Chandipura Virus in Gujarat : ગુજરાતમા ચંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે. અતયાર સુધીમાં ચંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 31 જેટલા કેસ સામે આવ્યા છે, જ્યારે 19 બાળકોના મોત થયા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોટા કંથારિયા ગામની ચાર વર્ષની બાળકી, જેનું સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, તેનો ચાંદીપુરા વાયરસ (CHPV) માટે સકારાત્મક પરીક્ષણ થયો હતો, એમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV) એ બુધવારે જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આ વાયરસથી મોત થયું હોવાની આ પ્રથમ મૃત્યુ પુષ્ટિ થઈ છે.
બુધવારે, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 29 શંકાસ્પદ CHPV દર્દીઓમાંથી, 14 મૃત્યુ પામ્યા છે. જ્યારે આજના નવા અપડેટ્સ અનુસાર, શંકાસ્પદ કેસની સંખ્યા 31 પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 19 પહોંચ્યો છે.
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં (આ મહિનાની શરૂઆતમાં) મૃત્યુ પામનાર અરવલ્લીની ચાર વર્ષની બાળકીના નમૂનામાં ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે આ પ્રથમ મૃત્યુ (પુષ્ટિ) હતું. જો કે, તેની સાથે, શંકાસ્પદ પીડિતોના અન્ય ત્રણ નમૂનાઓનું પરીક્ષણ નકારાત્મક આવ્યું છે.” સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) રાજ સુતારિયાએ જણાવ્યું હતું.
બુધવારે ગાંધીનગરમાં 18 મહિનાના બાળકનું પણ શંકાસ્પદ CHPV ચેપથી મૃત્યુ થયું હતું. તો આ દરમિયાન, પંચમહાલના ગોધરા તાલુકાના કોટડા ગામની ચાર વર્ષની બાળકી, જે વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, શંકાસ્પદ CHPV ચેપથી મૃત્યુ પામી હતી, તો પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ ઘોઘંબા તાલુકાના એક આઠ વર્ષના છોકરાના મૃત્યુની પણ તપાસ કરી રહ્યું છે, જેનું આ મહિનાની શરૂઆતમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પંચમહાલના સીડીએચઓ ડૉ. એમ.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે: “15 જુલાઈના રોજ, કોટડાની છોકરીમાં CHPV ચેપના લક્ષણો દર્શાવ્યા હતા, જેમ કે ઉંચો તાવ, ઉલટી અને ખેંચ. તેણીને બીજા દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જિલ્લામાં શંકાસ્પદ CHPVનો આ પ્રથમ કેસ છે. એક કેસ હતો, જે પછી અમે આખા ગામમાં દેખરેખ શરૂ કરી. ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમારા સર્વે દરમિયાન એવું સામે આવ્યું છે કે, ઘોઘંબાના બાળકને 4 જુલાઈના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ 6 જુલાઈએ તેનું મૃત્યુ થયું હતું. એવી શંકા છે કે, તે CHPV ચેપથી પીડિત હતો. અમે “તેના ઇતિહાસની તપાસ કરી રહ્યા છીએ. “
ચાંદીપુરા વાયરસ : ક્યાં કેટલા કેસ? અને કેટલા બાળકોના મોત થયા?
રાજ્યમાં અત્યાર સુધીમા ચાંદીપુરા વાયરસના 31 જેટલા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં શંકાસ્પદ 1 કેસ, મોરબીમાં 3, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 4, જીએમસીમાં 1, એએમસીમાં 2, જામનગરમાં 2, મહિસાગરમાં 1, પંચમહાલમાં 4, રાજકોટમાં 5, ખેડામાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને મહેસાણામાં 2 કેસ સાથે કુલ 31 કેસ નોંધાયા છે. તો જો શંકાસ્પદ મોતની વાત કરીએ તો, જીએમસીમાં 1, અરવલ્લીમાં 3, સાબરકાંઠામાં 2, મોરબીમાં 2, મહેસાણામા 1, રાજકોટમાં 5, પંચમહાલમાં 2, એમસીમા 1 અને સુરેન્દ્રનગરમાં 1 મોત થયું હોવાનું સામે આવ્યું છે.
શંકાસ્પદ CHPV (એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે) ના કેસોમાંથી બે રાજસ્થાનના ઉદયપુરના અને એક મધ્યપ્રદેશના ધારનો પણ છે. રાજસ્થાનના એક દર્દીનું શંકાસ્પદ CHPV ચેપને કારણે મૃત્યુ થયું છે. અરવલ્લીમાંથી પુષ્ટિ થયેલ મૃત્યુ ઉપરાંત, 13 શંકાસ્પદ CHPV મૃત્યુની પુષ્ટિ થવાની બાકી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે બુધવારે જણાવ્યું હતું કે, પુના સ્થિત NIV ને પુષ્ટિ માટે ઘણા નમૂનાઓ મોકલવામાં આવ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સાબરકાંઠાના સી.ડી.એચ.ઓ. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના મૃત બાળકનું સેમ્પલ લઈ શકાયું નથી. સુતરિયાએ કહ્યું: “અમે શંકાસ્પદ ChHPV ચેપથી મૃત્યુ પામેલા પ્રથમ બાળકના નમૂનાઓ એકત્રિત કરી શક્યા નથી કારણ કે, તે કેસ પ્રથમ દર્દીઓમાંનો હતો અને તે સમયે કોઈમાં લક્ષણો દેખાતા ન હતા.”
રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 51,725 લોકો અને 10,181 મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે, જિલ્લાઓમાં 3,741 ઘરોમાં મેલેથિઓન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. વિવિધ જિલ્લા આરોગ્ય વિભાગો હેઠળ રેપિડ રિસ્પોન્સ ટીમો (R.R.T.) પણ CHPV માટે તૈનાત કરવામાં આવી છે. સંક્રમણના તમામ શંકાસ્પદ કેસોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસ લક્ષણો – રાજ્યના આરોગ્ય મંત્રીએ આપી સલાહ
ચાંદીપુરા વાયરના લક્ષણોની વાત કરીએ તો, સૌપ્રથમ બાળકને જબરદસ્ત તાવ આવે છે, તે તાવ મગજમાં સોજો પેદા કરે છે, ગરદનમાં ખેંચાણ નુભવવી, માથાનો ભયંકર દુખાવો થાય છે. આ વાયરસ સીધો મગજ ઉપર અસર કરે છે. આ દરમિયાન, ગુજરાતના આરોગ્ય પ્રધાન રુષિકેશ પટેલે ટ્વિટર પર એક એડવાઈઝરી શેર કરી અને કહ્યું કે, “વિવિધ જિલ્લાઓમાંથી કેટલાક શંકાસ્પદ CHPV કેસ (સેન્ડફ્લાયને કારણે) નોંધાયા છે”. “લક્ષણોમાં ઉચ્ચ તાવ, ઝાડા, ઉલટી, હુમલા અને બેભાનતાનો સમાવેશ થાય છે. તે 14 વર્ષ સુધીના બાળકોને અસર કરે છે. જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.”
સેન્ડ ફ્લાય મચ્છર કેવી રીતે ઓળખવો? કેવી રીતે થાય છે?
રેતીમાખીને કેવી રીતે ઓળખી શકાય તે મામલે, પટેલે કહ્યું: “સેન્ડફ્લાય ઇંડા મૂકે છે, જે મચ્છરની જેમ લાર્વામાંથી બહાર આવે છે અને પછી પુખ્ત માખીઓમાં પરિણમે છે. આ માખીઓ નરી આંખે જોઈ શકાય છે, જો કે તે સામાન્ય ઘરની માખીઓ જેવી જ હોય છે, પરંતુ સામાન્ય માખી કરતાકદમાં ચાર ગણી નાની હોય છે. તેનો જન્મ કેવી રીતે થાય તેની વાત કરીએ તો, ભીની હોય અથવા તિરાડો હોય તેવી કાચી અથવા કોંક્રિટની દિવાલોની અંદર કે બહાર ઇંડા મૂકે છે. ગામડાઓમાં લીંપણ-માટીથી બનેલા મકાનો, તથા એકલી ઈંટોથી બનેલા મકાનોમાં તીરાડો વધારે હોય છે, જ્યાં ભેજ સાથે આ માખી ઈંડા મુકે છે, અને ધીમે ધીમે વિકાસ પામે છે.
શું સાવચેતી રાખી શકાય?
તેમણે એડવાઈઝરીમાં વધુમાં ઉમેર્યું હતું કે, રેતીમાખીને ઈંડાં મૂકતા અટકાવવા માટે, લોકોએ “બાહ્ય અને આંતરિક દિવાલોમાં જ્યાં તિરાડો હોય તેવી ખાલી જગ્યાઓ ખાસ ભરી દેવી જોઈએ” સાથે ઘર કે રૂમને “વેન્ટિલેશન” કરવુ જોઈએ, જેથી ભેજ ના રહે. આ સિવાય, આ કેસ 14 વર્ષ સુધીના બાળકોમાં વધારે થાય છે, જેથી “14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ મચ્છરદાનીમાં સૂવું જોઈએ અથવા મચ્છર ભગાડવાનો ઉપયોગ કરવો જોઈએ, તો બાળકો ઝાડ જાખરી કે જંગલ જેવા વિસ્કારમાં રમવા જતા હોય તો તેમને યોગ્ય કપડા એટલે કે શરીર ઢંકાય તેવા લાંબા કપડા પહેરી રમવા મોકલો”.