scorecardresearch

Amit Chavda : અમિત ચાવડાની ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પસંદગી, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા

Amit Chavda : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા આંકલાવ બેઠકથી ધારાસભ્ય છે, કોંગ્રેસને આ વખતે 2022માં ફક્ત 17 સીટો જ મળી છે

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી (Express photo by Nirmal Harindran)
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી (Express photo by Nirmal Harindran)

Amit Chavda as legislative party leader in Gujarat : ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવામાં આવ્યા છે. કોંગ્રેસમાં વિપક્ષના નેતા તરીકે અલગ-અલગ નામની ચર્ચા બાદ આખરે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી હતી.

અમિત ચાવડા આંકલાવ બેઠકથી ધારાસભ્ય છે

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા આંકલાવ બેઠકથી ધારાસભ્ય છે. આંકલાવ વિધાનસભા બેઠકની રચના વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કરવામાં આવી હતી. 2012થી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. આંકલાવ બેઠકના અસ્તિત્વ બાદથી કોંગ્રેસના અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે. તે 2012, 2017 અને 2022 એમ ત્રણ ટર્મથી અહીં ચૂંટાય છે. 2022માં અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પઢીયાર અને આમ આદમી પાર્ટીના ગજેન્દ્રસિંહને હરાવ્યા હતા.

આ પણ વાંચો – ભૂપેન્દ્ર પટેલે બીજા કાર્યકાળમાં લોકસભા ચૂંટણી સહિત વિપક્ષે ઉઠાવેલા નોકરીઓ, ઈન્ફ્રા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

કોણ છે અમિત ચાવડા?

અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. અમિત ચાવડાના ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. અમિત ચાવડા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

2022માં કોંગ્રેસને ફક્ત 17 સીટો મળી

2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે 2022માં ફક્ત 17 સીટો જ મળી છે. ભાજપને ઐતિહાસિક 156 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 સીટો મળી છે. 3 બેઠક પર અપક્ષ અને 1 સીટ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.

Web Title: Congress appoints amit chavda as legislative party leader in gujarat

Best of Express