ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ધીમે ધીમે ગરમ થઇ રહ્યુ છે અને ઉમેદવારો દ્વારા વિવાદિત નિવેદનો આપવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરે આપેલા એક નિવેદનથી ભારે હોબાળો થયો છે.
ગુજરાતના સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરે ચૂંટણી ભાષણ વખતે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે માત્ર મુસ્લિમો જ દેશને બચાવી શકે છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજ્યમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન ચંદન ઠાકોર પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું છે.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, “જો દેશને કોઇ બચાવી શકાય છે, તો માત્ર મુસ્લિમો જ બચાવી શકે છે.” તેમના આ નિવેદનથી મોટો વિવાદ સર્જાઇ શકે છે અને વિપક્ષોના આકરાં પ્રહારનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે, આપણે તેમને નવું કરવા માટે મત આપ્યા હતા, પરંતુ તેમણે મત લઈને છેતરપિંડી કરી છે.
તેમણે આગળ કહ્યું, “ફક્ત મુસ્લિમ સમુદાય જ દેશને બચાવી શકે છે અને જો કોઈ કોંગ્રેસ પાર્ટીને બચાવી શકે છે, તો તે મુસ્લિમો જ બચાવી શકે છે. હું તેનો માત્ર એક જ ઉદાહરણ આપુ છે, NRCના મુદ્દે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રસ્તા પર આવી ગયા. 18 વિવિધ રાજકીય પક્ષો હતા, પરંતુ એક પણ પક્ષે મુસ્લિમ સમાજ માટે દલીલ કરી ન હતી. મુસ્લિમ સમુદાયની તરફેણ કરી નથી. આખા દેશમાં આ એક જ પક્ષ છે જે તમારા માર્ગ પર ચાલે છે, તમારું રક્ષણ કરે છે, તમારા સમાજની રક્ષા કરે છે.
કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરના વિવાદિત ભાષણનો આ વીડિયો ભાજપના નેતા ડૉ. શલભ મણિ ત્રિપાઠીએ શેર કર્યો છે. શલભ ઉત્તર પ્રદેશના દેવરિયાના ધારાસભ્ય છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, “જો કોઈ દેશને બચાવી શકે છે, તો માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે, જો કોઈ કોંગ્રેસને બચાવી શકે છે, તો માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે, સોનિયા, પ્રિયંકા અને રાહુલ માત્ર મુસ્લિમો માટે રસ્તા પર ઉતર્યા – ગુજરાતના કોંગ્રેસના ઉમેદવાર ચંદન જી. !!”
તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી થશે. હાલ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ તરફથી યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચાર અભિયાન ચાલી રહ્યુ છે.





