Rajkot-Chotila highway Accident : રાજકોટ હાઈવે અકસ્માતો માટે પંકાયેલો છે. છાસવારે આ હાઈવે ઉપર અકસ્માતનો સર્જાય છે અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સોમવારે મધરાત્રે સર્જાયો હતો. ચોટીલા-રાજકોટ હાઈવે ઉપર ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ધડાકાભારે ટક્કર થતાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 15થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ટ્રક અને પીકઅપ વાન વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી પ્રમાણે લીંબડીના શિયાણી ગામમાં રહેતા એક જ પરિવારના લોકો પિતૃકાર્ય માટે પીકઅપ વાનમાં બેશીને સોમનાથ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચોટીલા-રાજકોટ હાઈવે ઉપર મોલડી પાસે પહોંચતા તેમની પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એક જ પરિવારની 4 સગી દેરાણી જેઠાણીના મોત
ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં એક જ પરિવારની ચાર મહિલાઓના મોત નીપજ્યા છે. આ ચારે મૃતક મહિલાઓ સગી દેરાણી જેઠાણી હતી. આ ઉપરાંત અન્ય 15થી વધારે લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ- Imagicaa Park: અમદાવાદમાં બનશે ઇમેજિકા પાર્ક, રિવરફ્રંટની રોનકમાં થશે વધારો
સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી
સોમવારે મોડી રાત્રે ચોટીલા – રાજકોટ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ઈજાગ્રસ્તોની ચીસોથી સ્થળ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોને પણ પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. એક જ પરિવારની ચાર મહિલાઓના મોત નીપજતાં આખો પરિવાર શોકાતૂર બન્યો હતો.





