ગુજરાતમાં શર્મસાર ઘટના, CID મહિલા પોલીસકર્મી જ બુટલેગરને દારુ તસ્કરીમાં સાથ આપતા ઝડપાઈ

Liquor Smuggling in Kutch Bhachau : કચ્છના ભચાઉ માં દારૂની તસ્કરી કરતા કુખ્યાત બુટલેગરની સાથે તેને સાથ આપતી સીઆઈડી મહિલા પોલીસકર્મી નીચા ચૌધરી ઝડપાઈ.

Written by Kiran Mehta
July 01, 2024 14:28 IST
ગુજરાતમાં શર્મસાર ઘટના, CID મહિલા પોલીસકર્મી જ બુટલેગરને દારુ તસ્કરીમાં સાથ આપતા ઝડપાઈ
કચ્છમાં મહિલા સીઆઈડી પોલીસકર્મી દારૂ તસ્કરી કરતા ઝડપાઈ

Liquor Smuggling in Kutch Bhachau : ગુજરાતના કચ્છથી સીઆઈડી પોલીસને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક સીઆઈડી મહિલા પોલીસકર્મી દારૂની તસ્કરી કરતા તસ્કરની સાથે તેને સાથ આપતા ઝડપાઈ છે. આ મામલો કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં પોલીસથી બચવા બુટલેગરે પોલીસને કચડવાનો પણ પ્રયાસ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના પૂર્વ પોલીસ વિસ્તાર ભચાઉ નજીક એક કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો તો કાર ચાલકે પોલીસને કચડવાનો પ્રયાસ કર્યો અને ગાડી ભગાડી મુકી જોકે, આગળ અન્ય પોલીસે કાર ચાલકને દબોચી લીધો અને દારૂનો જથ્થો સહિત એક મહિલા અને બુટલેગરની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપડવા પુલ પાસે દારૂની તસ્કરી રોકવા માટે વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું, આ સમયે એક સફેદ થાર આવી જેને પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ઉભી ના રહી અને કચડવાનો પ્રયાસ કરી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, જોકે આગળ વધુ એક પોલીસ કાફલો નાકાબંધી પર હતો તેમણે કારને ઉભી રાખવામાં સફળતા મળી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે એક મહિલા અને એક પુરૂષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મહત્વની વાત એ છે કે, દારુ ભરેલી થારમાં તસ્કર સાથે ઝડપી પાડવામાં આવેલ મહિલા નીતા ચૌધરી, જે કચ્છ પૂર્વ સીઆઈડીમાં પોલીસકર્મી છે. તેણે તસ્કરની સાથે રહી તસ્કરીમાં મદદ કરી અને પોલીસકર્મીઓને જોઈ કચડવાનો અને ભાગવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.

આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં સાગર સાંબડાએ જણાવ્યું છે કે, ડીઆઈજી ચિરાગ કોરડિયાની સૂચના બાદ બાતમીના આધારે ભચાઉ પોલીસ અને એલસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન સફેદ થારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલક દ્વારા પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ભાગવાની કોશિસ કરવામાં આવી હતી. જોકે, આગળ અન્ય પોલીસ કાફલાએ તેમને રોકી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં એક મહિલા નીતા ચૌધરી જે પૂર્વ કચ્છ સીઆઈડીમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે, જ્યારે અન્ય કુખ્યાત તસ્કર બુટલેગર યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો અનુસાર, આ કેસમાં ઝડપાયેલ બૂટલેગર યુવરાજસિંહ એક રીઢો ગુનેગાર છે. આ પહેલા પણ તેના પર 16 જેટલા કેસ નોંધાયેલા છે. હિસ્ટ્રીશિટર આરોપી સામે સામે હત્યાનો પ્રયાસ જેવા પણ અપરાધિક મામલા નોંધાયેલા છે. જ્યારે સીઆઈડી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીએ પણ દારુ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે, સાથે મહિલાકર્મી તેની લાઈફસ્ટાઈલ મામલે પણ ચર્ચામાં રહે છે.

પોલીસે જણાવ્યું કે, બંને આરોપીની ધરપકડ કરી, થાર કાર અને દારૂની બોટલો સહિતનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી તપાસ કરવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ