મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ સૂચકાંક સુધારવાની દિશામાં વધુ એક કદમ ભર્યું છે. રાજ્યના આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ શહેરની 9 તથા ભાવનગર અને સુરત મહાનગરની 1-1 એમ કુલ 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદ્દઅનુસાર ઔડાની ડ્રાફ્ટ ટીપી 138/એ રૂપાવટી તથા 138/બી રૂપાવટી-વાસોદરાને તેમણે મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત અમદાવાદની સાત પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સાત પ્રિલિમિનરી ટી.પી.માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કીમ 92/બી સરખેજ -ઓકફ, 105 વસ્ત્રાલ, 73 વિંઝોલ, 114 વસ્ત્રાલ-રામોલ, 93/સી ગ્યાસપુર- વેજલપુર, 65 સૈજપુર-બોઘા તેમજ 66 સૈજપુર-બોઘા ઇસ્ટનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ આપેલી આ ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરીના પરિણામે અમદાવાદમાં 26.60 ફેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે EWS આવાસ નિર્માણ માટે મળશે. આવા કુલ 23,733 આવાસોનું નિર્માણ કરાશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ, 138/ એ રૂપાવટી તેમજ 138/બી રૂપાવટી-વસોદરામાં કુલ 10.36 હેક્ટર જમીન 9300 આવાસો બનાવવા માટે ઉપલબ્ધ થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલિમિનરી ટીપી મુખ્યમંત્રીએ મંજૂર કરી છે તેના પરિણામે સ્કીમ 92/બી સરખેજ -ઓકફમાં 1.37 હેક્ટર્સ 1200 EWS આવાસ માટે, સ્કીમ 105-વસ્ત્રાલમાં 3.33 હેક્ટર્સ 2990 EWS આવાસ માટે, સ્કીમ 73- વિંઝોલમાં 3.26 હેક્ટર્સ 2900 EWS આવાસ માટે, સ્કીમ 114 વસ્ત્રાલ-રામોલમાં 6.71 હેક્ટર્સ 6000 EWS આવાસ માટે, સ્કીમ 65 સૈજપુર-બોઘામાં 0.27 હેક્ટર્સ 243 EWS આવાસ માટે અને સ્કીમ 66 સૈજપુર-બોઘા ઇસ્ટમાં 1.3 હેક્ટર્સ 1100 EWS આવાસ માટે સંપ્રાપ્ત થશે.
આ પણ વાંચો – ગુજરાત બજેટ 2023 : ADBની મદદથી ગિફ્ટ સિટીમાં ફિનટેક હબ બનાવવામાં આવશે
મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના કારણે આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અમદાવાદમાં કુલ 89.95 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઈ શકશે. તદ્દઅનુસાર ઔડાની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ 138/એ રૂપાવટીમાં 26.6 હેક્ટર્સ, 138/બી રૂપાવટી- વસોદરામાં 14.69 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત પ્રિલિમિનરી ટીપી સ્કીમ 92/બી સરખેજ- ઓકફમાં 1.62 હેક્ટર્સ, 105 વસ્ત્રાલમાં 10.09 હેક્ટર્સ, 73 વિંઝોલમાં 6.45, 114 વસ્ત્રાલ- રામોલમાં 24.47 હેક્ટર્સ, સ્કીમ-65 સૈજપુર બોઘામાં 1.52 હેક્ટર્સ અને સ્કીમ 66 સૈજપુર -બોઘા ઇસ્ટમાં 4.51 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
અમદાવાદની બે ડ્રાફ્ટ ટી.પી. અને સાત પ્રિલિમિનરી સ્કીમ એમ કુલ 9 ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા 25.05 હેક્ટર તથા જાહેર સુવિધા માટે કુલ 20.73 હેક્ટર જમીન મળશે.
મુખ્યમંત્રીએ સુરતની પ્રિલિમિનરી ટી.પી. 57- પાંડેસરાને આપેલી મંજૂરીના કારણે EWS આવાસ, જાહેર સુવિધા તથા રમતગમતના મેદાન, બાગ-બગીચા અને આંતરમાળખાકીય સુવિધા ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુ માટે એમ કુલ 3.48 હેક્ટરર્સ જમીન સંપપ્રાપ્ત થશે. સુરતમાં 0.63 હેક્ટરર્સ જમીન પર 567 આવાસ આ સ્કીમમાં નિર્માણ પામશે.
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ-32 શામપરા -સીદસર પણ ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી છે.
ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી 3.74 હેક્ટર્સમાં 3300 EWS મકાનો બની શકશે. એટલું જ નહીં, આંતરમાળખાકીય સવલતોના વિકાસ ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુસર અંદાજે 4.54 હેક્ટર્સ જમીન સહિત સમગ્રતયા 16.92હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.