ચંદ્રગ્રહણની ઘટનાનું સાક્ષી બનવા માટે ગુજરાત તૈયાર, ક્યાં કેવી છે તૈયારી

Chandra Grahan 2025 : ચંદ્રગ્રહણ 2025 જોવા માટે ગુજકોસ્ટનાં રાજકોટ, પાટણ, ભાવનગર અને ભુજ ખાતેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, તેમજ ગુજરાતભરના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો જાહેર જનતા માટે તારીખ 7નમી સપ્ટેમ્બરે મોડી રાત સુધી ખુલ્લા રહેશે

Written by Ashish Goyal
September 06, 2025 23:38 IST
ચંદ્રગ્રહણની ઘટનાનું સાક્ષી બનવા માટે ગુજરાત તૈયાર, ક્યાં કેવી છે તૈયારી
આ અવકાશી ચંગ્ર ગ્રહણ 82 મિનિટ સુધી ચાલશે, જે આ દાયકાના સૌથી લાંબા ગ્રહણોમાંથી એક બનશે

Chandra Grahan 2025 : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) તારીખ 7-8 સપ્ટેમ્બર 2025ની રાત્રે સંપૂર્ણ ચંદ્રગ્રહણ- જેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિમિત્તે એક ખાસ જાહેર આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

દાયકાના સૌથી લાંબા ગ્રહણોમાંથી એક બનશે

આ અવકાશી ગ્રહણ 82 મિનિટ સુધી ચાલશે, જે આ દાયકાના સૌથી લાંબા ગ્રહણોમાંથી એક બનશે. 27 જુલાઈ 2028 પછી પહેલી વાર આખો દેશ સંપૂર્ય ચંદ્રગ્રહણ જોઈ શકશે. આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ 31 ડિસેમ્બર 2028 ના રોજ થશે, જ્યારે આંશિક ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 ના રોજ દેખાશે.

ગ્રહણ સમયરેખા- ભારતીય સમય પ્રમાણે

  • ઉપછાયા ગ્રહણ શરૂ થશે: 8:58 વાગ્યે – સૂક્ષ્મ છાયા શરૂ થાય છે
  • છત્ર ગ્રહણ શરૂ થાય છે: 9:57 વાગ્યે – પૃથ્વીનો પડછાયો સ્પષ્ટ દેખાય છે
  • સંપૂર્ણતા શરૂ થાય છે: 11:01 વાગ્યે- ચંદ્ર સંપૂર્ણપણે છાયામાં ડૂબેલો
  • સૌથી મોટું ગ્રહણ: 11:42 વાગ્યે – બ્લડ મૂનનું શિખર
  • સંપૂર્ણતા સમાપ્ત થાય છે: 12:22 વાગ્યે – એક કલાક અને 22 મિનિટ પૂર્ણતા
  • છત્ર ગ્રહણ સમાપ્ત થાય છે: 2:25 વાદ્યે – ચંદ્ર પૃથ્વીના પડછામાંથી બહાર નીકળે છે

સંપૂર્ય ચંદ્રગ્રહણ દરમિયાન સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતાં ચંદ્ર એક આકર્ષક તાંબા જેવો લાલ રંગ મેળવશે. આ દુર્લભ ઘટના એટલા માટે બને છે કારણ કે ટૂંકી વાદળી તરંગલંબાઇ આકાશમાં ફેલાય છે, જ્યારે લાંબી લાલ તરંગલંબાઇ ચંદ્રની સપાટીને વળાંક આપે છે અને પ્રકાશિત કરે છે. વિશ્વભરમાં લગભગ 7 અબજ લોકો (વિશ્વની વસ્તીના લગભગ 80%) આ અદભુત ઘટના જોઈ શકશે.

આ પણ વાંચો – ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ, અંબાજી, શામળાજી, દ્વારકા, સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

ગુજરાત ગ્રહણની ઘટનાનું સાક્ષી બનવા માટે તૈયાર

આ પ્રસંગ ચિન્હિત કરવા માટે ગુજકોસ્ટનાં રાજકોટ, પાટણ, ભાવનગર અને ભુજ ખાતેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, તેમજ ગુજરાતભરના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો જાહેર જનતા માટે તારીખ 7મી સપ્ટેમ્બરે મોડી રાત સુધી ખુલ્લા રહેશે. ટેલિસ્કોપથી સજ્જ અને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા, આ કેન્દ્રો વિદ્યાથીઓ, શિક્ષકો, વિજ્ઞાન ઉત્સાહીઓ અને નાગરિકોને ગ્રહણનો અનુભવ કરવા માટે આવકારવા માટે તૈયાર છે.

ખાસ કાર્યક્રમો અને પ્રવૃતિઓ

  • ભુજમાં આરએસસી ખાતે ભારતની પ્રથમ જાહેર અવકાશ વેધશાળા દ્વારા અવલોકન
  • પાટણ ભાવનગર અને રાજકોટમાં આરએસસી ખાતે ખાસ ગ્રહણ આઉટરીચ કાર્યક્રમો
  • બધા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રોમાં ઇન્ટરેક્ટિવ સત્રો
  • ચદ્રગ્રહણની વિભાવના સમજાવતા પ્રદર્શન મોડલો
  • અંધશ્રદ્ધાનો સામનો કરવા માટે માન્યતા નિરાકરણ સત્રો
  • ટેલિસ્કોપ/દૂરબીનનો ઉપયોગ કરિા પર વ્યવહારુ પ્રદશણનો
  • ગ્રહણને કેપ્ચર કરવા માટે એસ્ટ્રોફોટોગ્રાફી માર્ગદર્શન
  • ગ્રહણની સાથે તારા-નિરીક્ષર સત્રો
  • વ્યાપક પહોંચ માટે ગુજકોસ્ટની ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ