતીઓ અને ભક્તોને સંપૂર્ણ માહિતી પૂરી પાડી શકાય.
Photo- banaskantha.nic.in
Ambaji One day Trip : જેશોર ર્સ્લોથ રીંછ અભયારણ્ય
ર્સ્લોથ રીંછ અભયારણ્ય કે જે અરવલ્લી શ્રેણીના યસૂર ટેકરીઓમાં સ્થિત છે,તે 180 ચો.કિ.મી. સૂકી પાનખર જંગલોનો વિસ્તાર આવરી લે છે. આળસુ રીંછ ઉપરાંત અન્ય અભયારણ્યમાં પ્રાણીસૃષ્ટિમાં ચિત્તો, વાદળી આખલો, જંગલી ડુક્કર, સાકુરાળ અને વિવિધ પક્ષીઓ છે.અભયારણ્ય દ્વારા આયોજીત અન્ય ભયંકર જાતિઓ જેવી કે જંગલ બિલાડી,સીવીટ,કારાકલ,વરુ અને હાઈના છે. અભયારણ્યએ 406 છોડ પ્રજાતિઓની પણ ઓળખ કરી છે.અરવલ્લી પર્વતોની વસ્તીમાં સ્થિત છે. ગુજરાતના જેશોર હિલ બીજા ક્રમનું સૌથી મોટું શિખર છે.
Ambaji One day Trip : બાલારામ મહાદેવ મંદિર
અંબાજી માતાજીના દર્શન કરીને તમે પરિવાર સાથે બાલારામ મંદિરના દર્શન કરવા જઈ શકો છે. નદી કિનારે આવેલા આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ પર આવેલું છે. બનાસકાંઠા જિલ્લાનાં મુખ્ય મથક પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે.નવાબોનાં મહેલો અને હિન્દુ મંદિરો પણ જોવલાયક છે.
આ પણ વાંચો :- ગુજરાતના આ 3 હિલ સ્ટેશન જોઇ ઉંટી – મહાબલેશ્વર ભૂલી જશો, ઓછા ખર્ચે પ્રવાસની વધુ મજા
કેવી રીતે અંબાજી પહોંચી શકાય?
અંબાજી શહેર ઉત્તર ગુજરાતમાં બનાસકાઠા જિલ્લા અને રાજસ્થાન રાજ્યની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં વસેલું છે. અહીં રોડ માર્ગે પહોંચી શકાય છે. રેલવે માર્ગ પહોંચવા માટે સૌથી નજકી પાલનપુર અને બીજું રાજસ્થાનનું આબુ રોડ છે. ટ્રેનથી મુસાફરી કરવાની હોય તો તમે પાલનપુર અથવા આબુરોડ જઈને પછી રોડ માર્ગે અંબાજી જવું પડશે.
વિવિધ શહેર અને અંબાજી વચ્ચે રોડ માર્ગનું અંતર
- ગાંધીનગરથી 155 km
- અમદાવાદ – 179 km
- સુરત – 457 KM
- રાજકોટ – 404 KM
- પાલનપુર – 60 km
- આબુ રોડ – 23 Km
અંબાજીના એક દિવસના પ્લાનમાં એડવેન્ચરની સાથે સાથે ભક્તિમય બની જશો. અને પરિવારને એક દિવસની રજાનો આનંદ બમણો પણ થઈ જશે.