/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Congress-candidates-list.jpg)
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 - કોંગ્રેસ ઉમેદવાર (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ ઉમેદવાર : લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસે લોકસભાની ગુજરાતની 4 બેઠક માટે તથા પાંચ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે રાજકોટ બેઠક પર રૂપાલા અને ક્ષત્રિય નારાજગીના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. તો મહેસાણા બેઠક પર પટેલ સામે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય વિધાનસભા પેટાચૂંટણીમાં તમામ પાંચ બેઠક પર નામ જાહેર કરતા ભાજપના કયા ઉમેદવાર સામે કોણ તે અહીં સ્પષ્ટ થઈ ગયું છે.
કોંગ્રેસ - ગુજરાત લોકસભા બેઠક 4 ઉમેદવાર જાહેર
કોંગ્રેસે લોકસભાની જે 4 બેઠકોના નામ આજે જાહેર કર્યા છે તેમાં રાજકોટ - પરેશ ધાનાણી, મહેસાણા - રામજી ઠાકોર, અમદાવાદ ઈસ્ટ - હિંમતસિંહ પટેલ અને નવસારી - નૈષધ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસ - વિધાનસભા પાંચ પેટાચૂંટણી ઉમેદવાર
તો કોંગ્રેસે વિધાનસભા પેટાચૂંટણીની પાંચ બેઠકોમાં વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરીભાઈ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના 16 ઉમેદવારોની વધુ એક યાદી આજે જાહેર કરી છે. જેમાં ચંદીગઢના મનીષ તિવારી અને મંડીથી વિક્રમાદિત્ય સિંહને 16 ઉમેદવારોના નામ આપવામાં આવ્યા છે. પાર્ટીએ સૌથી વધુ ઓડિશાના, તો બે હિમાચલમાંથી અને ચાર ગુજરાતમાંથી ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે 16 ઉમેદવારના નામ જાહેર કર્યા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Congress-candidates-in-Gujarat.jpg)
કોંગ્રેસના ઉમેદવારોમાં ચંદીગઢથી મનીષ તિવારી, ગુજરાતના મહેસાણાથી રામજી ઠાકુર, અમદાવાદ પૂર્વમાંથી હિંમતસિંહ પટેલ, રાજકોટથી પરેશભાઈ ધાનાણી, નવસારીથી નૈશ દેસાઈ, હિમાચલના મંડીથી વિક્રમાદિત્યસિંહ, શિમલાથી વિનોદ સુલતાનપુરી, ઓડિશાના કેઓંઝારથી મોહન હેબ્રામ, બાલાસોરથી શ્રીકાંતકુમાર જીના, ભદ્રકથી આનંદ પ્રસાદ શેઠી, જાજપુરથી આંચલ દાસનો સમાવેશ થાય છે. તો ઢેંકનાલથી સશ્મિતા બેહરા, જગતસિંહપુરથી રવિન્દ્ર કુમાર સેઠી, પુરીથી સુચરિતા મોહંતી અને ભુવનેશ્વરથી યાસિર નવાઝને તક આપવામાં આવી છે.
હવે કોંગ્રેસની વધુ એક યાદી આવી છે, પરંતુ યુપીની અમેઠી અને રાયબરેલીની બેઠકો હજુ પણ સસ્પેન્સ છે. આ બંને બેઠકો પર કોંગ્રેસ માટે હજુ સુધી કોઈ ચહેરાને આખરી ઓપ આપવામાં આવ્યો નથી. પ્રિયંકાને રાયબરેલીથી પડતી મૂકવામાં આવી શકે છે એવા અહેવાલો ચોક્કસ પણે મળી રહ્યા છે, પરંતુ તેની જાહેરાત કરવામાં આવી નથી. અમેઠીમાં રાહુલ ગાંધીના ચૂંટણી લડવા પર કોઈ રસ નથી બતાવવામાં આવી રહ્યો, એ વાત અલગ છે કે, કોંગ્રેસના નેતાઓ તેમને સમજાવવામાં લાગેલા છે.
આ પણ વાંચો - Congress Candidate List: કોંગ્રેસની 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાત માં આ સાત ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા
થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પણ અમેઠીથી ચૂંટણી લડવા માટે રસ દાખવ્યો હતો. એવી દલીલ કરવામાં આવી હતી કે અમેઠીના લોકો ઇચ્છે છે કે તેઓ ત્યાંથી ચૂંટણી લડે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની ઉમેદવારી અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આવી સ્થિતિમાં સસ્પેન્સ ચાલુ જ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us