PPP mode school entrance exam : ગુરુવારે ગુજરાતભરની સરકારી અને અનુદાનિત શાળાઓમાંથી શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 5 અને 6 ના સરેરાશ 65.5 ટકા વિદ્યાર્થીઓએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ રાજ્ય સંચાલિત જ્ઞાન શક્તિ અને જ્ઞાન સેતુ શાળાઓમાં પ્રવેશ માટે બેઠા હતા.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધાયેલા 6.96 લાખ વિદ્યાર્થીઓમાંથી, ગુરુવારે સમગ્ર ગુજરાતમાંથી 4.56 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
રાજ્યના શિક્ષણ વિભાગે PPP મોડ પર ચાર પ્રકારની શાળાઓ ખોલવાની જાહેરાત કરી હતી. જ્યારે 400 જ્ઞાન સેતુ દિવસ શાળાઓ કુલ 500 વિદ્યાર્થીઓને સમાવવા માટે સક્ષમ હશે, આ શાળાઓ 2023-24ના પ્રથમ શૈક્ષણિક સત્રમાં ધોરણ 6 માં 70 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને શરૂ કરશે.
પચાસ સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ નિવાસી શાળાઓ અને 50 સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ આદિજાતિ નિવાસી શાળાઓ, જેમાં પ્રત્યેક 2,000 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા છે, 6ઠ્ઠા ધોરણમાં પ્રથમ વર્ષમાં 300 વિદ્યાર્થીઓને સામેલ કરીને શરૂ કરાશે. ઉપરાંત, 500 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા ધરાવતી 10 રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો 6ઠ્ઠા ધોરણમાં પ્રથમ વર્ષમાં 70 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.
જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 50 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તાપીમાં 71.51 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગ્વાલિયરના એક મજૂર સીતારામ બઘેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કોમન એન્ટ્રેસથી તેમના પુત્ર – અમદાવાદની લક્ષ્મીપુરા મ્યુનિસિપલ સ્કૂલનો ધોરણ 5નો વિદ્યાર્થી – જ્ઞાન શક્તિ અને જ્ઞાન સેતુ શાળાઓમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે. “મને શિક્ષકો દ્વારા આ પરીક્ષા વિશે જણાવવામાં આવ્યું હતું અને જો મારો પુત્ર આમાંથી કોઈ એક શાળામાં જાય છે, તો માતા-પિતાએ કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી, કોઈ તણાવ રહેશે નહીં. સરકાર તમામ ખર્ચ ઉઠાવશે.”
અમદાવાદમાં નોંધાયેલા 57,521 વિદ્યાર્થીઓમાંથી 39,754 અથવા 69 ટકા વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો
ઓઢવ મ્યુનિસિપલ ગુજરાતી સ્કૂલના ધોરણ પાંચમાં ભણતા હર્ષિલે તેની માતા કૈલાશબેન પ્રજાપતિને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે જણાવ્યું. પ્રજાપતિએ કહ્યું, “મારા પુત્રએ મને કહ્યું હતું કે, જો તે પરીક્ષા પાસ કરશે તો તેને ખાનગી શાળામાં પ્રવેશ મળશે.”
જો કે, ગાંધીનગર મ્યુનિસિપલ સ્કૂલ 2 ના ધોરણ પાંચના વિદ્યાર્થીના પિતા ગજસિંહ નટ્ટ જેવા માતા-પિતા પરીક્ષાના હેતુ વિશે અજાણ છે. “મને મારા ફોન પર શિક્ષક તરફથી સંદેશ મળ્યો કે, મારી પુત્રીએ પરીક્ષા આપવી જોઈએ કારણ કે તે તેના સારા ભવિષ્યને ઉજવળ કરી શકશે. આનાથી આગળ હું વધારે કંઈ જાણતો નથી.
ડિક્લેઈમર : આ આર્ટિકલ ધ ઈન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો