Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં અત્યારે વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ચિખલીમાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 15 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 16 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. માં સૌથી વધારે વરસાદ નવસારીના ચિખલીમાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં મેઘ મહેર
ગુજરાતમાં દક્ષિણ વિસ્તારમાં મેઘ રાજાની મહેર જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને નવસારી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ચિખલીમાં 2.95 ઈંચ આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખેરગામમાં 1.93 ઈંચ, ગણદેવીમાં 0.47 ઈંચ, નવસારીમા્ 0.24 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આ પણ વાંચોઃ- જામનગરમાં આવેલા અનંત અંબાણીના વંતારાને સુપ્રીમ કોર્ટથી મળી ક્લીન ચીટ, જાણો શું છે આખો મામલો?
ગુજરાતના ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે આજના દિવસની આગાહી પ્રમાણે આજે મંગળવારના દિવસે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.